જો તમને પણ મુસાફરી દરમ્યાન થાય છે ઊલટીઓ તો અપનાવો આ આસાન ઉપાય

0
18038

શું તમને પણ મુસાફરી કરતી વખતે ઉલટી થવાની સમસ્યા છે, અને આ કારણોથી શું તમે ડરી રહ્યાં છો? તો હવે તમારે ડરવાની જરૂર નથી. કેમકે, આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલુ ઉપચાર કે જેના દ્વારા તમે પણ મુસાફરી દરમિયાન થતી ઉલટી માંથી બચી શકો છો.

લીંબુ સૂંઘવું

જ્યારે તમે કોઈપણ મુસાફરી ઉપર જાવ ત્યારે હંમેશાં એ માટે પોતાની સાથે એક લીંબુ રાખો અને જ્યારે પણ તમારા મનની અંદર ઉલટી જેવો ખયાલ આવે કે તરત જ તે લીંબુની છાલને સૂંઘી લો આમ કરવાથી તમને ઊલટી નહિ આવે.

લવિંગનો ભૂકો રાખવું

મુસાફરી દરમિયાન થોડા લવિંગને શેકી લઈ અને ત્યારબાદ તેનો બારીક પાવડર બનાવી અને તેને સાથે રાખવું અને જ્યારે પણ મુસાફરી દરમિયાન તમને ઊલટીની સમસ્યા થાય ત્યારે લવિંગના આ ભૂકાની એક ચપટી તમારા મોં ની અંદર રાખી દો. આમ કરવાથી તમારી આ ઉલટી બંધ થઈ જશે.

 

 

લીંબુ અને ફુદીનાનું જ્યુસ

મુસાફરી દરમિયાન તમને પણ ઊલટીની સમસ્યા હોય તો એક બોટલ ની અંદર લીંબુ અને ફુદીનાનો રસ ઉમેરી તેની અંદર સિંધવ મીઠું ઉમેરી અને તેને સાથે રાખો અને જ્યારે પણ ઊલટીની સમસ્યા થાય ત્યારે તેનો સેવન કરવાથી સમસ્યા દૂર થઈ જાય છે.

તીખા ની ભૂકી અને સિંધવ નમક

લીંબુ ના કટકા કરી તેના ઉપરથી ખાન ની ભૂકી અને સિંધવ નમક મેળવીને તેને ચાટવાથી પણ ઊલટીની સમસ્યા દૂર થઈ જાય છે.

 

એલચી

લવિંગ ની જેમ જ જો એલચીને પણ ઉલટી દરમિયાન ખાવામાં આવે તો તેના કારણે ઊલટીની સમસ્યામાં થી છુટકારો મળી શકે છે.

પેપર પાથરીને બેસવું

જો તમને પણ મુસાફરી દરમ્યાન ઉલટી થવાની સમસ્યા હોય તો હંમેશા ગાડીની સીટ ઉપર પેપર પાથરીને બેસવું આમ કરવાથી તમને ઊલટીની સમસ્યામાં રાહત મળી શકે છે.

જીરાનો પાઉડર

ઉલ્ટી રોકવા માટે જો પાણીની અંદર જીરાનો પાવડર ભેળવી અને તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે ઊલટીની સમસ્યા દૂર થઇ શકે છે.

આદુવાળી ચા

મુસાફરી દરમિયાન ઉલ્ટી રોકવા માટે જો સમય સમય આદુવાળી ચાનું સેવન કરવામાં આવે તો તેના કારણે ઊલટીની સમસ્યામાં રાહત મળે છે.

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

અવનવી વિશેષ માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here