આ આયુર્વેદિક જ્યુસથી માત્ર 5 દિવસમાં ઘટાડો પાંચ કિલો વજન

0
29812

આજના સમયમાં બદલાતી જતી જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો મોટાપાનો શિકાર બનતા હોય છે. મોટાપો એક એવી વસ્તુ છે કે જે તમારા શરીરનું વજન તો વધારે જ છે. સાથે સાથે તમારા શરીરને સ્થૂળ બનાવી દે છે. જેથી કરીને તમને કાર્ય કરવા ની અંદર પણ તકલીફ પડે છે. અને સાથે સાથે તમે અનેક બીમારીઓનું ઘર બની જાવ છો. આજના સમયમાં લોકો વારંવાર એવી વસ્તુઓનું સેવન કરે છે કે જેથી કરીને તે મોટાપાનો શિકાર બનતા જાય છે.

સામાન્ય રીતે વધતાં જતાં વજનને ઘટાડવા માટે આજે લોકો અનેક પ્રકારની રીતો અને નુસખા અપનાવતા હોય છે કે જેથી કરીને તે પોતાનું વજન કંટ્રોલમાં કરી શકે. આ માટે લોકો વિવિધ પ્રકારના યોગ અને એક્સરસાઇઝ દ્વારા તથા ડાયટિંગ દ્વારા પોતાનું વજન ઘટાડવા માંગતા હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કેવા ડ્રિંક વિશે કે જેના દ્વારા તમે પણ માત્ર પાંચ દિવસની અંદર ઘટાડી શકો છો પાંચ કિલો જેટલું વજન.

સામાન્ય રીતે વધતા જતા વજનને ઘટાડવા માટે કસરત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ આ ઉપરાંત જો તમે યોગ્ય રીતે ખાવાપીવામાં ધ્યાન રાખો તો તેના કારણે તમે પણ આ મોટાપાની સમસ્યાથી કાયમ માટે છુટકારો મેળવી શકો છો. અમે જે ડ્રિંક વિષે વાત કરવા જઈ રહ્યા છીએ તે ડ્રીંક માત્ર પાંચ દિવસની અંદર ચમત્કારી રૂપે તમારા શરીરનું પાંચ કિલો જેટલું વજન ઘટાડી શકે છે.

આ આયુર્વેદિક જ્યુસ ને તમે ઘરે ખૂબ આસાનીથી બનાવી શકો છો તો ચાલો જાણીએ આ આયુર્વેદિક જ્યુસ બનાવવા ની વિધિ.

સામગ્રી

  • લીલી ધાણા ભાજી
  • એક લીંબુ 
  • એક ગ્લાસ પાણી

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણ ની અંદર લીંબુનો રસ નીચોવી લો. અને ત્યારબાદ ધાણા ભાજી ને બ્લેન્ડર ની અંદર પીસી લો. હવે લીંબુના આની અંદર ધાણા ભાજી ની પેસ્ટ ઉમેરી દો. અને ત્યારબાદ તેની અંદર જરૂર મુજબનું પાણી ઉમેરી બરાબર હલાવી લો બસ આ રીતે તૈયાર છે તમારું ડ્રિંક.

ઉપયોગ કરવાની વિધિ

આ જ્યુસને સતત એકધારા પાંચ દિવસ સુધી ખાલી પેટે સેવન કરવું. અને પાંચ દિવસ સેવન કર્યા બાદ ત્યાર પછીના દસ દિવસ સુધી આ વસ્તુનું સેવન ન કરવું. આમ કરવાથી તે તમારા શરીરની વધારાની કેલરી ને બર્ન કરવામાં મદદરૂપ સાબિત થાય છે. સાથે સાથે તેની અંદર રહેલા પોષક તત્વો તમારા શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ ને પુરવાર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

લીલી ધાણા ભાજી તમારી પાચન શક્તિને વધારવા માટે ઉપયોગી સાબિત થાય છે. અને સાથે સાથે તમારા લોહીને પણ શુદ્ધ કરે છે. તેવી જ રીતે તેની અંદર રહેલું લીંબુ તમારા શરીરના હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આમ જો એકધારા પાંચ દિવસ સુધી ખાલી પેટે આ મિશ્રણનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થઈ જાય છે. અને તમે પણ પાંચ કિલો જેટલું વજન ઘટાડી શકો છો.

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here