દાંતમાં સડો કેમ થાય છે અને તે સડો દુર કરવાના ઉપાયો વિગતે જાણો.

0
8665

દાંતનો સડો

 • દાંતનો સડો કે દાંતના હાડકામાં થતો સડો એ દાંત પડી જવાનું મૂળ કારણ છે આ બીમારી એનેમલ અને ડેન્ટાઇન જેવાં દાંતના મુખ્ય ઘટકોમાં રહેલાં મિનરલ તથા કુદરતી તત્વો નષ્ટ કરી દેનારા બેક્ટેરિયાને વિકસાવીને પ્રેરિત કરે છે.એનેમલ અને ડેન્ટાઇન બંને દાંતના ઉપરી બાહ્ય પડ છે. સાંપ્રતકાળમાં ગુણવતા વગરનાં મીઠાં, નરમ પદાર્થોના વપરાશ વધ્યાં છે,પરિણામે દાંતના સડાનો રોગ ખૂબજ સામાન્ય બની ગયો છે.

 • મનુષ્યના દેખાવ તથા તંદુરસ્તીમાં સુંદર દાંતની અનેકગણી મહતા છે.સુંદર દાંત બતાવીને અપાતું હાસ્ય કે સ્મિત સહુને આકર્ષિત કરે છે.પાચનક્રિયામાં પણ દાંત મહત્વની ભૂમિકા છે.

લક્ષણો:

 • બીમારીના પ્રારંભે ઠંડા કે ગરમ પદાર્થોથી મોઢામાં સંવેદના થાય છે. દાંતમાં દબાણ પણ આવે.પછી દાંતના મૂળમાં આંચકા જેવી પીડા અનુભવાય છે. યોગ્ય સારવાર લેવાય નહીં,તો આખરે દાંત બહાર ખેંચી પવન કાઢવા પડે છે.

કારણો:

 • દાંતમાં સડો થવાનું મૂળ કારણ અયોગ્ય આહાર છે. ઠંડા પાણીનો અતિરેક, કેક, પેસ્ટ્રી, ગ્લુકોઝયુક્ત સાકર પદાર્થો દાંતનો સડો પેદા કરે છે. વિટામિનો અને મીનરલોની ઉણપ તેમજ ગ્લુકોઝ અને પ્રોટીન વચ્ચે સંતુલન ના રહેવાથી દાંતના સડાની શકયતા વધતી જાય છે.
 • ખોરાક લેતાં દાંતવચ્ચે ભરાયેલાં કણો બેક્ટેરિયાના વિકાસ માટે જવાબદાર બની ગોઠવાઈ જતાં હોય છે જેની મોંઢાનાં રસો પર ઘેરી અસરો પડે છે તેના પ્રત્યાઘાતો ઉભા થતાં દાંત પર હુમલો થાય છે. દાંતના એનિમલમાં સૂક્ષ્મ તિરાડ કે ક્ષતિ સર્જાતા દાંતને કવર કરી દેનારા આ મૂળ બંધારણમાંજ સહજપણે નુકસાન થાય છે.

સર્વરણમાં આહાર:

