ભૂલથી પણ ન પીવું જોઈએ ફ્રીજનું પાણી, તેની પાછળનું કારણ જાણીને તમે પણ રહી જશો દંગ.

0
8670

આપણે દરેક લોકો જાણીએ છીએ કે પાણી આપણા શરીરનું મહત્વનું અંગ છે. કોઈપણ વ્યક્તિ 24 કલાક સુધી ખાધા વગર રહી શકે છે. પરંતુ કોઇ પણ વ્યક્તિ 24 કલાક સુધી પાણી પીધા વિના રહી શકતો નથી. મોટાભાગના લોકોના ઘરની અંદર પાણીને સાફ કરવા માટે ફીલ્ટર હોય છે, અને ઉનાળાની ઋતુમાં ઠંડુ પાણી પીવા માટે ફ્રીજ રાખવામાં આવેલું હોય છે. ઉનાળામાં તો મોટા ભાગના લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીતા હોય છે. પરંતુ ઘણા લોકોને એવી ટેવ પડી ગઈ હોય છે કે તે બારેમાસ ફ્રીજનું ઠંડુ પાણી પીતા હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે ફ્રીજનું ઠંડુ પાણી પીવાના કારણે આપણા સ્વાસ્થ્યને કયા પ્રકારના નુકસાન થઈ શકે છે.

એક્સપર્ટ દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે ભૂલથી પણ ફ્રીજનું પાણી ન પીવું જોઈએ. કેમ કે, વારંવાર વધુ પડતું ઠંડુ પાણી પીવાના કારણે વ્યક્તિનું ગળું ખરાબ થઈ જાય છે. જો તમારે ઠંડું પાણી પીવું હોય તો તમે મટકા ની અંદર રાખેલું પાણી પી શકો છો. સામાન્ય રીતે માટકામાં રાખેલું પાણી ૩૩-૩૫ ડિગ્રી તાપમાન ઉપર હોય છે. અને માનવ શરીર નું સામાન્ય તાપમાન ૩૭ ડિગ્રી જેટલું જ હોય છે. આથી જો આંકડાકીય રીતે જોવામાં આવે તો મટકા ની અંદર રહેલું પાણીનું તાપમાન અને આપણા શરીરનું તાપમાન લગભગ બરાબર જેવા જ હોય છે, અને આથી જ વર્ષોથી આપણે ત્યાં માટલાની અંદર રહેલા પાણીને પીવાની પરંપરા ચાલી આવતી હતી. પરંતુ આજના સમયમાં લોકો પોતાની આ પરંપરા અને ભુલાવી દઈએ અને ફ્રીજ માં રહેલું પાણી પીવાનું શરૂ કરી દે છે.

ફ્રિજનું પાણી પીવા ના ગેરફાયદા

ફ્રીજ ની અંદર રાખેલું પાણી પીવાના કારણે આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થાય છે. સામાન્ય રીતે ફ્રીજ ની અંદર પાણી ઠંડુ કરવા માટે તેને પ્લાસ્ટિકની બોટલમાં રાખવામાં આવે છે જેથી કરીને પ્લાસ્ટિકની અશુદ્ધિઓ પાણી સાથે ભળી જાય છે, અને તે આપણા શરીરની અંદર જઈ અને અનેક પ્રકારની ખતરનાક બીમારીઓ ઉત્પન્ન કરે છે. સામાન્ય રીતે પહેલાના સમયમાં પાણીને સાફ કરવા માટે ફિલ્ટર ની વ્યવસ્થા ન હતી, અને આથી જ પાણી મટકા માં ભરી રાખવામાં આવતું હતું અને લોકો મટકા માં ભરેલું પાણી પીતા હતા જેથી કરીને તે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકતા હતા.

ઘણા લોકો જમ્યા બાદ તરત જ ફ્રીજ ની અંદર ભરેલું ઠંડુ પાણી પી લેતા હોય છે. પરંતુ વધુ પડતું ઠંડુ પાણી પીવાના કારણે તમારી પાચન શક્તિ ખરાબ થઈ જાય છે. આથી જમ્યા બાદ હંમેશા પાણી પીવા માટે માટલાની અંદર ભરેલું પાણી પીવાનું પસંદ કરો. ઉનાળાની ઋતુમાં તડકામાંથી આવ્યા બાદ તરત જ ઠંડુ પાણી પીવાનું મન થાય છે. પરંતુ આવું કરવાના કારણે લોકોના ગળાની અંદર દુખાવો, સોજો તથા ને લગતા અનેક પ્રકારના અન્ય રોગો થવાની સંભાવના વધી જાય છે.

આ ઉપરાંત જો માનવતાની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો સામાન્ય રીતે માટલાનું નિર્માણ કુંભારો કરતા હોય છે. જ્યારે આપણે કુંભારો દ્વારા બનાવવામાં આવેલું માટલું લઇ આવીએ છીએ ત્યારે તેના કારણે તેના પરિવારની રોજીરોટી ચાલતી હોય છે. આજે ફ્રીજ ની અંદર પાણી પીવાના કારણે મોટાભાગના લોકોના ઘરની અંદર માટલુ જોવા મળતું નથી. જેથી કરીને ભારત દેશના હજારો કુંભારો ની રોજીરોટી છીનવાઇ ગઇ છે. જો આપણે પણ ફ્રીજ ની અંદર ભરેલું પાણી પીવાનું બંધ કરી અને ઘરમાં માટલું વસાવશું તો તેના કારણે હજારો ઘરની રોજીરોટી ચાલશે.

તો આજે જ ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું બંધ કરી દો અને માટલામાં ભરેલું શીતળ જળ પીવાનું કરું એમ કરવાથી તમારા સ્વાસ્થ્યને તો ફાયદો થશે જ, સાથે સાથે ભારત દેશના હજારો પરિવારને રોજીરોટી પણ મળશે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here