આંખમાં થતી આંજણીને દૂર કરવા માટે અપનાવો આ ચાર કારગર ઉપાય

0
4827

આંખો ઉપર થતી આંજણી આંખની પાપણમાં રહેલા ઓઈલનું એક પ્રકારનું સંક્રમણ છે, જે વારંવાર મેકઅપ કરવાના કારણે અથવા તો અન્ય કારણોસર થઈ શકે છે. સામાન્ય રીતે હોર્મોન્સ ની અંદર થતા બદલાવ અને માનસિક તણાવ પણ આંખ માં થતી આંજણીનું મુખ્ય કારણ હોઇ શકે છે. સામાન્ય રીતે તે આંખની બહાર અને આંખની અંદર આમ બંને બાજુ હોઈ શકે છે. જે વ્યક્તિની આંખમાં આંજણી થાય છે તે વ્યક્તિને અસહ્ય દુખાવો થતો હોય છે અને જ્યારે આંજણી થાય છે ત્યારે અંદાજે એક અઠવાડિયા સુધી તેનો દુખાવો સહન કરવો પડે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા કારગર ઘરેલૂ ઉપચાર કે જેના દ્વારા તમે તરત જ આંજણી ની સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો.

આંખો ઉપર થતી આંજણી

હળદર

હળદર એક એવો મસાલો છે જે તમારા શરીરના દરેક રોગને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે આંખ માં થતી આંજણી ને દૂર કરવા માટે હળદર ખુબ જ ઉત્તમ ઔષધ સાબિત થાય છે. આ માટે એક વાસણ ની અંદર બે કપ જેટલું પાણી લઈ તેની અંદર એક ચમચી હળદર ઉમેરી પાણીને બરાબર ઉકાળી લો. ત્યારબાદ તે પાણીને ઠંડુ થવા દો ત્યારબાદ એક કપડું લઈ આ પાણીને આંખ ઉપર થયેલી આંજણી માં લગાવો આમ કરવાથી આંજણી માં તરત જ રાહત મળે છે.

એલોવેરા જેલ

જો તમારી પાસે એલોવેરા જેલ હોય તો તે આંજણી ની સમસ્યાને દૂર કરવા માટેનું સર્વ શ્રેષ્ઠ ઘરેલૂ ઉપચાર સાબિત થાય છે. આ માટે આંજણી ઉપર એલોવેરા જેલ ને વીસ મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ સાફ પાણીથી તેને ધોઈ લો. આમ કરવાથી તમારી આંજણી ની આસપાસ રહેલા બેક્ટેરિયા દૂર થઈ જશે જે આંજણીના  સંક્રમણને રોકે છે અને આંજણીની સમસ્યાને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

ગ્રીન ટી

આંખ ની આંજણી ઉપર ગ્રીન ટી લગાવવાના કારણે ક્યાં આવતો સોજો અને તેમાં થતો દુખાવો તરત જ દૂર થઈ જાય છે. ગ્રીન ટી ને ગરમ કરી આંધળી ઉપર લગાવવા ના કારણે આંજણી માંથી તરત જ રાહત મળે છે.

જામફળના પાન

કોઈપણ પ્રકારના ઘા ઉપર લાગેલા બેક્ટેરિયાના સંક્રમણને દૂર કરવા માટે જામફળ ના પાન ખુબ ઉપયોગી સાબિત થાય છે. આમ કરવા માટે કોઈપણ સાફસુથરા કાપડ ની અંદર ચાર થી પાંચ જામફળના પાન લઇ તેને ગરમ પાણીની અંદર ઉકલી લો. ત્યારબાદ એ પાન સુકાઈ જાય એટલે તેના દ્વારા આંજણીની ઉપર તેનો સેક કરો. આમ કરવાથી આંજણી ની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળશે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here