સૂર્યમુખીના ફૂલના ફાયદા : હૃદયરોગ, સંધિવા અને હાડકાના રોગો માટે વરદાનરૂપ છે.

0
4958
સુર્યમુખીના બીજના ફાયદા

સૂર્યમુખીનાં બીજ ખાવાથી સ્વાસ્થ્યમાં ઘણા ફાયદા થાય છે. એના બીજમાં સારા એવા પ્રમાણમાં વિટામીન ઈ અને અન્ય ખનીજ પદાર્થ હોય છે, જે માથાથી લઈને પગ સુધીના રોગોમાં ફાયદાકારક છે. અત્યારે લોકો પોતાની જાતે જ અળસી, તલ અને સૂર્યમુખીના બીજ જાતે જ લઇ રહ્યા છે.

હૃદયરોગ, સંધિવા અને હાડકાના રોગો માટે વરદાનરૂપ છે સૂર્યમુખીના ફૂલ

જાણો સુતા પહેલાં લવિંગ ખાવાથી આ ફાયદા થાય છે.

આ સૂર્યમુખીના બીજ ખાવામાં સ્વાદિષ્ટ પણ હોય છે અને ખાવાથી શરીરમાં પોષણ પણ મળે છે. દરેક સ્ટોરમાં ઉપલબ્ધ હોય છે. સૂર્યમુખીના બીજ કોલેસ્ટ્રોલ ઘટાડે છે સાથેસતે હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો કરે છે. ત્વચામાં નિખાર આવે છે અને વાળની પણ વૃદ્ધી થાય છે.

સુર્યમુખીના બીજના ફાયદા

સુર્યમુખીના (Sunflower) ફૂલના ફાયદા :

૧. હૃદયને સ્વસ્થ રાખે છે : સુર્ય્મુખીમાં વિટામીન સી હોય છે જેનાથી હૃદયરોગની બીમારી ઓછી આવે છે. સાથે સાથે વિટામીન ઈ કોલેસ્ટ્રોલને લોહીની ધમનીઓમાં જામ થતા અટકાવે છે અને હાર્ટ એટેકની તથા સ્ટ્રોકની સંભાવના એકદમ ઓછી કરી દે છે.

ગોળ ખાવાના આટલા ફાયદા જાણીને તમે આજે જ ગોળ ખાવાનું શરુ કરી દેશો.

૨. હૃદયરોગ, સંધિવા અને હાડકાના રોગો માટે વરદાનરૂપ છે સૂર્યમુખીના ફૂલ : સુર્ય્મુખીમાં મોનો અને પોલીસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે જે એક ફાયદાકારક ફેટ કહેવાય છે. આ ફેટ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે. સાથેસાથે આમાં રહેલું ફાઈબર પણ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે.

૩. કબજીયાતની સમસ્યા દુર રાખે છે : ફાઈબર હોવાને કરને સૂર્યમુખીના બીજ ખાવાથી કબજીયાતની સમસ્યા દુર થઇ જાય છે.

૪. કેન્સરથી દુર રાખે છે સૂર્યમુખીના ફૂલ : આ બીજમાં વિટામીન ઈ, સેલીયમ અને કોપર હોય છે, જેમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો હોય છે. રીસર્ચ અનુસાર પેટ, પ્રોસ્ટ્રેટ અને બ્રેસ્ટ કેન્સરમાં લાભદાયી નીવડે છે.

સવારે વાસી મોઢે પાણી પીવાથી આ ફાયદા થાય છે : અચૂક વાંચો અને શેર કરો.

૫. ત્વચાને નિખારે છે : સૂર્યમુખીના બીજનું તેલ ત્વચાની તાજગી બનાવી રાખે છે અને બેક્ટેરિયા સામે લડે છે.

૬. હાડકા કરે છે મજબુત : આ બીજમાં કેલ્સિયમની માત્ર ભરપુર પ્રમાણમાં હોય છે, જેનાથી હાડકા મજબુત થાય છે. સાથેસાથે હાડકામાં લચીલાપણું આવે છે. સંધિવા અને સોજામાં આમાં રહેલું વિટામીન ઈ ખુબ જ સારું છે.

સુર્યમુખીના બીજના ફાયદા

૭. મગજની શાંતિ માટે : સુર્યમુખીના બીજ મગજને શાંત રાખે છે. આમાં રહેલું મેગ્નેશિયમ મગજની નસોને શાંત કરે છે તથા સ્ટ્રેસ અને માઈગ્રેનથી છુટકારો આપે છે.

૮. સંધિવાથી બચાવે છે : જે લોકો સંધિવાની બીમારીથી ડરે છે તેના માટે સૂર્યમુખીનું તેલ સૌથી સારો ઉપાય છે. સૂર્યમુખીનું તેલ rheumatoid arthritis ને રોકવામાં મદદ કરે છે. એટલા માટે જેને પણ સંધિવાનો પ્રશ્ન હોય તેમણે ખાસ આ તેલનો ઉપયોગ કરવો જોઈએ.

હાર્ટ બ્લોકેજ ખોલવા સૌથી સારી અને સાચી અદ્ભુત જડીબુટ્ટી

૯. અસ્થમા અને પેટનાં કેન્સરથી બચાવે છે : બીજા તેલની સરખામણીએ સૂર્યમુખીના તેલમાં વધુ પ્રમાણમાં વિટામીન ઈ હોય છે તેથી દરરોજ ભોજનમાં સુર્યામુખીનું તેલ વાપરવું જોઈએ. એમાંથી અસ્થમા અને પેટનાં કેન્સર સંબંધિત રોગોમાં રાહત મળે છે.

સુર્યમુખીના બીજના ફાયદા

તો આ હતા સૂર્યમુખીના બીજ અને તેના તેલના ફાયદાઓ, જો તમે કોઈ ઘરેલું ઉપચાર જાણતા હોય તો અમને અચૂક જણાવો મેસેજ દ્વારા અથવા મેઈલ bornpedia@gmail.com પર.

Bornpediaનો આ આર્ટીકલ વાંચવા બદલ આભાર..

સ્વાસ્થ્ય વિશેના બીજા લેખ વાંચવા અહી ક્લિક કરો.

 

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here