પાચનતંત્ર, રક્ત સંચાર અને કરોડરજ્જુ માટે ખૂબ જ ફાયદાકારક છે આ યોગ. જાણો તેની વિધિ

0
2358

યોગ દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ભારત દેશની અંદર પ્રાચીન સમયથી જ યોગનો ઉપયોગ કરી વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં આવતો હતો. યોગનો ઉપયોગ કરીને બાળકો, વૃદ્ધ, મહિલાઓ અને પુરુષો દરેક વ્યક્તિ માટે સ્વસ્થ રહી શકે છે. યોગ દ્વારા વ્યક્તિનું શરીર સ્વસ્થ રહે છે, સાથે-સાથે તેના મનને શાંતિ મળે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવા યોગ વિશે જેના દ્વારા તમને અનેક પ્રકારના ફાયદાઓ થઈ શકે છે.

શું છે કુંડળીનો યોગ?

કુંડલીની યોગ એ ધ્યાનનો જ એક પ્રકાર છે, જે તમારા મન, શરીર અને જ્ઞાનેન્દ્રિયો ની વિવિધ તકનીકો થી બનાવવામાં આવેલો છે. આ યોગનો ઉપયોગ કરીને શરીરની અંદર રહેલા સાત ચક્રોને જાગૃત કરવામાં આવે છે. સાથે સાથે તે તમારા  કરોડ રજ્જુ ની અંદર રહેલા બધા જ ચક્રોને ને જોડી તેનું નેતૃત્વ કરે છે. હકીકતમાં આ એક આધ્યાત્મિક યોગ છે, જે તમને આધ્યાત્મિક શક્તિ તો પ્રદાન કરે જ છે. સાથે સાથે તમારા શરીરને પણ કાયમી માટે સ્વસ્થ રાખે છે.

કઈ રીતે કરશો કુંડળીનો યોગ?

  • સવારનો સમય આ યોગ કરવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
  • આ યોગ કરવા માટે સૌ પ્રથમ તમારા મનને શાંત કરી લો અને એક આસન પર બેસી જાવ.
  • પદ્માસન અથવા તો સિદ્ધાસનની મુદ્રા ની અંદર બેસી ડાબા પગની એડીને જનનેન્દ્રિયની વચ્ચે લઈ જાવ જેથી કરીને તમારા તળિયા સાથળને અડે.

  • ત્યારબાદ જમણા પગને પદ્માસનની મુદ્રામાં લાવો.
  • ત્યારબાદ તમારા જમણા હાથના અંગૂઠાથી નખને દબાવી તમારા પેટની અંદર રહેલી બધી જ હવા ધીમે ધીમે બહાર કાઢી લો.
  • શ્વાસ બહાર કાઢતી વખતે તમારા બંને હાથની હથેળીઓને તમારા ગોઠણ ઉપર રાખો. ત્યારબાદ તમારા નાકના આગળના ભાગમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો.
  • ત્યારબાદ પ્રાણાયામની સ્થિતિની અંદર બીજી મુદ્રાઓનો પણ અભ્યાસ કરવો જોઈએ.
  • કુંડળીની શક્તિને જગાડવા માટે કુંડલિની યોગ નો અભ્યાસ કરવામાં આવે છે આના માટે નો કોઈ નિશ્ચિત સમય હોતો નથી. પરંતુ ઓછામાં ઓછો એક કલાક સુધી આ યોગનો અભ્યાસ કરવો જોઈએ.

કુંડલીના યોગના ફાયદા

પાચન શક્તિ

આ યોગ પાચનશક્તિને મજબૂત બનાવે છે. સાથે સાથે તમારા પેટને લગતી દરેક ગ્રંથિઓને અંદર યોગ્ય પ્રમાણમાં રક્ત સંચાર થાય છે. જેથી કરીને તમને પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

રક્ત સંચાર

આ યોગના કારણે તમારા શરીરની અંદર યોગ્ય રીતે રક્ત સંચાર થાય છે. જેથી શરીરના દરેક અંગો સુધી યોગ્ય પ્રમાણમાં લોહીનું પરિભ્રમણ થાય છે અને તમારા દરેક અંગો યોગ્ય રીતે કાર્ય કરે છે અને સાથે સાથે તમને માનસિક તણાવમાંથી પણ છુટકારો મળે છે.

ધૂમ્રપાનની આદત

આ યોગ કરવાના કારણે તમારી ઈન્દ્રિઓ મજબૂત બને છે. જેથી કરીને આ યોગ તમારી ધૂમ્રપાન અને મદ્યપાનની આદત ને છોડાવવામાં ખુબ મદદરૂપ સાબિત થાય છે. આ યોગ કરવાના કારણે વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે.

ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવવા

આ યોગ કરવાના કારણે તમારા શરીરની અંદર રહેલી બધી જ નકારાત્મક ઉર્જા બહાર ફેંકાઈ જાય છે. જેથી કરીને તમારા શરીરની અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. આથી જ તમે તમારા ગુસ્સા ઉપર કાબૂ મેળવી શકો છો. આ યોગનો ઉપયોગ કરીને તમે તમારી ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત કરી શકો છો. જેથી કરીને તમે વિવિધ પ્રકારની વાઇરલ બીમારીઓથી દૂર રહી શકો છો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here