સોનાલી બેન્દ્રેને થયું છે હાઈગ્રેડ કેન્સર. જાણો તેના કારણો અને ઉપચાર

0
7282

સામાન્ય રીતે બોલિવૂડ સેલિબ્રિટી મોટાભાગના લોકોના આઇડલ હોય છે. હમેશાં માટે લોકો એવું ઇચ્છતા હોય છે કે તે પોતાના સેલીબ્રીટીની જેમ જ જીવન જીવી શકે. પરંતુ એ વાત પણ સાચી છે કે બોલિવૂડની ચમકતી દુનિયા ની પાછળ પણ એક કાળું અંધારું છવાયેલું છે. હોલીવૂડની મશહુર એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પણ પોતાના જીવનના એવા જ એક અંધારા નો ખુલાસો કર્યો છે. હકીકતમાં તો સોનાલી બેન્દ્રે હાઈગ્રેડ કેન્સર થયેલું છે અને હાલમાં અમેરિકા ની અંદર તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.

સોનાલી બેન્દ્રે હાલમાં ઓફિસિયલ રીતે જાહેર કર્યું છે કે તેને હાઈગ્રેડ કેન્સર થયેલું છે. જે તેના શરીરના અન્ય ભાગો ની અંદર પણ ફેલાઈ ગયું છે અને જ્યારે તેના શરીરની અંદર આ કેન્સર ફેલાઈ રહ્યું હતું ત્યારે તેને એ વાતની જાણ પણ નહોતી. સોનાલી બેન્દ્રે પોતાના શરીરની અંદર થઇ રહેલા એક મામૂલી દુખાવાની ચેક અપ કરાવતી વખતે જાણવા મળ્યું કે તેના શરીરની અંદર ખૂબ ખરાબ રીતે કેન્સર ફેલાઈ ગયું છે અને આથી જ સોનાલી બેન્દ્રે તેની ટ્રીટમેન્ટ કરાવવા માટે અમેરિકા જવું પડ્યું છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે શરીરની અંદર થતા હાઈગ્રેડ કેન્સર થવા પાછળના કારણો અને તેના ઉપચાર.

હાઈગ્રેડ કેન્સર

આ કેન્સર શરીરની અંદર રહેલી કોશિકાઓને પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે શરીરની અંદર રહેલા નવા અને જૂના કોષની બદલાવની પ્રક્રિયા ની અંદર આ કેન્સર થવાની સંભાવના માં વધારો થઈ જાય છે. સામાન્ય રીતે આપણા શરીરની અંદર કાયમી માટે અમુક નવા સેલ્સ બનતા હોય છે અને જૂના સેલ તૂટતા જતા હોય છે. જેના ગંઠનના કારણે કેન્સર થવાની સંભાવના વધી જાય છે. હાઈગ્રેડ કેન્સર ની અંદર સામાન્ય કેન્સર કોષો કરતા અલગ દેખાતા હોય છે અને તેનો ઉપચાર પણ કંઈક અલગ રીતે કરવો પડતો હોય છે. જો તેનો યોગ્ય સમયે ઉપચાર કરવામાં ન આવે તો તેના કારણે આ કેન્સર ની સમસ્યા વધતી જાય છે અને ત્યારબાદ તેનો ઉપચાર શક્ય બનતો નથી.

હાઈગ્રેડ કેન્સરના ઉપચાર

જ્યારે કોઈ પણ વ્યક્તિને હાઈગ્રેડ કેન્સર થયું હોય ત્યારે તેને યોગ્ય સમયે સારવાર લેવી જરૂરી છે. કેમકે, જો સારવાર લેવાની અંદર મોડું થઈ જાય તો તેના કારણે આ કેન્સર તમારા સમગ્ર શરીરની અંદર ફેલાઈ જાય છે. જેથી કરીને વ્યક્તિ પોતાનો જીવ પણ ગુમાવી શકે છે. આ કેન્સરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અનેક પ્રકારની સર્જરી અને ટાર્ગેટેડ થેરાપીનો ઉપયોગ કરવો પડે છે. જેથી કરીને વ્યક્તિના શરીરની અંદર ફેલાયેલા કેન્સરના કોષોને નાશ કરી શકાય છે અને વ્યક્તિ પોતાના જીવ થી બચી શકે છે.

જ્યારે શરીરની અંદર હાઈગ્રેડ કેન્સર થયું હોય ત્યારે પ્રકારની રેડીયોગ્રાફી થેરાપી અને ટાર્ગેટ થેરાપી દ્વારા તમારા શરીરની અંદર ફેલાયેલા કેન્સરના કોષોને ધીમે-ધીમે કરીને નાશ કરવામાં આવે છે કે જેથી કરીને તેની અંદર રહેલા તમારા સારા કોષોને કોઈપણ જાતનું નુકસાન ન થાય અને શરીરની અંદર રહેલી કેન્સરની કોશિકાઓ નષ્ટ પામે. આ થેરાપી એટલી હદે ખતરનાક હોય છે કે જેના કારણે તમારા શરીર પર રહેલા વાળ પણ ખરી જાય છે. પરંતુ જો યોગ્ય સમયે તેનો ઇલાજ કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર ફેલાયેલું હાઈગ્રેડ કેન્સર પણ દૂર થઈ શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here