સુંદરતા વધારવા માટે માત્ર મેકઅપ જ નહીં પરંતુ જરૂર છે યોગ્ય ડાયેટની, જાણી લો આ ડાયેટ પ્લાન.

0
3434

દરેક વ્યક્તિઓ એવું ઇચ્છતા હોય છે કે તે કાયમી માટે સુંદર દેખાતા રહે લોકો કાયમી માટે સુંદર દેખાવા માટે પોતાના ચહેરા ઉપર વિવિધ પ્રકારના મેકઅપ કરાવતા હોય છે. અને પોતાની સુંદરતા વધારવા માટે હજારો રૂપિયાની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. કોઈપણ વ્યક્તિની સુંદરતાને વધારવા માટે મેકઅપ થોડે ઘણે અંશે જ કામ લાગે છે. પરંતુ જ્યાં સુધી વ્યક્તિની અંદર નેચરલ સુંદરતા ન આવે ત્યાં સુધી આ મેકઅપ અને ટ્રીટમેન્ટ નકામી છે.

જો તમારે પણ તમારા ત્વચાની સુંદરતા વધારવી હોય તો હંમેશા ને માટે તમારે જરૂર પડે છે. સંતુલિત આહાર અને પોષ્ટીક ભોજન ની જો યોગ્ય માત્રામાં સંતુલિત આહાર અને પોષ્ટીક ભોજન લેવામાં આવે તો તેના કારણે તમારા શરીરને જરૂરી એવા પોષક તત્વો મળે છે. અને સાથે સાથે તમારા ત્વચાની અંદર કુદરતી રીતે નિખાર આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ડાયટ પ્લાન વિશે કે જેના દ્વારા તમે પણ તમારા ચહેરાને બનાવી શકો છો એકદમ સુંદર.

લીક્વીડ ડાયેટ

ચહેરા ઉપર થયેલા દાગ-ધબ્બા માંથી છુટકારો મેળવવા માટે પાણીથી સુંદર વસ્તુ કોઈ ન હોઈ શકે. પાણી તમારા શરીરની અંદર રહેલા ઝેરી પદાર્થોને બહાર ફેંકી દે છે. આથી દિવસ દરમિયાન શક્ય હોય તો ત્રણ થી ચાર લિટર જેટલું પાણી પીવું જોઈએ. આ ઉપરાંત અમે હર્બલ-ટી સૂપ ફળ અને શાકભાજીનું જ્યુસ પણ પી શકો છો. તમારા ડાયેટ ની અંદર દિવસ દરમિયાન વધુ માત્રામાં પાણી પીવાના કારણે તમારી ત્વચાની અંદર કુદરતી રીતે ચમક આવે છે અને સાથે સાથે તમારી ત્વચા ટાઈટ પણ રહે છે.

પ્રોટીન ડાયેટ

પ્રોટીન પણ તમારા ત્વચા માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. અને આથી તમારા ભોજનની અંદર નિયમિત રૂપે પ્રોટીન લેવું જોઈએ. આ માટે ભોજનની અંદર પ્રોટીનયુક્ત ખોરાક જેવા કે દૂધ સોયાબીન દાળ અને અંકુરિત કઠોળ નું સેવન કરવું જોઇએ. જેથી કરીને તમારા શરીરને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળી રહે પ્રોટીનયુક્ત ખોરાક ખાવાના કારણે તમારી ત્વચા પર નવી કોશિકાઓનું નિર્માણ થાય છે.

 

સલાડ

ચમકદાર ત્વચા મેળવવા માટે તમારે ભરપૂર માત્રામાં સલાડ ખાવાની જરૂર છે. જો દિવસ દરમિયાન સલાડનું સેવન કરવામાં આવે તો તેના કારણે બીટા-કેરોટીન વિટામિન સી અને વિટામિન ઇ મળી રહે છે. જે તમારી ત્વચાને કુદરતી ચમક પૂરી પાડે છે. અને સાથે સાથે તેની અંદર રહેલા એન્ટી-ઓક્સિડન્ટ તમારી ત્વચાની સુંદરતાને નિખારી દે છે.

 

અનાજનું સેવન

ત્વચાને સુંદર બનાવવા માટે અનાજ દાળ તાજા અને કાચા ફળો તથા શાકભાજી અને લીલા પાંદડાવાળી શાકભાજી ખુબ જ ઉપયોગી સાબીત થાય છે. આવી વસ્તુઓને જો નિયમિત રૂપે તમારા ડાયટ ની અંદર સામેલ કરવામાં આવે તો તેના કારણે તમારી ત્વચાને કુદરતી રીતે પોષણ મળે છે અને તમારી ત્વચા એકદમ ચમકદાર બની જાય છે.

એન્ટિઓક્સિડન્ટ ફૂડ

ચહેરા ઉપર થયેલી કરચલીઓને દૂર કરવા માટે એન્ટિઓક્સિડન્ટ યુક્ત ફૂડનું સેવન ખૂબ જ જરૂરી છે, તે ફ્રી રેડિકલ્સને નુકસાનથી બચાવે છે. સાથે સાથે ત્વચા ઉપર રહેલી કરચલીઓને પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.


વિટામિન સી

તમારા ભોજનની અંદર શક્ય હોય તેટલું વિટામીન સી લેવું. કેમ કે વિટામીન સી ના કારણે તમારી ત્વચાની અંદર લચીલાપણું આવે છે. અને સાથે સાથે તમારી ત્વચા ચમકદાર પણ બનતી રહે છે. આ માટે તમારા ભોજનની અંદર ખાટા ફળો જેવા કે લીંબુ, સંતરા, આંબળા, અનાનસ, અંકુરિત દાળ અને લીલા મરચા ને ઉમેરો.

મોસમી ફળો

ત્વચાને કુદરતી રીતે પોષણ પૂરું પાડવા માટે અને તમારી ત્વચાને સુંદરતા નિખારવા માટે શક્ય હોય ત્યાં સુધી મોસમી ફળો ખાવાનું પસંદ કરો. કેમ કે મોસમી ફળો ની અંદર તે સમયે આપણા શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો મળી રહે છે અને આથી જ જે તે સમયે મોસમી ફળો આપણી ત્વચાની સુંદરતા વધારવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. મોસમી ફળો તમારી તો ચાલે પણ સુંદર બનાવે છે અને સાથે-સાથે તમારા શરીરને પણ મજબૂતી આપે છે.

વિટામિન ઇ યુક્ત ખોરાક

ત્વચાની સુંદરતા વધારવા માટે વિટામીન ઈ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આથી જ જો તમારા ભોજનની અંદર વિટામિન ઈથી ભરપૂર વસ્તુઓને સામેલ કરો તો તેના કારણે તમારી ત્વચામાં સુંદરતા આવે છે. આ માટે તમારે વિટામીન એથી ભરપૂર ખોરાક જેવા કે એવોકાડો, ફ્લેક્સ, રાજમાં, અને સોયાબીન જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here