 • દાંતની મજબૂતી ક તંદુરસ્તીનો આધાર આહાર પર રહેલો છે.રોજ લેવામાં આવતાં ખોરાકની દાંત ઉપર ખાસ અસર રહે છે. દાંતને સડો,પેઢામાં થતો ચેપ અને દાંતના હાડકાં નષ્ટ પામતાં તેને આહાર દ્વારા જ અટકાવી શકાય છે.યોગ્ય અને સારો ખોરાક દાંતના જડબાના હાડકાને વધારે મજબૂત અને તંદુરસ્ત રાખી શકે છે.
 • તમામ મીઠાઈ કે મીઠાં પદાર્થો, રિફાઇન્ડ ખાદ્ય પદાર્થો, ફાઈબર વિનાના અને મેંદાના ઉત્પાદનોનાં કણો દાંતમાં ભરાઈ ને જમા થાય છે અને દાંતમાં સડો ઉત્તપન્ન કરે છે ભરપૂર કાચાં શાકભાજી, એક્દલ અનાજ અને તેનાથી બનેલી બ્રેડ વગેરે દાંત માટે સારા ખાદ્ય પદાર્થો છે. દાંતની મજબૂતી માટે દાંતમાં ઘસારો થવો આવશ્યક છે. એક્દલ અને ફાઈબરયુક્ત અનાજો દાંત પર વળગેલી છારી દૂર કરે છે. પરિણામે કેટલાંક ડેન્ટિસ્ટો આવા આહારને ‘ડિટરજન્ટ ખોરાકો’ તરીકે ઓળખાવે છે.
 • બાજરી,જુવાર અને તલ દાણા ખૂબજ ફાયદાકારક છે. તલ દાણા ખૂબ જ ફાયદાકારક છે. તલ દાણા કેલ્શિયમ થઈ સભર છે.દાંતનો સડો રોકવામાં કાંડાનો ઉપયોગ સારો છે. રશિયન તબીબ બી. પી. ટોહકિનના સંશોધન પ્રમાણે તેમણે અભિપ્રાય આપ્યો હતો કે, ત્રણ મિનિટ સુધી ચવાતો કાંદો દાંતના જંતુને દૂર કરવા માટે પુરતો બની રહે છે. કાંદાનો નાનો ટુકડો બગડેલા દાંત પર રાખવાથી પેઢાનાં દુખાવાને કે દાંતના દુખાવાને હળવો કરે છે.
 • નિયમિત સફરજન પણ દાંતનો દુખાવો અટકાવી મોઢાને તદ્દન સાફ રાખે છે. ડો. ટી. ટી. હંકસ તેમના પુસ્તક ‘ડેન્ટલ સર્વે’ માં કહે છે કે, ‘સફરજનમાં મોના શુદ્ધિકરણના ગુણ જેવો ગુણ બીજા કોઈજ ફળમાં રહેલો નથી. ભોજન પછી ખવાતું આ ફળ ટૂથ-બ્રશ જેવીજ અસર કરે છે અને તેના પોષક મૂલ્ય દ્વારા મોમાં પેદા થતી વધુ લાળ માટે ફાયદારૂપ છે.
 • સફરજન ચાવવાથી તેનાં રસો વડે પેઢાં પર જંતુનાશક ચેપ અવરોધક અસરો જન્મે છે. આમ તે દાંતને જાળવી રાખનારું કુદરતી ફળ છે તેથી દાંતના સડાની સમસ્યા દરમ્યાન લેવું આવશ્યક છે.

 • લીંબુમાં રહેલું વિટામિન સી પણ દાંત તથા પેઢા તંદુરસ્ત બનાવે છે. દાંત તથા પેઢાનો દુખાવો અને સોજો અસરકારકપણે રોકી શકાય છે પરિણામે લીંબુનો રોજિંદા આહારમાં ઉપયોગ કરવો જરૂરી છે.
 • દાંતમાં થતો સડો રોકવામાં કોઈ શું ખાય છે તે મહત્વનું છે જ પરંતુ તેની સાથે કેટલીકવાર ખાવામાં આવે છે તે પણ એટલુંજ મહત્વનું બની રહે છે. સતત થોડો નાસ્તો કે ખાદ્યા કરવાથી દાંતને જરૂર નુકશાન પહોંચે છે અને બેક્ટેરિયાનું જોર વધારનારા રસો વધતાંજ રહે છે.
 • વ્યક્તિ સાકરનો ખોરાકમાં કેટલો વપરાશ કરે છે તે પણ દાંતના સડાનું મૂળ પરિબળ છે, તેથી મીઠાઈઓ ભોજનો વચ્ચે ખાવા કરતાં ભોજન બાદ ખાવી.

