ઇજાના કારણે કોઈપણ જગ્યાએથી નીકળતું લોહી અટકી જશે માત્ર એક જ મિનિટમાં. અપનાવો આ આસાન નુસખા.

0
5454

ઘણી વખત જ્યારે આપણને કોઈપણ જગ્યાએ ઘાવ લાગે છે, ત્યારે અચાનક જ આપણા શરીરમાંથી લોહી વહેવા લાગે છે. જો શરીરમાં થી વધુ માત્રા ની અંદર લોહી નીકળી જાય તો તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે, અને આથી જ તેને રોકવું ખૂબ જ જરૂરી છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલુ ઉપચાર કે જેના દ્વારા તમે માત્ર એક જ મિનિટની અંદર વહેતું લોહી અટકાવી શકશો.

બરફનો ઉપયોગ : અચાનક કોઈ જગ્યાએ ઘાવ લાગ્યો હોય અને લોહી વહેવા લાગ્યું હોય તો તેને બંધ કરવા માટે બરફનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે જે જગ્યાએથી લોહી વહેતું હોય તે જગ્યા બળફને ઘસવાથી એ જગ્યાએ લોહી જામવા લાગે છે અને સાથે સાથે દુઃખાવો  પણ ઓછો થઈ જાય છે.

ફટકડી : ફટકડીની અંદર એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આથી શરીરમાં કોઈ જગ્યાએ ઘાવ લાગ્યો હોય હોય તે જગ્યાએ ફટકડી ઘસવાના કારણે લોહી તરત જ બંધ થઈ જાય છે. આ ઉપરાંત ફટકડીનો ઉપયોગ કરવાના કારણે તે જગ્યાએ ઇન્ફેક્શનનો ડર પણ રહેતો નથી.

હળદર : હળદર ની અંદર પણ એન્ટીબેક્ટેરિયલ અને દર્દ નિવારક ગુણ હોય છે. આ ઉપરાંત તે કોઈપણ આવેલા સોજાને પણ ઓછો કરી દે છે. જો કોઈ જગ્યાએ લાગ્યું હોય તે જગ્યાએ તરત જ હળદર લગાડી દેવામાં આવે તો તરત જ લોહી બંધ થઈ જાય છે અને સાથે સાથે સોજો આવ્યો હોય તો તે પણ ઓછો થઈ જાય છે.

ટી બેગ : ટી બેગ કોઈપણ જગ્યાએ વહેતા લોહીને બંધ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ચા ની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આથી જ તે લોહી તો બંધ કરી દે છે. સાથે સાથે તે જગ્યા ઇન્ફેક્શન પણ થવા દેતું નથી. આ માટે સૌપ્રથમ ટી બેગને 10 સેકન્ડ સુધી પાણીની અંદર પલાળી રાખો. ત્યારબાદ જે જગ્યાએ લાગ્યું હોય ત્યાં દબાવી દો તરત જ લોહી બંધ થઈ જશે.

ખાંડનો ભુક્કો : ખાંડની અંદર એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. આથી તેનો ઉપયોગ કરીને વહેતુ લોહી તો અટકાવી શકાય છે. સાથે સાથે ઇન્ફેક્શનના ખતરાથી થી પણ બચી શકાય છે. આ માટે જે જગ્યાએ લાગ્યું હોય તે જગ્યાએ ખાંડનો પાવડર લગાવી દેવામાં આવે તો તરત જ વહેતુ લોહી લોહી બંધ થઈ જાય છે.

પેશાબ : જો કોઈ જગ્યાએ લાગ્યું હોય તો તરત જ તે જગ્યા ઉપર તમારો પોતાનો જ પેસાબ રેડવામાં આવે તો તેના કારણે તે જગ્યાએ થી વહેતું લોહી તરત જ બંધ થઈ જાય છે. સાથે સાથે ત્યાં ઇન્ફેક્શન થવાનો ખતરો રહેતો નથી.

આમ આ રીતે આવા ઘરેલુ ઉપચાર દ્વારા તમે પણ કોઈપણ જગ્યાએથી વહેતું લોહી માત્ર એક જ મિનિટમાં અટકાવી શકો છો.

જો તમે કોઈ ઘરેલું ઉપચાર જાણતા હોય તો અમને અચૂક જણાવો મેસેજ દ્વારા અથવા મેઈલ bornpedia@gmail.com પર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો..

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here