માત્ર ત્રણ દિવસની અંદર પથરી અને એક જ દિવસમાં ગમે તેવી ગાંઠને ઓગાળી દેશે આ શાક વાળની સમસ્યા માટે પણ છે વરદાનરૂપ.

0
31323

નમસ્કાર મિત્રો, અમે જે શાક વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે તુરીયા. તુરીયા એક એવા પ્રકારનું શાક છે કે જે ભારતના મોટાભાગના વિસ્તારની અંદર ઉગાડવામાં આવે છે. જો પોષક તત્વો ની વાત કરવામાં આવે તો તુરીયા ની અંદર વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે, કે જે તમારા શરીરને કાયમી માટે સ્વસ્થ રાખવા માટે ઉપયોગી સાબિત થાય છે. મોટેભાગે ચોમાસાની ઋતુમાં તુરિયાનું સેવન વધુ માત્રા ની અંદર કરવામાં આવે છે. સામાન્ય રીતે તૂરીયાની પ્રકૃતિ ઠંડી હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે તુરીયા ના શાકનું સેવન કરવાના કારણે તમારા સ્વાસ્થ્યને કયા પ્રકારના ફાયદાઓ થઈ શકે છે.

વિવિધ રોગોમાં તુરીયાનો ઉપચાર

ગુમડાની ગાંઠમાં

જો તુરિયાના વેલા ના મૂળને ઠંડા પાણીની અંદર ઘસી અને ગુમડા ઉપર લગાવવામાં આવે તો માત્ર એક જ દિવસની અંદર ની ગુમડા ની ગાંઠ જડમૂળમાંથી ખતમ થઇ જાય છે.

હરસમાં

તુરીયા ની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. આથી તેનું સેવન કરવાના કારણે તમને કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે. જેના કારણે તમને હરસ ની સમસ્યા હોય તો તે પણ ઠીક થવા માંડે છે. હરસ માંથી છુટકારો મેળવવા માટે કડવા તુરિયાને પાણીની અંદર ઉકાળી લઇ, ત્યારબાદ તે પાણીની અંદર રીંગણને પકાવી લો. હવે તે રીંગણાને ઘી ની અંદર શેકી લઇ ગોળની સાથે ભરપેટ ખાવાના કારણે હરસની સમસ્યામાં રાહત મળે છે.

પથરીમાં

તુરિયાના વેલાને ગાયના દૂધમાં અથવા તો ઠંડા પાણીની અંદર ઘસી લઈ દરરોજ સવારના સમયે ત્રણ દિવસ સુધી તેને પીવાથી તમારા શરીરની અંદર રહેલી પથરી ઓગળી જાય છે.

ત્વચા પરના લાલ ચકામા 

તુરિયાના વેલાને ગાયના માખણની સાથે ઘસી બેથી ત્રણ વખત ત્વચા ઉપર થયેલા લાલ ચકામા ઉપર લગાવવામાં આવે તો તેના કારણે તેની અંદર રાહત મળે છે.

પેશાબમાં બળતરા

તુરિયાનું સેવન પેસાબ ની અંદર થતી બળતરાને અને પેશાબને લગતી કોઈપણ પ્રકારની બીમારી ને દૂર કરવા માટે લાભકારી સાબિત થાય છે.

આંખમાં થતા તપોડિયા

જો આંખમાં તપોડિયા થયા હોય તો તુરિયાના પાનનો તાજો રસ કાઢી લઇ અને દરરોજ બેથી ત્રણ ટીપાં દિવસમાં ત્રણથી ચાર વખત આંખમાં નાખવામાં આવે તો તેના કારણે આંખમાં થતા તપોડિયા ની સમસ્યામાંથી રાહત મળે છે.

વાળને કાળા કરવા માટે

વાળને એકદમ કુદરતી રીતે કાળા કરવા માટે સૌપ્રથમ તુરીયા ના ટુકડા કરી અને તેને છાયામાં સુકવી લો. ત્યારબાદ તેને નારિયલ તેલ ની અંદર ભેળવી લઈ ચાર દિવસ સુધી રાખી મૂકો. ત્યાર બાદ તે તેલ ને ઉકાળી લઇ અને ગાળી લો અને એક બોટલમાં ભરી લો. હવે આ તેલને તમારા વાળ ઉપર લગાવી અને માલિશ કરવાના કારણે તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જશે.

ઘુટણના દુખાવામાં

જો તમને ઘૂંટણમાં દુખાવો થતો હોય તો પાલક મેથી તુરીયા, ટીંડોળા અને પરવળ જેવી શાકભાજીનું સેવન કરવું જોઇએ આમ કરવાથી તમારા ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે.

કમળામાં 

જો કોઈપણ વ્યક્તિ ને કમળો થયો હોય તો કડવા તુરિયાના રસ ના બેથી ત્રણ ટીપાં નાકની અંદર નાખવાથી નાકમાંથી પીળા રંગનું પ્રવાહી વહેવા લાગે છે, અને માત્ર એક જ દિવસની અંદર ગમે તેવો કમળો હોય તો તે પણ દૂર થઈ જાય છે.

કોઢમાં

તુરિયાના પાનને પીસી લઈ અને તેનો લેપ બનાવી લો. ત્યારબાદ આ લેપ જે જગ્યાએ કોઢ થયો હોય તે જગ્યાએ લગાવવાથી રાહત મળે છે. તુરિયાના બીજને પીસી લઈ તેને પણ કુષ્ઠ રોગ ઉપર લગાવવાથી કુષ્ઠ રોગ ની સમસ્યામાંથી રાહત મળે છે.

 

ગળાના રોગમાં

કડવા તુરિયાને તમાકુ ની જેમ ચીલમ ની અંદર ભરી લઈ અને તેનો ધુમાડો ગળાની અંદર લેવાથી ગળાની અંદર થયેલા સોજામાં રાહત મળે છે.

ઉલટી કરાવવા માટે

તુરિયાના બીજને પીસી લઈ અને કોઈપણ રોગીને આપવામાં આવે તો તરત જ તેને ઉલટી અને ઝાડા શરૂ થઈ જાય છે.

તુરિયાના અમુક હાનિકારક પ્રભાવ

તુરીયા કફ અને વાત ની સમસ્યા ઉત્પન્ન કરનાર હોય છે. આથી તુરિયાનું વધુ માત્રા ની અંદર સેવન નુકસાનકારક સાબિત થાય છે. તુરીયા પચવામાં ભારે હોય છે આથી વરસાદની ઋતુમાં તુરીયા નું શાક રોગી વ્યક્તિઓ માટે નુકસાનકારક સાબિત થાય છે.

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here