સાઇનસથી થતી મુશ્કેલીઓને દૂર કરવા અપનાવો આ 5 ઘરેલું ઉપાય.

0
8326

સાઇનસ એ માથાની અંદર રહેલી એવી કોથળી છે, જેની અંદર શ્વાસ લેતી વખતે હવા ભરવામાં આવે છે, અને ત્યાર બાદ તે ફેફસાં સુધી પહોંચતી હોય છે. આ ઉપરાંત એ હવામાં આવતા રજકણ અને અન્ય ગંદકીને પણ પોતાની અંદર સમાવી લેતી હોય છે. પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિને સાઇનસ ની અંદર ઇન્ફેક્શન થાય છે ત્યારે તેની અંદર દુખાવો પણ થાય છે, અને સાથે સાથે તેની અંદર કફ ભરાઇ જવાની સમસ્યા થતી હોય છે.

સાઇનસના લક્ષણ

સાઇનસની અંદર ઇન્ફેક્શન થવાના કારણે તમારા માથા, ગળા અને ઉપરના જડબામાં દુખાવો થવા લાગે છે. ઘણી વખત વારંવાર નાક બંધ થઇ જવું, થાક લાગવો, શરદી થવી અને ચહેરા ઉપર સોજો આવી જવો અને વારે વારે નાકમાંથી કફ નીકળવા જેવી સમસ્યાઓ પણ થતી હોય છે. સાઈનસ એક સ્વાસ્થ્ય ને લગતી એક એવી સમસ્યા છે કે જેને યોગ્ય રીતે ઠીક કરી શકાતી નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઉપાય કે જેના દ્વારા તમે સાઇનસની આ સમસ્યામાંથી મેળવી શકો છો રાહત.

યોગ્ય ભોજન

જ્યારે તમને સાઇનસનું ઇન્ફેક્શન થયું હોય ત્યારે શક્ય હોય તો જરૂર કરતાં ઓછી માત્રામાં ભોજન લેવું. આ ઉપરાંત ભોજનમાં આખું અનાજ, બાફેલી દાળ, બાફેલા શાકભાજી અને સુપ વગેરે વસ્તુઓનું સેવન કરવું. આ ઉપરાંત ઈંડા, ચોકલેટ અને તળેલી વસ્તુઓ થી દૂર રહેવું જોઈએ.

એપલ સાઇડર વિનેગર

જો સાઇનસના ઇન્ફેક્શનની શક્યતા હોય તો અડધો ગ્લાસ પાણી ની અંદર એક થી બે ચમચી એપલ સાઇડર વિનેગર અને એક ચમચી મધ ભેળવી દિવસમાં ત્રણ વખત લેવાથી તમારા શરીરની અંદર જમા થયેલો કફ તૂટી જાય છે.

ગ્રેપ્સ ફ્રુટ સીડ એક્ષ્ટ્રેટ

ગ્રેપ્સ ફ્રુટ સીડ એક્ષ્ટ્રેટ એક ખૂબ જ શક્તિશાળી અને કુદરતી એન્ટીબાયોટિક હોય છે. જે તમારા શરીરની અંદર જમા થયેલા પરજીવીઓ બેક્ટેરિયા અને વાઇરસ ને નાશ કરે છે. સાઇનસના સંક્રમણને રોકવા માટે નાકમાં તેનો સ્પ્રે પણ કરી શકાય છે.

જીરું

સામાન્ય રીતે સાઈનસ એક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા છે, આથી તેનાથી છુટકારો મેળવવા માટે એક કપડા ની અંદર થોડું જીરું બાંધી તેને સૂંઘવાથી સાઈનસની સમસ્યામાં રાહત મળે છે.

લસણ અને ડુંગળી

૧ નાની ડુંગળી અને લસણને એક સાથે મિક્સ કરી પાણીની અંદર ઉકાળી લો, અને ત્યારબાદ તેની વરાળ લેવાથી સાઇનસ ના કારણે માથામાં થતાં દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત અમે ગરમ કપડા દ્વારા સાઈનસની આસપાસ શેક પણ કરી શકો છો.

જૈતુનનું તેલ

તમારા નાક અને આંખોની ચારે બાજુ જૈતુનના તેલ દ્વારા હળવે હાથે મસાજ કરવાથી સાઈનસની સમસ્યામાં રાહત મળે છે. સાથે સાથે સાઈનસ ના કારણે થતા દુખાવામાં પણ રાહત મળે છે.

યોગ

સામાન્ય રીતે સાઈનસ એ શ્વાસ સંબંધી સમસ્યા હોવાથી તેમાંથી છુટકારો મેળવવા માટે યોગ અને પ્રાણાયમનો પણ સહારો લઇ શકાય છે. ભ્રામરી પ્રાણાયમ અને બ્રહ્મ મુદ્રાના કારણે સાયન્સની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here