સવારના નાસ્તામાં આ વસ્તુનું સેવન ઝડપથી ઘટાડે છે તમારા વજનને, જાણો કઈ છે એ વસ્તુઓ.

0
13774

આજના સમયમાં મોટાભાગના લોકો મોટાપાનો શિકાર બનતા હોય છે. લોકો પોતાના મોટાપાની આ સમસ્યાને દૂર કરવા માટે અને પોતાના શરીરનું વજન જાળવી રાખવા માટે અનેક પ્રકારના નુસખા અપનાવતા હોય છે. આવા લોકો સવાર સવારમાં જીમ કરતા હોય છે, યોગ કરતા હોય છે અને વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરતા હોય છે. સાથે સાથે અમુક પ્રકારની ડાયટિંગ પણ ફોલો કરતા હોય છે, કે જેથી કરીને તેના શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થઈ જાય અને તે પણ મોટાપાની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકે.

સામાન્ય રીતે મોટાભાગના લોકો ડાયેટિંગ ફોલો કરતા હોય છે. પરંતુ તમે ભૂખ્યા રહી એક વખત તો વજન ઘટાડી લો છો, પરંતુ જ્યારે ફરીથી તમે ખાવા-પીવાની વસ્તુઓ શરૂ કરી દો કે તરત જ તમારા પેટમાં ચરબી જમા થવા લાગે છે. જે તમારા શરીરનો વજન ફરીથી વધારી દે છે. જો તમારે પણ યોગ્ય રીતે તમારા પેટની અંદર જામેલી ચરબી ઘટાડવી હોય તો તમારે સૌથી પહેલા એ વસ્તુ જાણવાની જરૂર છે કે તમારે ભોજન માં કઈ વસ્તુ લેવી જોઈએ અને કઈ વસ્તુ ન લેવી જોઈએ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એ વસ્તુઓ કે જેને સવારના નાસ્તામાં લેવાથી તમે પણ તમારા શરીરનું વજન ઘટાડી શકો છો.

સવારમાં જરૂર કરો નાસ્તો

ઝડપથી વજન ઘટાડવા માટે સૌથી પહેલી અને અગત્યની વસ્તુ છે સવારનો નાસ્તો. વજન ઘટાડવા માટે સવારનો નાસ્તો સૌથી વધુ જરૂરી હોય છે. સવાર સવારમાં નાસ્તો કરવાથી તમારા શરીરની મેટાબોલિઝમ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરે છે. જેથી કરીને તમારા શરીરનો વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોને સવારમાં નાસ્તો કરવાનો સમય નથી મળતો, અને આ લોકો સવારમાં ભૂખ્યા પેટે જ બહાર નીકળી જતા હોય છે, અને બહાર જઈ સવાર સવારમાં ફાસ્ટ ફૂડ આરોગતા હોય છે જે તમારો વજન વધવા પાછળનું સૌથી મોટું કારણ છે.

જો સવારમાં યોગ્ય રીતે નાસ્તો કરવામાં આવે તો તેના કારણે તમારા આખો દિવસ દરમિયાન કાર્ય કરવાની ઉર્જા મળી રહે છે, અને આથી જ સવારના નાસ્તામાં હંમેશાને માટે પોષક તત્વોથી ભરપૂર હેલ્થી બ્રેકફાસ્ટ લેવો જોઈએ.

વજન ઘટાડવા માટે નાસ્તામાં કઈ વસ્તુ ખાવી

 • મલ્ટીગ્રેઇન બ્રેડ સેન્ડવિચ સવારના નાસ્તા માટે એક સર્વશ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ આહાર માનવામાં આવે છે. આ સેન્ડવીચને બનાવવા માટે લીલી શાકભાજી અને જરૂર પડે તો પનીર નો પણ ઉપયોગ કરી શકાય છે. તેની અંદર ભરપૂર માત્રામાં વિટામીન એ, વિટામીન બી, આયન અને જીંક હોય છે. જે દિવસ દરમિયાન તમને કાર્ય કરવાની એનર્જી આપે છે.

