એકદમ ગરમાગરમ ચા પીવાની આદતને કરી દો બંધ. થઈ શકે છે કેન્સર! જાણો તેનું કારણ

0
14116

આપણે દરેક લોકો જાણીએ છીએ કે ભારત દેશના લોકોની સવાર ચા વિના અધૂરી રહી જાય છે. મોટાભાગના લોકો સવાર સવારમાં પોતાની ઊંઘ ઉડાડવા માટે, દિવસ દરમિયાન પોતાનો થાક દૂર કરવા માટે અને પોતાના મગજને ફ્રેશ કરવા માટે વારંવાર ચા પિયા કરતા હોય છે. ઘણા લોકો ગરમાગરમ ચા ને માથાના દુખાવાની દવા માને છે. સામાન્ય રીતે આપણે ત્યાં મોટાભાગના લોકો એકદમ ગરમા ગરમ ચા પીવાના શોખીન હોય છે. પરંતુ શું તમે જાણો છો કે એકદમ ગરમા ગરમ ચા પીવાના કારણે તમને કયા પ્રકારના નુકસાન થઈ શકે છે? જો નહીં, તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે એકદમ ગરમા ગરમ ચા પીવાના કારણે આપણને કયા પ્રકારના નુકસાન થઈ શકે છે.

એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે ખૂબ જ ગરમ ચા પીવાના કારણે તમારા શરીરની અંદર કેન્સર થવાનો ખતરો વધી જાય છે. આપણે દરરોજ ગરમાગરમ ઉકળતી ચા પીવાના શોખીન હોઈએ છીએ પરંતુ આ ગરમાગરમ ચા પીવાના કારણે આપણા શરીરની અંદર રહેલી અનનળી માં ખૂબ જ નુકસાન થાય છે. ગરમા ગરમ ચા પીવાના કારણે આપણી અનનળી સળગી ઉઠે છે. જે આપણા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

એક નેશનલ રિસર્ચ સેન્ટર દ્વારા જાણવા મળ્યું છે કે વધુ માત્રામાં ગરમ ચા પીવાના કારણે અથવા તો ખૂબ જ ગરમાગરમ કોઈપણ પ્રકારના પીવાના કારણે આપણા શરીરની અંદર રહેલી અન્નનળી ની અંદર ખૂબ જ નુકસાન પહોંચે છે. જે આગળ જતા કેન્સરની સંભાવનાને વધારી દે છે આ રિસર્ચ 1000 વ્યક્તિઓ ઉપર પ્રયોગ કર્યા બાદ જ કરવામાં આવી છે.

આ રિસર્ચ અને એ જગ્યાએ કરવામાં આવી છે કે જે જગ્યાએ સામાન્ય રીતે લોકો ખૂબ જ વધુ ગરમ માત્રાની અંદર ચા પીવાનું પસંદ કરે છે. ચીન, ઈરાન અને તુર્ક દેશની અંદર કરવામાં આવેલા રિસર્ચ અનુસાર 65 ડિગ્રી કરતાં વધુ ગરમ તાપમાન વાળી ચા અથવા તો ગરમ પીણું પીવાના કારણે તમારા શરીરને ખૂબ જ નુકસાન પહોંચે છે અને તમને અન્ન નળી નું કેન્સર પણ થઈ શકે છે.

તેનાથી બચવાના ઉપાય

વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા રિસર્ચના આધારે જાણવા મળ્યું છે કે ખૂબ જ વધુ માત્રા ની અંદર ગરમ કરેલી વસ્તુઓનું સેવન કરવાના કારણે તમારી અન્નનળી ની અંદર ખૂબ જ નુકસાન પહોંચે છે. આથી જ તેનાથી બચવા માટે હંમેશાને માટે ખૂબ વધુ ગરમ માત્ર આની અંદર વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. જો કોઇપણ પીણું ખૂબ વધુ ગરમ હોય તો તેને થોડું ઠંડુ કરી અને ત્યારબાદ તેનું સેવન કરવું જોઈએ કે જેથી કરીને આપણા અન્નનળીને વધુ નુકસાન ન પહોંચે અને આપણે કેન્સરના ખતરાથી બચી શકીએ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here