રોગનું મૂળ ગણતાં ત્રણ દોષ વાત, પિત અને કફને જાણો સાવ આસાન ભાષામાં.

0
24704

આયુર્વેદ શાસ્ત્રની અંદર કહેવામાં આવે છે કે જમ્યા બાદ તરત જ ક્યારેય પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી આપણી પાચન શક્તિ નબળી પડે છે. સામાન્ય રીતે જમ્યા બાદ તમે જ્યુસ, છાશ અથવા તો દૂધ પી શકો છો. પરંતુ તમારા મનમાં પ્રશ્ન થશે કે આ ત્રણે વસ્તુઓ એકસાથે પી શકાય છે કે નહીં. તો તેનો જવાબ છે ના. આયુર્વેદ શાસ્ત્ર ની અંદર આ ત્રણેય વસ્તુઓને પીવા માટે પણ યોગ્ય સમય બતાવવામાં આવ્યો છે. જો સમય વિરુદ્ધ આ ત્રણમાંથી કોઇપણ વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તે પણ ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. તમે દરેક સમયે જ્યુસ દરેક સમયે છાસ અને દરેક સમયે દૂધ પી શકતા નથી દરેક વસ્તુ પીવાનો પોતાનો અલગ સમય હોય છે.

સામાન્ય રીતે સવારના નાસ્તા ની અંદર તમે નાસ્તો કર્યા બાદ જ્યુસ પી શકો છો. બપોરે જમ્યા બાદ તમે છાશ લઈ શકો છો, અને સાંજના ભોજન લીધા બાદ તમે દૂધ પી શકો છો. આ ત્રણેય સમયે ઉપર બતાવેલી ત્રણ વસ્તુ સિવાય બીજી કોઈ પણ વસ્તુ પીવી વર્જ્ય છે. તમે આ નિયમોની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. કેમકે, જો તમારે કોઈ પણ પ્રકારના રોગની દવા શરૂ હોય તો આ ઉપર બતાવેલી ત્રણેય વસ્તુ અને તેના નિર્ધારિત સમય સિવાય લેવામાં આવે તો તેના કારણે દવાનો ફાયદો થતો નથી, અને જો આ ત્રણેય વસ્તુઓને તેના યોગ્ય સમયે લેવામાં આવે તો તેના કારણે તમારી કોઈપણ પ્રકારની બીમારી ખૂબ આસાનીથી અને જલ્દીથી ઠીક થઇ જાય છે. સાથે સાથે તમે કાયમી માટે તંદુરસ્ત પણ રહી શકો છો.

દરેક લોકોને પ્રશ્ન થશે કે જ્યુસ, છાશ અને દૂધ આ ત્રણ વસ્તુઓ પીવાનો સમય શા માટે નિશ્ચિત હોય છે. અને શા માટે આ ત્રણેય વસ્તુઓને સમયથી વિરુદ્ધ નથી લઈ શકાતી? તો તેનો જવાબ પણ આયુર્વેદ શાસ્ત્ર આપે છે. સામાન્ય રીતે આપણા શરીરની અંદર ત્રણ પ્રકારના દોષ હોય છે, જેને આપણે વાત, પિત્ત અને કફ કહીએ છીએ. તેમાં પણ પિત્ત અને કફ દેખાવમાં એક સરખા જ હોય છે. સામાન્ય ભાષામાં વાત કરવામાં આવે તો નાકમાંથી નીકળતા પ્રવાહીને કફ કહેવામાં આવે છે અને મોં તથા ગળામાંથી નીકળતા પ્રવાહીને પીત કહેવામાં આવે છે, અને શરીર માંથી નીકળતી વાયુને વાત કહેવામાં આવે છે.