 • ફણગાવેલા કઠોળ અને ચણા ની અંદર ભરપૂર માત્રામાં એનર્જી હોય છે. જે તમારા વજનને ઘટાડવા માટે ખુબ ઉપયોગી સાબિત થાય છે. જો સવારના નાસ્તામાં ફણગાવેલાં કઠોળ નું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારું શરીર સ્ફૂર્તિલું અને ચુસ્ત રહે છે.

 • અનેક ઘરોની અંદર સવારમાં નાસ્તામાં ઉપમા અને પવા બનાવવામાં આવતા હોય છે. પૌવા અને ઉપમા બનાવવા માટે વિવિધ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફાઇબર હોય છે. જે તમારા શરીરને જરૂરી એવી એનર્જી અને તાકાત પૂરી પાડે છે, અને આ વસ્તુનું સેવન તમારા શરીરનું વજન પણ વધારતી નથી.
 • વજન ઘટાડવા માટે સવારના નાસ્તામાં દહીનું સેવન પણ ઉત્તમ ગણવામાં આવે છે. દહીંનું સેવન કરવાથી તમારા શરીરમાં જામેલી વધારાની ચરબી દૂર થઈ જાય છે, અને તેના કારણે દિવસ દરમિયાન કાર્ય કરવાની એનર્જી પણ મળી રહે છે.

 • સવારના નાસ્તામાં તમે ફળ નો નાસ્તો પણ કરી શકો છો. આમ કરવાથી તમારા શરીરને જરૂરી ફાઇબર અને વિટામિન સી મળી રહે છે, અને સાથે-સાથે તમારા પેટની ચરબી પણ ઝડપથી દૂર થાય છે.
 • વજન ઘટાડવા માટે સવારના નાસ્તામાં બાફેલા શાકભાજી પણ ઉત્તમ નાસ્તો ગણી શકાય. બાફેલા શાકભાજી ખાવાના કારણે તમારા શરીરને જરૂરી એવા વિટામિન્સ મળી રહે છે, અને સાથે સાથે તમારું મેટાબોલિઝમ સિસ્ટમ પણ વધે છે. જેથી કરીને તમને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે.
 • ઘણા લોકો સવારના નાસ્તામાં ઓટ્સ પણ ખાતા હોય છે. ઓટ્સ નું સેવન તમને જલ્દીથી ભૂખ લગાડતું નથી અને આથી જ તમારું પેટ ભરેલું રહે છે જે તમારો વજન ઘટાડવા માટે સૌથી સારો ઉપાય છે.
 • વજન ઘટાડવા માટે સવાર-સવારમાં ગ્રીન-ટીનું સેવન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ગ્રીન-ટીનું સેવન તમારા શરીરમાં જામેલા વધારાના ઝેરી તત્વોને દૂર કરી દે છે, અને તમારું વજન ઝડપથી ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

મોટાપો ઘટાડવા માટેના ઉત્તમ આહાર

 • જો તમે પણ તમારા મોટાપાને દૂર કરવા માગતા હોય તો શાકભાજી ની અંદર પાલક અને લીલા પાનવાળી શાકભાજી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
 • તમારા ભોજનની અંદર મોટાભાગની દાળનું સેવન વધારી દો જેથી કરીને તમારા શરીરને જરૂરી પ્રોટીન અને વિટામિન સી મળી રહે અને શરીરમાં વધુ માત્રામાં ફાઈબર જાય છે. જે તમારા મોટાપાને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
 • તમારા પાચનતંત્રને મજબૂત બનાવવા માટે અને મોટાપાને ઘટાડવા માટે આદુનું સેવન પણ ઉત્તમ માનવામાં આવે છે.
 • ઝડપથી વજન ઘટાડવાના ઉપાયમાં લસણ પણ ખૂબ મહત્વપૂર્ણ ફાળો ભજવે છે.

આમ તમે પણ સવારના નાસ્તામાં આ વસ્તુઓ નું ધ્યાન રાખી તમારા શરીરમાં જામેલી વધારાની ચરબીને ઓગાળી દૂર કરી શકો છો તમારા મોટાપાને.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે  Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here