માતાએ પોતાની કોખ આપી દીકરીને, દીકરીએ 17 મહિના બાદ આપ્યો બાળકને જન્મ

0
4142

ગુજરાતના ભરૂચ ની અંદર રહેતી એક મહિલાએ પોતાની માતાના ગર્ભાશય માંથી એક બાળકીને જન્મ આપ્યો હતો. 17 મહિના પહેલા મહિલાનું પોતાનો ગર્ભાશય ડેમેજ થઈ ગયો હતો. ત્યારબાદ તે મહિલાએ પોતાની માતાનો ગર્ભાશય પોતાની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યો હતો. દુનિયાની અંદર આ ૧૨મો કિસ્સો થયેલો હતો જેની અંદર 9 સ્વીડનમાં, ૨ અમેરિકામાં અને હાલમાં ૧ ભારત દેશની અંદર આ કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર ગુજરાતના ભરૂચ ગામની અંદર રહેતી મીનાક્ષી નામની એક મહિલા નુ ગર્ભાશય ડેમેજ થઈ ગયું હતું. ત્યારબાદ તેની માતાએ તેનું ગર્ભાશય પોતાની દીકરીને ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું અને ટ્રાન્સલેટ ના અમુક મહિના બાદ માર્ચ 2018 ની અંદર મીનાક્ષી ના ગર્ભાશયની અંદર એક નાના ભૃણ ને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ડોક્ટરો અનુસાર એવું જણાવવામાં આવ્યું હતું કે મીનાક્ષીની ડીલેવરી નવેમ્બર મહિનાની અંદર થશે. પરંતુ સાતમા મહિને જ મીનાક્ષીબહેન ના બ્લડ પ્રેસર ની અંદર અને સુગર ની અંદર વધારો થવાના કારણે માતા અને બાળકને જોડતી ગર્ભનાળ ની અંદર અમુક એવી વસ્તુઓ જમા થવા લાગી હતી કે જેથી કરીને બાળકને પૂરતા પ્રમાણમાં પોષણ ન મળતું હતું. ડોક્ટરના કહ્યા અનુસાર મીનાક્ષી બહેનને આવી સમસ્યાના કારણે સાતમા મહિને તેને બાળકને જન્મ થયો હતો અને જન્મ સમયે બાળક નો વજન અંદાજે 1.5 કિલોગ્રામ જેટલું હતું.

ડોક્ટર શૈલેષ ના કહ્યા અનુસાર મીનાક્ષી ની અંદર પોતાની ૪૫ વર્ષીય માતાનું ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આથી અંદાજે ૧૦ મહિના સુધી આ ગર્ભાશય મીનાક્ષી બહેનના શરીરની અંદર યોગ્ય રીતે ગોઠવાઈ જાય ત્યાં સુધી રાહ જોયા બાદ જ તેના ગર્ભાશયની અંદર બાળકને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

મીનાક્ષી બેન ને ઘણા સંઘર્ષ કર્યા બાદ જ સંતાન સુખ મળવા જઈ રહ્યું હતું. મિનાક્ષીબહેને નવ મહિના સુધી ગર્ભ ધારણ કર્યા બાદ પોતાના બાળકને તો ગુમાવ્યો હતો ઉપરાંત તેને પાંચ સર્જરી પણ કરવી પડી હતી. અને આ સર્જરી દરમ્યાન જ મીનાક્ષી બહેનના ગર્ભાશયની અંદર અમુક ઇન્ફેક્શન થઈ જવાના કારણે તેને પોતાનું ગર્ભાશય ગુમાવવું પડ્યું હતું.

મીનાક્ષી બહેનના પતિ હિતેષ વાલેન નું કહેવું છે કે, લગ્ન થયાના નવ વર્ષ સુધી આ દંપતિને સંતાનસુખ ન મળ્યું હતું. જેથી કરીને આ દંપતી ચિંતા ની અંદર આવી ગયા હતા અને તેમાં પણ જ્યારે મીનાક્ષીબહેન સાથે આ ઘટના ઘટી ત્યારે આ બંને દંપતી હિંમત હારી ગયા હતા. પરંતુ ડોક્ટર શૈલેષ એ તેમને હિંમત આપી અને આ સરોગસી ટ્રીટમેન્ટ વિશે સલાહ આપી અને અંદાજે ૧૦ વર્ષ સુધી રાહ જોયા બાદ આ બંને દંપતી સંતાન સુખ પ્રાપ્ત કરી શક્યા.

અવનવી વિશેષ માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here