બીજાં ઉપાયો :

 • દાંતનો સડો દૂર કરીને ઉભું થનારું પોલાણ ભરીને દાંતનો દુખાવો મટાડી શકાય છે. આ પોલાણમાં માવા કે (ગર) જેવું ભરાય તો દાંત ખેંચી કાઢવો હિતાવહ છે.
 • તંદુરસ્ત ચમકતા દાંત તેની યોગ્ય સફાઈ માંગે છે. આદર્શ રૂપે દરેક ભોજનો બાદ દાંત સ્વચ્છ કરવાં. ઉતાવળીયો બ્રશ ફેરવી દેવા કરતાં દાંતની દરેક બાજુએ ફેરવીને બ્રશ કરવો. ઉતાવળીયો બ્રશ કરવો એ સમયનો બગાડ જ છે અને બાહ્ય રીતે સાફ દેખાતા દાંતની છારીનાં પડ અને અમુક અદ્રશ્ય પારદર્શક તત્વો ભરાઈ રહે છે અને સડો પેદા કરે છે.
 • દાંત સાફ રાખવા અંગે દાંતના તબીબો ગોળાકાર ઉપર નીચે ફેરવીને બ્રશ કરવાની સલાહ આપે છે, તેનાથી દાંતના બધા ભાગ બરાબર સાફ રહે છે. પેઢા ઉપર બ્રશ ફેરવવાથી હળવી ઉતેજના થતાં પેઢામાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે.
 • હકીકતમાં, દાંતની છારી દૂર કરવા માટે ટૂથપેસ્ટ આવશ્યક નથી, જો કે ઘણાં લોકો એનો ઉપયોગ કરે છે. એ મોઢામાં તાજગી અવશ્ય આપે છે. આવી અનેક પ્રકારની ટૂથપેસ્ટઓમાં ઉમેરાયેલું ફ્લોરાઇડ બાહ્ય એનેમલન દ્રઢ અને સખત બનાવવામાં મદદરૂપ છે અને સડાની શકયતા ઘટે છે.

દાંતના સડામાં સારવારની યાદી

આહાર

સમૃદ્ધ એવો સારો ભરપૂર સમતોલ આહાર, જેમાં એકદલ અનાજ અને કાચાં શાકભાજીને ખાસ પ્રાધાન્ય આપનારો એવો આહાર નીચે મુજબ દર્શાવવામાં આવ્યો છે :

૧. સવારે નરણાકોઠે : એક ગ્લાસ હૂંફાળું પાણી અર્ધા તાજા લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને.

૨. સવારનો નાસ્તો : તાજું ફળ, એક ગ્લાસ દૂધ મધ ભેળવીને અને બી કે  સૂકા મેવાં.

૩. બપોરનું ભોજન : તાજાં વરાળ બાફેલા કે હળવા રાંધેલા શાકભાજી, એક્દલ ઘઉંની રોટલી અને એક ગ્લાસ છાશ.

૪. સાંજે ડિનરમાં : એક વાટકો જેટલાં તાજા કાચા શાકભાજીનું સલાડ અને  કઠોળ જેવા કે રજકો, મગ, લીંબુનો રસ અને વેજીટેબલ ઓઈલનો ડ્રેસિંગ સાથે, ત્યારબાદ ઈચ્છામુજબ કોઈ ગરમ ખાદ્યપદાર્થ લઇ શકાય.

ત્યજવું : મીઠાઈ, પોલિશ શુદ્ધ આહારો, મેંદો અને સાકરની બનાવટો, ચા, કોફી, માંસાહાર, મસાલા, અથાણા અને વારંવાર ખવાતા નાસ્તા

ખાસ ફાયદાકારક : એક્દલ અનાજના ખાદ્યપદાર્થો ખાસ કરીને બાજરી જુવાર અને તલદાણા, કાચા કાંદા, સફરજન, લીંબુ અને લાઈમ

અન્ય ઉપાયો 

૧. ગોળાકાર પધ્ધતિએ બ્રશ ફેરવીને દાંત યોગ્ય રીતે સાફ રાખવા.

૨. દાંતનું પોલનભરીને તેમાં ભરાયેલો સડો દૂર કરી દેવો.

આર્ટિકલ પસંદ આવી હોય તો શેર અવશ્ય કરજો. આભાર

અવનવી વિશેષ માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

આવા બીજા લેખ સૌથી પહેલાં વાંચવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી વેબસાઈટ. આભાર..

નોધ: આ લેખની copy કરવી નહીં.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here