અંડર આર્મ્સ માંથી આવતી દુર્ગંધને માત્ર 3 મિનિટમાં દૂર કરશે આ 6 ઉપાય.

0
6402

બેકિંગ સોડાનો ઉપયોગ

અંડરઆર્મ્સની દુર્ગંધને દૂર કરવા માટે આ સૌથી કારગર ઉપાય સાબિત થાય છે. આ માટે લીંબુના રસની અંદર એક ચમચી જેટલો બેકિંગ સોડા ભેળવી ત્યારબાદ તેને તમારી બંને બગલમાં લગાવી લો. 15 મિનિટ બાદ તેને સાફ પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી તમારા અંડર આર્મ્સ માંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે.

ગુલાબ જળનો ઉપયોગ

ગુલાબ જળ ત્વચાની અંદર રહેલી દુર્ગંધને દૂર કરી સ્કિનને કુદરતી રીતે મોઇશ્ચરાઇઝ કરે છે. બગલમાંથી આવતી વાસને દૂર કરવા માટે એક કપ ગુલાબજળની અંદર કોટન બોલ પલાળી ત્યારબાદ તેને તમારા અંડરઆર્મ્સની અંદર લગાવી લો. તેની જગ્યાએ તમે ગુલાબ જળનો સ્પ્રે પણ કરી શકો છો. આમ કરવાથી પરસેવાના કારણે આવતી વાસ માંથી છુટકારો મળે છે.

એપલ સાઇડર વિનેગર

એપલ સાઇડર વિનેગર એટલે કે સફરજનના સરકાને આર્મ્સ માંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે ઉપયોગ કરી શકાય છે. એપલ સાઇડર વિનેગર લગાવવાના કારણે તમારા બગલની અંદર રહેલા બધા જ બેક્ટેરિયા નાશ પામે છે. જેથી કરીને તેમાંથી આવતી દુર્ગંધથી છુટકારો મળે છે અને સાથે સાથે તમારા અંડર આર્મનું પીએચ લેવલ પણ જળવાઈ રહે છે.

લીંબનો ઉપયોગ

લીંબુના ઉપયોગ દ્વારા પણ તમે તમારા પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો. લીંબુ ની અંદર કુદરતી રીતે એસિડિક ગુણ હોય છે જે તમારી ત્વચાની અંદર રહેલા બધા જ બેક્ટેરિયાને દૂર કરી દે છે. આથી દસ મિનિટ સુધી લીંબુના ટુકડા ને તમારા બગલ ની અંદર રગડો અને ત્યારબાદ તેને પાણીથી બરાબર સાફ કરી લો. આમ કરવાથી પરસેવાના કારણે આવતી દુર્ગંધમાંથી આખો દિવસ છુટકારો મળે છે.

ટામેટા

ટામેટાનો ઉપયોગ પણ બગલમાંથી આવતી પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે કરી શકાય છે. આ માટે ટમેટાનો પલ્પ બનાવી ત્યાર બાદ તેમાંથી રસ કાઢી લો. હવે આ રસને 15 મિનિટ સુધી તમારી બગલમાં લગાવી રાખો. માત્ર બે થી ત્રણ દિવસની અંદર તમારા બગલ માં થી આવતી દુર્ગંધ દૂર થશે.

ફટકડી

ફટકડીનો ઉપયોગ કરીને પણ બગલમાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે. જો દરરોજ સ્નાન કરતાં પહેલાં ત્રણ મિનિટ સુધી ફટકડીના પાઉડરને અંડર આર્મ્સમાં લગાવી દેવામાં આવે અને ત્યારબાદ સ્નાન કરવામાં આવે તો બગલ માં થી આવતી આ વાસમાંથી છુટકારો મળે છે.

સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here