પ્રેગ્નન્સી દરમ્યાન તુલસીનું સેવન અવશ્ય કરો, થશે આ અનેક ફાયદાઓ.

0
6030

હિંદુ સંસ્કૃતિ અનુસાર તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને મોટાભાગના લોકોના ઘરની અંદર તુલસીનો છોડ જોવા મળે છે. તુલસીનો છોડ પવિત્ર તો છે સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તુલસીના પાનનો ઉપયોગ કરીને અને પ્રકારની આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવે છે. તુલસીની અંદર અનેક પ્રકારના વિટામિન અને પોષક તત્વો હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે અને તેના ગર્ભમાં વિકસતા બાળક ના વિકાસ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તુલસીના પાનનું સેવન કરવાના કારણે કોઈપણ પ્રકારના સાઈડ ઈફેક્ટ થતા નથી. આ ઉપરાંત આપણે તુલસીના પાનનું સેવન કરીને અનેક પ્રકારની બીમારીઓથી બચી શકીએ છીએ.

જાણો શું છે તુલસીના પાનના ફાયદાઓ.

દવા બનાવવા માટે

તુલસીના પાનની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણ હોય છે, અને આથી તેના પાનનો ઉપયોગ કરીને અનેક પ્રકારની આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવે છે. જો તુલસીના પાનનું દરરોજ સેવન કરવામાં આવે તો તેના કારણે આપણે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકીએ છીએ. તુલસીના પાન ની અંદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એંટી ઓક્સીડેંટ ગુણ હોય છે. જે શરીરમાં લાગેલા કોઈપણ પ્રકારના ઘાવને શરીરમાં થયેલા કોઈપણ પ્રકારના વાઇરલ બીમારી ને ઠીક કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ કોઈ પણ પ્રકારની દવા ખાવાથી દૂર રહેતી હોય છે. આવી પરિસ્થિતિની અંદર જો ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ઝીણો ઝીણો તાવ રહેતો હોય અથવા તો કમજોરી મહેસૂસ થતી હોય તો ત્યારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી મહિલાને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી તેના શરીરની અંદર રહેલો તાવ દૂર થઈ જાય છે. પ્રેગ્નેન્સી દરમિયાન જો તુલસીના પાનનું સેવન કરવામાં આવે તો ગર્ભવતી મહિલાઓ માટે તે ખૂબ ફાયદાકારક નીવડે છે.

ગર્ભમાં વિકસતા બાળક માટે

ગર્ભવતી મહિલાઓએ પ્રેગનેન્સી ના શરૂઆતના દિવસોમાં તુલસીના પાનનું સેવન શરૂ કરી દેવું જોઈએ. તુલસીના પાનની અંદર રહેલું વિટામિન ઈ ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

હાડકાઓનાં વિકાસ માટે

તુલસીના પાન ગર્ભવતી મહિલાઓના ગર્ભની અંદર રહેલા બાળકના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તુલસીની અંદર રહેલું મેગ્નેશિયમ બાળકના હાડકાના વિકાસ માટે ખુબ ઉપયોગી સાબિત થાય છે.

સ્ટ્રેસમાં

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ સામાન્ય રીતે વધુ પડતા સ્ટ્રેસમાં રહેતી હોય છે. જે તેના આવનારા બાળક માટે નુકસાનકારક સાબિત થતું હોય છે. આથી જો તુલસીના પાનનું સેવન કરવામાં આવે તો તેના કારણે તેનું મગજ શાંત રહે છે અને તણાવમાંથી પણ મુક્તિ મળે છે.

એનેમિયા

સામાન્ય રીતે ગર્ભવતી મહિલાઓ ની અંદર બાળકના જન્મ બાદ લોહીની કમી સર્જાતી હોય છે. જેને એનેમીયા ની સમસ્યા કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં ગર્ભાવસ્થાના શરૂઆતના સમયથી જ જો તુલસીના પાનનું સેવન કરવામાં આવે તો તેના કારણે ભવિષ્યમાં આવી એનિમિયાની સમસ્યા સર્જાતી નથી.

આમ ગર્ભવતી મહિલાઓ માટે તુલસીના પાન એ એક સર્વ શ્રેષ્ઠ ઔષધ છે. જેનું સેવન કરવાના કારણે ગર્ભવતી મહિલાઓનું સ્વાસ્થ્ય કાયમી માટે તંદુરસ્ત રહી શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here