વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છે ફેંગશુઈ કાચબો રાખવાની સાચી દિશા, ખોટી દિશામાં રાખવાથી થઈ શકે છે નુકસાન!!

0
5834

તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ઘરમાં જો કાચબો રાખવામાં આવે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર ની અંદર પણ જણાવવામાં આવ્યું છે કે તમારા ઘરની અંદર રહેલા અનેક પ્રકારના દોષોને દૂર કરવા માટે ઘરમાં કાચબો રાખવો જોઈએ. આ ઉપરાંત હિંદુ ધર્મની માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુનો એક રૂપ છે અને આથી જ તે શુભ કાર્યો માટે નું પ્રતિક છે.

કહેવાય છે કે ભગવાન શ્રી વિષ્ણુ ને કાચબા નું રૂપ ધારણ કરી સમુદ્રમંથન માટે દેવતાઓ અને દાનવો ની મદદ કરી હતી. આથી જ જે ઘરની અંદર કાચબાનો વાસ થાય છે તે ઘરમાં કાયમી માટે ધનની દેવી માતા લક્ષ્મીનું પણ આગમન થતું રહે છે. માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ ફેંગશુઈની અંદર પણ કાચબો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કાચબો જો યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેના કારણે તેનો ફાયદો આપણા ઘરમાં થાય છે. પરંતુ જો તે કાચબાને ખોટી દિશામાં રાખવામાં આવે તો તેના કારણે તમને થઈ શકે છે નુકશાન.

ફેંગશુઈની અંદર મૂર્તિઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે. જેમા ડ્રેગન, વિન્ડચાઇમ, લાફિંગ બુદ્ધા અને કાચબો સૌથી વધુ લોકપ્રિય છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો પોતાના ઘરમાં અને વેપાર ધંધા ની જગ્યાએ આવા કાચબા અને લાફિંગ ગુપ્તા રાખતા હોય છે. જેથી કરીને તેના વેપાર ધંધા ની અંદર બરકત બની રહે અને માતા લક્ષ્મીની કૃપા તેના ઉપર કાયમી માટે બની રહે.

ફેંગશુઈ અનુસાર કાચબો રાખવા ની સાચી દિશા

જો કાચબાને તમારા ઘરમાં યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેના કારણે તમારા ઘર પરિવારની અંદર શાંતિ બની રહે છે, અને સાથે સાથે ઘરની અંદર રહેલી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે કઇ દિશામાં કાચબો રાખવાથી તમારા ઘરની અંદર કાયમી માટે થાય છે માતા લક્ષ્મીનો વાસ, અને તમારા ઘરની સુખ-સમૃદ્ધિ માટે જાળવી શકાય છે.

સૌપ્રથમ તો અમે તમને જણાવી દઈએ કે ફેંગશૂઈના આ કાચબા અને પ્રકારના હોય છે અને દરેક કાચબાની પોતાની અલગ અલગ દિશા હોય છે. જો તમે કાળા રંગના કાચબાને તમારા ઘરમાં લાવો તો તેને હંમેશા ને માટે ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આમ કરવાથી તમારા વેપાર ધંધા ની અંદર વધારો થાય છે. જો આ કાચબાને પશ્ચિમ દિશામાં રાખવામાં આવે તો તેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થઈ અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે થાય છે.

જો ક્રિસ્ટલ માંથી બનેલા કાચબાને તમારા ઘરમાં રાખવો હોય તો તેને હંમેશાં એ માટે દક્ષિણ-પશ્ચિમ અથવા તો ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. આ ઉપરાંત જો તમારી પાસે લાકડાનો કાચબો હોય તો તેને પૂર્વ અથવા તો દક્ષિણ દિશામાં રાખવો જોઈએ.

ફેંગશુઈના નિયમ અનુસાર કાચબા ને ક્યારેય બેડરૂમમાં ન રાખવો જોઈએ. કાચબો રાખવા નું સૌથી ઉત્તમ સ્થાન તમારા ઘરનો બેઠકરૂમ છે. વ્યક્તિના દાંપત્યજીવન ઉપર કોઈપણ પ્રકારની અસર કરતો નથી, અને આથી જ માત્ર ઘરની શોભા વધારવા માટે ક્યારે પણ કાચબાને ઘરમાં ન રાખવો જોઈએ.

નોકરી અને પરીક્ષા ને અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે તમે ઘરમાં કાચબાની મૂર્તિ પણ લાવી શકો છો. આવું કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કાચબાને એ જગ્યાએ રાખવું કે જે જગ્યાએ તમારે અધ્યયન કરવાનું હોય. આમ કરવાથી કાચબાની જેમ ધીમે ધીમે તમારું પણ વાંચવાની અંદર લાગે છે, અને તમે પણ તમારા પરીક્ષા અથવા તો નોકરી ની અંદર સફળતા મેળવી શકો છો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો..

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here