મચ્છરો અને જીવ જંતુને ભગાડવા માટે અપનાવો આ સચોટ ઘરેલુ ઉપચાર.

0
2919

વરસાદની ઋતુમાં ઠેરઠેર પાણી ભરાતું હોય છે, અને પાણી ભરાવાના કારણે દરેક જગ્યાએ વિવિધ પ્રકારના મચ્છરો અને જીવજંતુઓ ઉત્પન્ન થતાં હોય છે. જે આગળ જતા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી ભયાનક બીમારી ફેલાવે છે. આથી જ હમેંશાને માટે આપણા ઘર થી મચ્છરોને દૂર રાખવા જોઈએ. જેથી કરીને આપણું સ્વાસ્થ્ય કાયમી માટે સારું જળવાઈ રહે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા સચોટ ઘરેલુ ઉપાય કે જેના દ્વારા તમે પણ મચ્છરોને દૂર રાખી શકશો.

1. કોફી ના પાવડર દ્વારા મચ્છરો અને જીવજંતુઓથી ભાગતા હોય છે. આથી ઘરની આસપાસ જો કોઈ જગ્યાએ પાણી ભરાતું હોય તો તે જગ્યાએ કોફીનો પાવડર વેળી દેવામાં આવે તો તેના કારણે મચ્છરો અને જીવ જંતુઓ નાશ પામે છે, અને સાથે-સાથે તેના લાર્વા પણ નાશ પામે છે.

2. જો ઘરની અંદર સુગંધી મીણબત્તી સળગાવવામાં આવે તો તેના સુગંધના કારણે પણ મચ્છરો ભાગી જતા હોય છે. આ ઉપરાંત તમે લવંડર ઓઈલની અંદર કોટન બોલને પલાળી તેને ઘરમાં રાખી શકો છો, આમ કરવાથી પણ મચ્છરો તમારા ઘરથી દૂર રહે છે.

3. ઘરના બધા જ બારી બારણા બંધ કરી અને ઘરની અંદર જો કપૂરને સળગાવવામાં આવે તો તેની સુગંધથી બધા જ મચ્છરો દૂર થઈ જાય છે.

4. જો ઘરમાં લીમડાના તેલનો દીવો સળગાવવામાં આવે તો તેના કારણે ઘરની અંદર રહેલા બધા જ મચ્છરોથી દૂર ભાગી જાય છે.

5. Lemon oil અને યુકલિપટસ ઓઇલ ને એકબીજા સાથે મિક્સ કરી એ શરીરના ખુલ્લા ભાગમાં લગાવવામાં આવે તો તેના કારણે તે જગ્યાએ મચ્છરો કરડતા નથી.

 

6. જો લીમડાનાં સૂકાં પાનને સળગાવી ઘરની અંદર ધુમાડો કરવામાં આવે તો તેના કારણે ઘરના કોઈ પણ ખૂણામાં મચ્છરો સંતાયા હોય તો તે દૂર ભાગે છે.

7. લસણની સુગંધી થી પણ મચ્છરો ભાગે છે. આ માટે લસણની કળીઓનો છૂંદો કરી અને પાણીની અંદર નાખી તેને ઉકાળી લો. ત્યારબાદ આ પાણીનો છટકાવ ઘરની અંદર કરવાના કારણે ઘરમાં રહેલા મચ્છરો દૂર ભાગે છે.

8. ઘરની અંદર એક કંટેનરમાં સુકો બરફ રાખો. જ્યારે મચ્છરો તેની પાસે આવે છે ત્યારે તેની અંદર રહેલા કાર્બનડાયોકસાઇડની સુગંધ થી મચ્છરો બીજી વખત તે જગ્યાએ ફરકતા નથી.

9. જો ઘરમાં તુલસીનો છોડ ઉગાડવામાં આવે તો તેના કારણે ઘરની અંદર મચ્છરોનો ઉપદ્રવ ઓછો થઈ જાય છે. આ ઉપરાંત તમે તુલસીનો સ્પ્રે પણ ઘરમાં કરી શકો છો.

10. ઘરમાં એક બાઉલની અંદર બીયર ભરીને રાખી દો. મચ્છરો તેની તરફ આકર્ષિત થશે અને ત્યારબાદ તે બીયર ની અંદર ડૂબી જશે.

આમ આ બધા જ ઘરેલુ ઉપાય દ્વારા તમે પણ તમારા ઘરથી મચ્છરોને દૂર રાખી શકો છો અને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી ગંભીર બીમારીઓથી બચી શકો છો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here