પ્રખ્યાત સ્વામિનારાયણ મસાલા ખીચડી બનાવવાની રીત જાણો

0
19548

જે અમે તમારી માટે સ્વામિનારાયણ ભગવાનને ધરાવવામાં આવતા સ્પેશિયલ થાળની રેસિપી લઈને આવ્યા છીએ. સ્વામિનારાયણ મંદિરમાં મળતી ખીચડીનું નામ સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી ગયું ને? આપણને હંમેશા એવો પ્રશ્ન થાય કે, આ ખીચડી બનતી કઈ રીતે હશે કે, આટલી સ્વાદિષ્ટ લાગે છે. બસ તો આજે અમે તમારી માટે આ સ્પેશિયલ ખીચડીની રેસિપી લઈને આવ્યા છીએ. તો આજે જ નોંધી લો.

સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત

સામગ્રી

 • 1 કપ ચોખા
 • 1/2 કપ તુવેર દાળ
 • 2 નંગ લવિંગ
 • 1 ટુકડો તજનો
 • 1/4 ટીસ્પૂન હળદર
 • 2 ટેબલસ્પૂન ઘી
 • 2 ટેબલસ્પૂન ફ્રેસ દહીં
 • ટેબલસ્પૂન કોથમીર સમારેલી
 • મીઠું સ્વાદાનુસાર
 • શાકભાજી
 • 1 મધ્યમ કદના બટાટા સમારેલા
 • 1 મધ્યક કદનું ટામેટું સમારેલું
 • 1/2 કપ મિક્ષ વેજિટેબલ(વટાણા, ગાજર, કેપ્સિકમ, રીંગણ વગેરે)

અન્ય સામગ્રી

 • 1 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
 • 1 ટીસ્પૂન રાઈ
 • 1/4 ટીસ્પૂન હળદર
 • 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર
 • 2 ટેબલસ્પૂન ઘી

રીત

 1. સૌપ્રથમ તુવેરની દાળ અને ચોખાને ધોઈ લો.
 2. ત્યાર બાદ તેને 15 મિનિટ માટે પલાળી દો.
 3. હવે એક પેનમાં ઘી ગરમ કરો. ગરમ થાય એઠલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં આદું-મરચાંની પેસ્ટ અને હળધર ઉમેરીને અડધી મિનિટ માટે સાંતળો.
 4. ત્યાર બાદ તેમાં બટાટા ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરીને સાંતળો.
 5. હવે તેમાં બાકીના શાકબાજી ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. અને એકાદ મિનિટ સાંતળ્યા બાદ ગેસ બંધ કરીને તેને ઢાંકીને એકબાજુ મૂકો.
 6. હવે એક પ્રેશર કૂકરમાં 2 ચમચી ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં લવિંગ, તજ અને હળદર ઉમેરીને બરાબર સાંતળો. અડધી મિનિટ સાંતળ્યા બાદ તેમાં તુવેર દાળ ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરીને સાંતળો.
 7. હવે તેમાં અડધો કપ પાણી અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરીને ઉકળવા દો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં ચોખા અને વગાર કરેલા શાકભજી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
 8. હવે તેમાં લાલ મરચું પાવડર અને ધાણા પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
 9. ત્યાર બાદ તેમાં ચાર કપ પાણી ઉમેરીને એકવાર ફરી મિક્ષ કરીને કૂકર બંધ કરી દો. બે સીટી વગાડો. કૂકર ઠંડુ થાય એટલે ખીચડીમાં દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ કઢી સાથે સર્વ કરો.

Photo and Recipe courtesy: BAPS Swaminarayan Sanstha(www.swaminarayan.org)

અવનવી વાનગીઓ ગુજરાતીમાં માહિતી મેળવવા માટે  Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here