શરીરને જરૂરી છે વિટામીન B12 કરો આ ખાદ્ય પદાર્થોનું સેવન

0
26378

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં કાયમી માટે સંતુલિત આહાર લેવાનું પસંદ કરતો હોય છે. આજના ભાગદોડ ભર્યા જીવનની અંદર જો આપણા ભોજનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય અથવા તો ભોજનમાં અમુક તત્વો લેવાનું રહી જાય તો તેના કારણે આપણે વારંવાર બીમાર પડતા હોઈએ છીએ. આપણા શરીરને કાયમી માટે અલગ અલગ પ્રકારના વિટામિન્સ, પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઈડ્રેટ્સ અને આયર્ન જેવા તત્વોની જરૂર પડતી હોય છે. પરંતુ આ બધા જ તત્વો માં એક એવું ખાસ તત્વ રહેલું છે કે જેની ઊણપના કારણે વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારના રોગ થઈ શકે છે. અમે જે વિટામિન વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે વિટામીન B12.

શા માટે જરૂરી છે B12

B12 એક એવું વિટામિન છે કે જે સામાન્ય રીતે આપણી માંસપેશીઓ ની અંદર અને કોષોની અંદર જોવા મળે છે. B12 દ્વારા આપણા કોષની અંદર રહેલા ડી.એન.એ પોતાની મરમ્મત કરે છે અને તેમાં યોગ્ય ફેરફાર કરતા રહે છે. આ ઉપરાંત તે આપણા શરીરમાં મગજ સ્પીનલ કોર્ડ અને નર્વસ સિસ્ટમના અમુક તત્વો ની રચના માટે પણ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આપણા શરીરની રક્ત કોશિકાઓ માત્ર અને માત્ર B12 દ્વારા જ બને છે.

B12 શરીરના અલગ-અલગ ભાગમાં જરૂરી એવા અલગ-અલગ પ્રોટીન બનાવતું હોય છે. B12 આપણા આતરડા ની અંદર સોસાઈ છે જેથી કરીને આપણા આતરડાં મજબૂત બને છે. અને આપણી પાચન શક્તિમાં પણ વધારો થાય છે. ભોજનની અંદર લેવામાં આવેલા ખોરાકમાંથી જ્યારે આપણને B12 મળે છે. ત્યારે તે આતરડા દ્વારા સોસાઈ લીવર ની અંદર જમા થઈ જાય છે. અને ત્યારબાદ ત્યાંથી શરીરના જરૂરી અંગોમાં તેની સપ્લાય કરવામાં આવે છે.

જાણો B12 ની ઉણપના લક્ષણો

B12 એ આપણા શરીરનું એક મહત્ત્વનું તત્વ છે અને દરેક વ્યક્તિને શરીરમાં કાયમી માટે B12 ની જરૂર પડતી હોય છે. જો વ્યક્તિના શરીરમાં B12 ની ઊણપ સર્જાય તો તેના કારણે તેના શરીરની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા લક્ષણો કે જેના દ્વારા તમે પણ જાણી શકો છો કે તમારા શરીરમાં B12 ની ઉણપ છે કે નહીં.

  • હાથ પગ ની અંદર ધ્રુજારી આવવી અને બળતરા થવી.
  • યાદશક્તિમાં ઘટાડો.
  • વ્યવહારમાં અસ્થિરતા.
  • જરૂર વગર નો થાક લાગવો.
  • માથું ભારે ભારે લાગવું અથવા તો ડિપ્રેશન થવું.

આમ જો તમને પણ ઉપરના બતાવેલા અમુક લક્ષણો જોવા મળે તો તે તમારા શરીરમાં B12 ની ઉણપ ના સંકેતો હોઈ શકે છે. તે અંગેની ખાતરી કરવા માટે તમે લેબોરેટરીમાં ચેક-અપ પણ કરાવી શકો છો.

ક્યાંથી મળશે B12

સામાન્ય રીતે આપણા દૈનિક આહાર ની અંદર ઘણા બધા એવા તત્ત્વો છે કે જેની અંદર થી આપણને B12 મળી રહે છે. જો વાત કરવામાં આવે વેજિટેરિયન લોકોની તો વેજિટેરિયન લોકો માટે B12 મેળવવા માટેના પણ ઘણા સ્ત્રોત રહેલા છે. તો ચાલો જાણીએ કયા છે એ સ્ત્રોત કે જ્યાંથી વેજિટેરિયન લોકો પણ મેળવી શકે છે ભરપૂર B12.

દૂધ અને દહીં

શાકાહારી લોકો માટે દૂધ અને દહીં B12 નો સર્વ શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તેમા પણ ખાસ કરીને ગાયના દૂધ અને ગાયના દૂધમાંથી બનેલા દહીની અંદર ભરપૂર માત્રામાં B12 હોય છે. અંદાજે સો ગ્રામ ની અંદર ૧૫ ટકા જેટલું B12 હોય છે. આમ શાકાહારી લોકો જો નિયમિત રૂપે દૂધ અને દહીંનું સેવન કરે તો તેના કારણે તેના શરીરને જરૂરી એવું B12 મળી રહે છે.

ચીઝ અને પનીર

ચીઝ અને પનીર ની અંદર B12 ની માત્રા તે કયા પ્રકારનું ચીઝ અથવા તો પનીર છે. તેના ઉપર આધાર રાખે છે સ્વિસ પનીર ની અંદર સૌથી વધુ માત્રામાં B12 રહેલું હોય છે. અંદાજે સો ગ્રામ જેટલા સ્વીસ પનીરમાં 3.34 માઈક્રોગ્રામ જેટલું B12 હોય છે. આ ઉપરાંત કોટેજ ચીઝ માં પણ B12 ભરપૂર માત્રામાં હોય છે.

ઈસ્ટ અને તોફું માં B12

બ્રિટન અને યુરો પ્રદેશ ની અંદર એનું સૌથી વધુ સેવન કરવામાં આવે છે. ઇસ્ટ એ શાકાહારી લોકો માટે B12 મેળવવાનું સૌથી ઉત્તમ સ્ત્રોત માની શકાય છે.

જમીનમાં ઉગતા શાકભાજી

જમીનની અંદર ભરપૂર માત્રામાં B12 હોય છે. આથી જમીનની અંદર ઉગતી દરેક પ્રકારની શાકભાજી જેવા કે બટેટા ગાજર મૂળા સક્રિય અને સુરણ ની અંદર થોડે ઘણે અંશે B12 મળી આવે છે.

મલ્ટીગ્રેઇન બ્રેડ અને પ્રોટીન પાઉડર

સામાન્ય રીતે મલ્ટીગ્રેઇન બ્રેડ અને પ્રોટીન પાવડર ની અંદર પણ થોડે ઘણે અંશે B12 મળી રહે છે. આ ઉપરાંત એની અંદર અન્ય જરૂરી પોષકતત્ત્વો પણ મળે છે.

ફિલ્ટર વગરનું ક્ષારયુક્ત પાણી

જમીનની અંદરથી નીકળતાં જડ ની અંદર માટીના અમુક તત્વો પડેલા હોય છે. જેમાંનું એક તત્વ છે B12 આથી જો B12 ની ઉણપ ધરાવતા વ્યક્તિઓ ક્ષારયુક્ત અને ફિલ્ટર વગરનું પાણી પીવે તો તેના કારણે પણ તેના શરીરમાં જરૂરી એવું B12 મળી રહે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.                                   

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here