સામાન્ય રીતે જન્મેલા બાળક થી માંડી ને ચૌદ વર્ષના સુધીના બાળક ને કફની સમસ્યા વધુ હોય છે. જેથી કરીને તેને વારંવાર શરદી, ઉધરસ અને છીંક આવવા જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે. ૧૪ વર્ષથી માનીને ૬૦ વર્ષના લોકોની અંદર પીતની સમસ્યા સૌથી વધુ હોય છે. જેથી કરીને તેને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ વૃદ્ધાવસ્થા ની અંદર મોટાભાગના લોકોને વાયુ ની સમસ્યા સૌથી વધુ હોય છે, અને આથી જ લોકોને સાંધાના દુખાવા ની સમસ્યા સર્જાય છે આ ઉપરાંત જો સમયના આધારે વાત કરવામાં આવે તો

  • વાત નો પ્રભાવ સવારમાં સૌથી વધુ હોય છે.
  • પીત નો પ્રભાવ બપોરે સૌથી વધુ હોય છે.
  • કફ નો પ્રભાવ રાત્રે સૌથી વધુ હોય છે.

કહેવાય છે કે સવાર-સવારમાં શરીરની અંદર સૌથી વધુ વાતનો પ્રકોપ હોય છે, અને તે આપણા શરીર માટે પણ આવશ્યક છે. કેમકે, વાતના દબાણના કારણે જ આપણા શરીરની અંદરથી મળ અને મૂત્ર બહાર નીકળે છે. જો આવું ન થાય તો મળ અને મૂત્ર આપણા શરીરની અંદર ઝેર સમાન બની જાય છે. આથી જ સવાર સવારમાં વાતની પ્રકૃતિને આપણે સંતુલિત રાખવી જોઈએ. આથી સવાર સવારમાં જો વિવિધ પ્રકારના જ્યૂસ પીવા માં આવે તો તેના કારણે આપણા વાતની પ્રકૃતિ સંતુલિત રહે છે.

તેવી જ રીતે બપોરના સમયે પિત્ત ની પ્રકૃતિ સૌથી વધુ હોય છે. કહેવાય છે કે પીત અને સૂર્યને સીધો જ સંબંધ હોય છે. સૂર્યનો તડકો જેટલો વધુ હોય છે શરીરની અંદર પિત્તનો પ્રકોપ પણ તેટલો જ વધુ હોય છે. આથી જ બપોરના સમયે આપણે કોઈ એવી વસ્તુ લેવી જોઈએ કે જેથી કરીને આપણે સૂર્યના તડકાથી પણ બચી શકીએ, અને સાથે સાથે પિત્તના પ્રકોપથી પણ છુટકારો મેળવી શકીએ, અને આથી જ આયુર્વેદ શાસ્ત્ર ની અંદર બપોરના સમયે છાશ પીવી એ સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવી છે. અને તેમાં પણ જો ગાયના દૂધની છાશ નું સેવન કરવામાં આવે તો તે પીત ની પ્રકૃતિને શાંત કરી દે છે.

તેવી જ રીતે રાત્રિના સમયે આપણા શરીરની અંદર કફની પ્રકૃતિ હોય છે. આથી રાત્રિના સમયે જો ગાયના દૂધનું સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા શરીરની અંદર રહેલો કફ શાંત થઈ જાય છે. ખાસ ધ્યાન રાખવું કે રાત્રિ દરમિયાન ભેસ નું દૂધ ન પીવું જોઈએ. કેમ કે, ભેંસનું દૂધ પીવાના કારણે તમારો કફ શાંત થવાની જગ્યાએ વધી જાય છે. આથી રાત્રી દરમિયાન ગાયનું દૂધ સર્વોત્તમ માનવામાં આવે છે.

આમ જો સવાર બપોર અને સાંજે વાત પિત્ત અને કફની પ્રકૃતિ ને શાંત કરી દેવામાં આવે તો તેના કારણે આપણે કાયમી માટે સ્વસ્થ રહી શકીએ છીએ, અને તેને શાંત કરવા માટે આપણે સવારમાં જ્યૂસ પીવું જોઈએ બપોરના સમયે છાશ પીવી જોઈએ અને રાત્રિ દરમિયાન ગાયનું દૂધ પીવું જોઈએ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here