જાણો શા માટે આપણે ઈંડા ન ખાવા જોઈએ? આ છે તેની પાછળનું કારણ!

0
46580

આજના સમયમાં મોટાભાગના લોકો માંસાહાર કરતા હોય છે, અને તેમાં પણ જો સૌથી વધુ કોઈ વસ્તુ થતી હોય તો તે છે ઈંડા. આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે ઈંડા આજે શાકાહારી લોકોના ભોજનમાં પર્યાય બની ગયો છે. શાકાહારી લોકો ઈંડાને શાકાહાર મારીને તેનું ભરપૂર માત્રામાં સેવન કરતા હોય છે. પરંતુ હકીકતમાં ઈંડા એ કોઈ શાકાહારી વસ્તુ નથી. પરંતુ તે આપણા સ્વાસ્થ્યને બગાડતી સૌથી ખરાબ વસ્તુ છે. ઘણાં લોકો કહેતા હોય છે કે ઈંડાની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં ઉપયોગી સાબિત થાય છે. પરંતુ આજે અમે આપને બતાવી રહ્યા છીએ ઈંડા સાથે સંકળાયેલી અમુક એવી હકીકત કે જે જાણીને તમે પણ બંધ કરી દેશો તેને ખાવાનું.

ઈંડા શું છે?

દરેક લોકો જાણીએ છીએ કે કોઇપણ મહિલાને ૨૭ દિવસે માસિક ધર્મ આવતા હોય છે, અને આવું માસિક ચક્ર સતત ને સતત ચાલ્યા કરતું હોય છે. મહિલાઓના અંડકોષની અંદર એક અંડ વિકસિત થતું હોય છે. જેનું શુક્રાણુ દ્વારા ફલન ન થવાના કારણે તે રજો સ્ત્રાવ રૂપે શરીરની બહાર નીકળી જતું હોય છે. આ રજો સ્ત્રાવ વ્યક્તિઓ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે, અને આથી જ આ ચાર દિવસો દરમિયાન મહિલાઓને કોઇ પણ વ્યક્તિ સાથે અડવાની કે પૂજાપાઠ કરવાની મનાઈ કરવામાં આવે છે.

મહિલાઓની જેમ પક્ષીઓની અંદર પણ અમુક સમયે આ રીતે માસિક ચક્ર ચાલતું હોય છે. પરંતુ તેની અંદર ફેર એટલો હોય છે કે મહિલાઓને રજો સ્ત્રાવની ઉપર કોઈપણ પ્રકારનું આવરણ હોતું નથી. જ્યારે પક્ષીઓના રજો સ્ત્રાવની ઉપર એક પ્રકારનું પ્રોટેક્ટિવ આવરણ હોય છે. જેને આપણે ઈંડા તરીકે ઓળખીએ છીએ. આમ પક્ષીઓ દ્વારા આપવામાં આવતા ઈંડા બીજી કોઇ વસ્તુ નથી પરંતુ તેના માસિક ધર્મ નો એક ભાગ છે.

આજના સમયમાં વધુ પૈસા કમાવવા માટે મુરઘીને અમુક પ્રકારના નુક્સાનકારક ડ્રગ્સ ના ઇન્જેક્શન આપવામાં આવે છે. જેથી કરીને મરઘીઓ સતત ને સતત ઈંડા આપ્યા કરે અને તેનો બિઝનેસ વધ્યા કરે. પરંતુ હકીકતમાં આડ્રગ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. તેનું સેવન કરવાના કારણે પુરુષો ની અંદર મહિલાઓના અમુક પ્રકારના હોર્મોન્સમાં વધારો થાય છે. જેથી કરીને પુરૂષોમાં નપુંસકતા જેવી બિમારી વધી જાય છે. સાથે સાથે સ્તન ઊગવા, હોર્મોન્સનું અસંતુલન અને ગર્ભાશયના કેન્સર જેવી અનેક પ્રકારની બીમારીઓ થાય છે. આ ઉપરાંત સતત આવા ઈંડા ખાવાના કારણે પુરુષોની અંદર વીર્યમાં શુક્રાણુઓની કમી ઉત્પન્ન થાય છે.

આજના પોલ્ટ્રી ફાર્મ ની અંદર બનાવવામાં આવતા ઈંડા ની અંદર જેટલા પોષક તત્વો હોય છે તેના કરતાં વધુ નુકસાનકારક તત્વો જોવા મળે છે, અને આથી જ આ ઇંડાનું સેવન કરવાના કારણે તમારા સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન થતા હોય છે.

ઈંડા શા માટે ન ખાવા?

આજના સમયમાં મોટાભાગના એલોપેથી ડોક્ટરો ઈંડા ખાવાની સલાહ આપતા હોય છે. હકીકતમાં તેઓ આવું શા માટે કરે છે તેની કોઈને ખબર નથી. મોટાભાગના ડૉક્ટરો તમને ઈંડા ખાવાની સલાહ એટલા માટે જ આપે છે કેમકે, તે વસ્તુ તેના બુક ની અંદર લખવામાં આવી છે. પરંતુ હકીકતમાં આ બુક ફોરેન કન્ટ્રી ની અંદર લખવામાં આવી છે, અને આપણે દરેક લોકો જાણીએ છીએ કે વિદેશની અંદર ઘણા બધા દેશો એવા છે જ્યાં છ થી સાત મહિના સુધી સતત બરફ પડ્યા કરતો હોય છે, અને આથી ત્યાંના લોકોને વધુ માત્રા ની અંદર પ્રોટીનની જરૂર પડે છે અને આથી જ તેને ઈંડા ખાવાની જરૂર પડે છે.

હકીકતમાં ભારત દેશની અંદર રહેતા લોકો માટે એટલી વધુ માત્રા ની અંદર પ્રોટીન ની કોઈ જરૂર પડતી નથી, અને આથી જ ભારત દેશના ડોક્ટરો જો વિદેશમાં લખવામાં આવેલી આ બુકમાં ઈંડા ખાવાની સલાહ આપવામાં આવે અને તેનો ઉપયોગ ભારત દેશના લોકો માટે કરે તો તે ખોટી વસ્તુ છે. આમ હકીકતમાં ડોક્ટરો દ્વારા ઉપયોગ કરવામાં આવતા આ પુસ્તકોની અંદર ફેરફાર કરવામાં આવે તો તેના દ્વારા ડોક્ટરોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે.

આમ આજના સમયમાં લોકો ભરપૂર માત્રામાં પોષક તત્વો અને પ્રોટીન મેળવવા માટે ઇંડાનું સેવન કરતા હોય છે. પરંતુ એ લોકો એ જાણતા નથી કે હકીકતમાં તે શું ખાઈ રહ્યા છે? ઈંડા એ બીજું કાંઇ નહીં પરંતુ મરઘી નુ માસિક ધર્મ છે, અને જ્યારે ઇન્જેક્શન દ્વારા બનાવવામાં આવે છે. ત્યારે તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડતા હોય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here