ઉપવાસમાં બનાવો સામાના ઢોસા, એકવાર ખાધા પછી ચોક્કસ યાદ કરશો

0
9092

વ્રત માટે સામાના ઢોસા

એકાદશી અને બીજા વ્રતમાં ફરાળ કરવામાં આવે છે, તેના માટે સામાના દાણા, કુટીનો લોટ કે સિંગોળાનો લોટ ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે, સામાના દાણાના ઢોસા બહુ સારા બને છે.

જરૂરી સામગ્રી :

 • સામાના દાણા – ૧ કપ
 • સિંગોળાનો લોટ – અડધો કપ
 • ધી – ૨-૩ ટેબલ સ્પૂન
 • સિંધવ મીઠું – અડધી નાની ચમચી
 • મરી – ૧/૪ નાની ચમચી
 • કોથમીર – ૨-૩ ટેબલ સ્પૂન

ચટણી માટેની સામગ્રી :

 • લીલું નાળિયેર – ૧ કપ છીણેલું
 • દહીં – ૧/૨ કપ
 • સિંધવ મીઠું – ૩/૪ નાની ચમચી
 • તલ – ૧ નાની ચમચી
 • મરી – ૧/૨ નાની ચમચી
 • ઘી – ૧ નાની ચમચી

બનાવવાની રીત :

ઢોસા બનાવવા માટે સામાના દાણાને સાફ કરી, ધોઈને ૨ કલાક માટે પાણીમાં પલાળો.

દાણાને પાણીમાંથી બહાર કાઢી તેને મિક્સરમાં નાખો અને થોડું પાણી નાખી દાણાને પીસીને તૈયાર કરો, દાણાની પેસ્ટને એક વાસણ માં કાઢીને સિંગોળાં નો લોટ મેળવો, જો ખીરું જાડું હોય તો તેમાં પાણી નાખી એટલું પટલું કરી દો કે તવા પર જલ્દીથી ફેલાઈ શકે, ખીરામાં સિંધવ મીઠું, મરી અને થોડી કોથમીર નાખીને મિક્સ કરી લો. ખીરાને ૧૦-૧૫ મિનિટ ઢાંકીને રાખો જેથી આથો આવી જાય.

તવાને ગરમ કરો અને ઘી લગાવી તૈયાર કરો, ૧-૨ ચમચા ખીરું નાખો અને તેને પાતળું ફેલાવી દો, ઢોસાની ચારે બાજુ થોડું થોડું ધી લગાવી, થોડું ધી ઢોસાની ઉપર પણ લગાવો અને ધીમા તાપે બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી શેકો, શેકાય જાય ત્યારે ઢોસાને ફેરવી નાખો અને બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી શેકો અને ઢોસા ને ઉતારીને પ્લેટમાં રાખેલા ફોઇલ પર રાખી દો અને બધા ઢોસા આવી રીતે બનાવીને તૈયાર કરો.

ફરાળી નારિયેળની ચટણી બનાવો. નારિયેળ, દહીં, સિંધવ મીઠું મરી મીક્ષરમાં નાખી પીસી લો. ચટણીમાં વઘાર કરવા માટે ધીને ગરમ કરી તેમાં તલ નાખી, બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ગરમ થવા દો અને તેને ચટણીમાં મિક્સ કરી દો.વ્રત માટે ફરાળી ચટણી તૈયાર છે

ગરમાગરમ સામના ઢોસાને, ફરાળી નારિયેળની ચટણી સાથે પીરસો અને ખાવ અને અમને કોમેન્ટમાં જણાવો કેવી લાગી આ રેસિપી!!!

મંતવ્ય :

સામના દાણાના ઢોસા બનાવતી વખતે તેમાં સિંગોળનો લોટ મિક્ષ કર્યો હતો, તેની જગ્યાએ કુટિનો લોટ પણ મિક્સ કરી શકો છો.

ઘીની જગ્યાએ મગફળીના તેલનો પણ પ્રયોગ કરી શકો છો.

નારિયેળની ચટણીમાં કોથમીર અને મગફળીના દાણા પણ નાખો છો.

જો તમે કોઈ રેસિપી લખતા હોય તો મોકલી આપો અમારા મેઈલ પર : bornpedia@gmail.com

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here