પેટમાં રહેલા કૃમિ દૂર કરવા માટે રાત્રે ટમેટાંની સાથે ખાવ આ વસ્તુ, આનાથી સરળ ઉપાય કોઈ નહીં જણાવે.

0
7753

આપણે ત્યાં ટમેટાને અનેક રીતે ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવે છે. મોટેભાગે ટમેટા નો ઉપયોગ શાક ની અંદર ગ્રેવી બનાવવા માટે અને કાચું બનાવવા માટે કરવામાં આવે છે. લગભગ દરેક પ્રકારનું શાક બનાવતી વખતે તેની અંદર ટમેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ટમેટામાંથી સ્વાદિષ્ટ સૂપ, જ્યુસ અને ચટણી પણ બનાવવામાં આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે રાત્રે સૂતી વખતે ટમેટાનું સેવન કરવાના કારણે આપણા શરીરને કયા પ્રકાર ના ફાયદા થાય છે.

ટમેટા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી, લાઈકોપીન, પોટેશિયમ અને ફાઇબર હોય છે. ટમેટા નું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર જમા થયેલ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આ ઉપરાંત ટમેટાનું સેવન કરીને તમે તમારું વજન પણ કંટ્રોલમાં કરી શકો છો. ટમેટા ની એક ખાસિયત છે કે તેને ગરમ કર્યા બાદ પણ તેની અંદર રહેલા વિટામિન અને પોષક તત્વો નાશ પામતા નથી અને આથી જ ટમેટાનું સેવન કરવાના કારણે આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.

ટમેટાના ગુણ

🍅 સવાર સવારમાં વાસી મોઢે ટમેટા ખાવાના કારણે આપણા શરીરને ખૂબ જ ફાયદો પહોંચે છે.

🍅 જો બાળકોને સુકા ખરજવા ની સમસ્યા થઇ હોય તો અડધા ગ્લાસ ટમેટાના રસનું સેવન કરાવવાના કારણે બાળકોને આ રોગમાંથી છુટકારો મળે છે.

🍅 બાળકોના વિકાસ માટે ટમેટા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો દરરોજ નિયમિત રૂપે 3 પાકેલાં ટમેટાં નું સેવન કરવામાં આવે તો તેના કારણે બાળકોનો વિકાસ ખૂબ ઝડપથી થાય છે.

🍅 શરીરનો મોટાપો દૂર કરવા માટે અને વજનને ઓછું કરવા માટે પણ ટમેટા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો સવાર સાંજ એક ગ્લાસ જેટલું ટમેટા નું જ્યુસ પીવામાં આવે તો તેના કારણે તમારું વજન ઓછો થઈ જાય છે.

🍅 જો કોઈ પણ વ્યક્તિને વાની સમસ્યા હોય તો એક ગ્લાસ જેટલા ટામેટાંના રસની અંદર સૂંઠ મેળવી તેની અંદર એક ચમચી જેટલા અજમા નું ચૂર્ણ ભેળવી સવાર-સાંજ પીવામાં આવે તો વાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

🍅 ગર્ભવતી મહિલાઓ માટે પણ ટમેટા ખૂબ જ ફાયદાકારક હોય છે ગર્ભાવસ્થા દરમિયાન જો સવારમાં એક ગ્લાસ જેટલા ટમેટાના રસનું સેવન કરવામાં આવે તો બાળકના વિકાસમાં ખૂબ ફાયદો થાય છે.

🍅 નિયમિતરૂપે ટમેટાનું સેવન આપણા પેટ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. નિયમિત રૂપે ટમેટાનું સેવન કરવાના કારણે આપણું પેટ સાફ રહે છે.

🍅 કફની સમસ્યા ધરાવતા દર્દીઓ માટે પણ ટામેટાંનો સેવન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

🍅 જો પેટની અંદર કૃમિ થયા હોય તો દરરોજ સવારમાં ભૂખ્યા પેટે ટમેટા ની અંદર કાળા મરીનો પાવડર ભેળવી અને સેવન કરવાના કારણે ખૂબ જ ફાયદો પહોંચે છે.

🍅 જમ્યા પહેલા બે થી ત્રણ ટમેટાને કાપી લઇ તેની અંદર કાળા મરીનો પાઉડર, સિંધવ નમક અને ધાણા-જીરુનો પાવડર ભેળવી તેનું સેવન કરવાના કારણે તમારા ચહેરા ઉપર કુદરતી લાલી આવે છે.

🍅 ટમેટાના રસની અંદર કાચું દૂધ અથવા તો લીંબુ ભેળવી ચહેરા પર લગાવવા ના કારણે ચહેરા પર કુદરતી ચમક આવે છે.

🍅 જો નિયમિત રૂપે ટમેટાનું સેવન કરવામાં આવે તો તેના કારણે અનેક પ્રકારના ગંભીર રોગો જેવા કે ડાયાબીટીસ, પેસાબ સબંધી સમસ્યા અને જૂનામાં જૂની કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.

🍅 આમ જો નિયમિત રૂપે ટમેટા નું સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા પહોંચે છે. જો તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા પેટની અંદર રહેલા બધા જ કૃમિ નાશ પામે છેઅને આપણે કાયમી માટે સ્વસ્થ રહી શકીએ છીએ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here