સફેદ ડાઘની સમસ્યા સાબિત થશે ખતરનાક! જાણો તેના લક્ષણો, કારણો અને ઉપચાર.

0
4641

શરીર પર સફેદ ડાઘ થવાની સમસ્યાને આપણે ત્યાં કોઢ નું નામ આપવામાં આવે છે. મેડિકલ સાયન્સની ભાષા મા તેને વીટીલીગો નામથી ઓળખવામાં આવે છે. આ એક ત્વચા ને લગતો રોગ છે. ભારત દેશની અંદર અંદાજે ૮ ટકા લોકોને આ પ્રકારની સમસ્યા છે. મોટેભાગે 20 વર્ષની ઉમરમાં જ આ રોગના લક્ષણો સામે આવે છે અને ૪૦ વર્ષ સુધીમાં આ રોગ વિકાસ પામે છે.

શું છે સફેદ ડાઘની સમસ્યા?

સફેદ દાગ એક પ્રકારની ત્વચાને લગતી સમસ્યા છે, જે કોઈપણ પ્રકારની એલર્જી અથવા તો ત્વચાની સમસ્યાના કારણે થઈ શકે છે. ઘણી વખત આ રોગ વારસાગત હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે ધીરજની જરૂર પડે છે. શ્યામ વર્ણી ત્વચા ઉપર મેલેનીન નામનું દ્રવ્ય વધુ હોય છે. જેથી કરીને આવી ત્વચા ઉપર આ પ્રકારના દાગ-ધબ્બા વધુ માત્રામાં દેખાય છે.

સફેદ ડાઘની સમસ્યાના લક્ષણો

આ સમસ્યા થવાના કારણે ધીમે ધીમે ત્વચાના રંગમાં સફેદ રંગ જોવા મળે છે. ધીમે ધીમે શરીર પર ની રુવાટી પણ સફેદ થવા લાગે છે. શરૂઆતના સમયમાં આવા ડાઘ ઉપર ખંજવાળ જેવી સમસ્યા પણ સર્જાય છે. ગરમીની ઋતુમાં પરસેવાના કારણે આ જગ્યા ઉપર બળતરા પણ થાય છે.

શા માટે થાય છે સફેદ ડાઘ?

સામાન્ય રીતે સફેદ ડાઘ એ એક વારસાગત રોગ છે. જો તમારા માતા પિતાને પણ આ પ્રકારની સમસ્યા હોય તો તમને પણ ભવિષ્યમાં આ સમસ્યા થવાની સંભાવના વધી જાય છે. ઘણા લોકોના શરીર ઉપર ધીમેધીમે આવા ગોળ ટપકા થવા લાગે છે, અને રુવાટી પણ ધીમે-ધીમે ખરવા લાગે છે. મહિલાઓ ને બિંદીમાં લાગેલા ગુંદ ના કારણે, સિન્થેટિક સિંદૂર ના કારણે અને ખરાબ કોલેટી ની બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાના કારણે પણ આ પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે. વધુ પડતા કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવાના કારણે પણ આ સમસ્યા સર્જાઇ શકે છે.

સફેદ ડાઘના ઉપચાર

  • જો તમારી ત્વચા વધુ સંવેદનશીલ હોય તો તીવ્ર સુગંધ વાળા સાધુ પર્ફ્યુમ અને હેર કલરનો ઉપયોગ ટાળવો જોઈએ. સાથે-સાથે કિટનાશક દવાથી પણ દૂર રહેવું જોઈએ.
  • ઘણા લોકો શરીર ઉપર થયેલા આવા પ્રકારના ડાઘને છુપાવવા માટે તેના ઉપર ટેટુ પણ બનાવતા હોય છે. પરંતુ આમ કરવાથી આ રોગ વધુ ફેલાવાની સંભાવના વધી જાય છે.

  • ઘણી વખત ઉપચાર કર્યા બાદ એકથી દોઢ વર્ષ બાદ પણ આ સમસ્યા ફરીથી થતી હોય છે.
  • આ રોગના ઉપચાર માટે સ્કિન ગ્રાફ્ટિંગ ની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. જેની અંદર ડાઘવાળી જગ્યાએ સારી ચામડી લગાડવામાં આવે છે.
  • ફોટો થેરાપી દ્વારા કોણ સૂર્યના યુવી કિરણોનો ઉપયોગ કરી ત્વચાનો રંગ પહેલા જેવો જ બનાવી દેવામાં આવે છે. આ ઉપરાંત જો આવા દર્દીઓ સૂર્ય તડકામાંબેસે તો પણ ફાયદો થાય છે.

  • શરૂઆતના સમયમાં જ આ ડાઘને નિયંત્રણમાં કરવા સહેલા હોય છે. આગળ જતાં આ રોગ વધુ માત્રામાં ફેલાય છે અને તેમાંથી છુટકારો મેળવવો અઘરો બની જાય છે.

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here