નાડી પરીક્ષણ દ્વારા કઈ રીતે જાણી શકાય છે કોઈપણ પ્રકારના રોગ વિશે? આ છે પ્રાચીન પદ્ધતિ.

0
5610
આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

મિત્રો આ પોસ્ટની અંદર અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ નાડી પરીક્ષણ વિશેની અમુક એવી વાતો કે જેના દ્વારા તમે પણ કોઈ પણ વ્યક્તિ ની નાડી પકડી અને તેના દ્વારા તે વ્યક્તિને કયા પ્રકારનો રોગ થયો છે, તેના વિશે જાણકારી મેળવી શકો છો.

ભારત દેશની અંદર પ્રાચીન આયુર્વેદ શાસ્ત્ર ની અંદર માણસોની નાડી જોઈ અને તેને કયા પ્રકારનો રોગ થયો છે, તેના વિશે ઓળખ કરવામાં આવતી હતી, અને પ્રાચીન સમયની અંદર કોઈ પણ વેદ આ વિદ્યા જાણતા હતા. પ્રાચીન સમયની અંદર મનુષ્યના કોઈ પણ પ્રકારના રોગ હોય તેને આ વૈદ્ય દ્વારા તેના નાડી પરીક્ષણ થી ઓળખી શકાતા હતા, અને ત્યારબાદ તેનું યોગ્ય નિદાન કરવામાં આવતું હતું. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે પણ ઓળખી શકો છો આ નાળી દ્વારા કોઈપણ પ્રકારના રોગ ને.

નાડીના ધબકારા ઉપરથી ઓળખો રોગોને

નાડી પરીક્ષા વિશે આયુર્વેદ શાસ્ત્રના અને ગ્રંથો ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે-સાથે નાડીપરીક્ષણ દ્વારા આપણે કોઈપણ પ્રકારના રોગો વિશે જાણકારી મેળવી શકીએ છીએ. નાડી પરીક્ષા ની અંદર આપણા હૃદયના થતા ધબકારા ઉપરથી આપણે જાણી શકીએ છીએ, કે આપણા શરીરમાં કયા અંગની અંદર કયા પ્રકારનો રોગ છે. નાડીપરીક્ષણ દ્વારા તમારી કિડની થી માંડી અને કેન્સર જેવી જટિલ સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકીએ છીએ.

સામાન્ય રીતે વૈધ દ્વારા પુરુષોના જમણા હાથની નાડી અને સ્ત્રીઓના ડાબા હાથની નારીનું પરીક્ષણ કરવામાં આવે છે. ઘણી વખત વેદ સ્ત્રીઓના જમણા હાથની નારીનું પણ પરીક્ષણ કરતા હોય છે. મોટેભાગે નાડી પરીક્ષણ માટે સવારનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે, અને મોટાભાગના વૈદ્ય સવારના સમયમાં તમારા નાડી પરીક્ષણ દ્વારા તમારા રોગની જાણકારી મેળવતા હોય છે.

રોગના સંબંધમાં શું કહે છે નાડી વિજ્ઞાન

  • માનસિક રોગ ટેન્શન ભય અને ગુસ્સાવાળા લોકો નહીં નાડીની ગતિ ખૂબ ઝડપથી હોય છે, અને સાથે સાથે તે ગરમ ચાલતી ચાલતી હોય છે.
  • કસરત અને મહેનતનું કામ કરતા લોકો ની નાડી પણ ખૂબ ઝડપથી ચાલતી હોય છે.
  • ગર્ભવતી મહિલાઓની નાડી પણ ખૂબ ઝડપથી ચાલતી હોય છે.
  • જો કોઈપણ વ્યક્તિ ની નાડીરોકાઈ-રોકાઈને ચાલતી હોય તો તેને અસાધ્ય રોગ થવાની સંભાવના વધી જતી હોય છે.
  • ક્ષય રોગની અંદર નાડીની ગતિ મસ્ત ચાલ વાળી હોય છે.

નાડી ક્યારે અને કઇ રીતે જોવી

નાડી પરીક્ષણ માટે તમારા કાંડામાં અંગૂઠાની નીચે જે જગ્યાએ લોહી ના ધબકારા સંભળાતા હોય તે જગ્યાએ ત્રણ આંગળી રાખવામાં આવે છે. અંગુઠાની પાસે વાળી આંગળીની અંદર વાત, મધ્ય આંગળી ની અંદર અને અંગૂઠા ની અંદર કફની સમસ્યા ઓળખી શકાય છે. વા ના દર્દીઓની પલ્સ એકદમ અનિયમિત અને મધ્યમ તે જ હોય છે. ઇતના દર્દીઓની પલ્સ એકદમ તે જ હોય છે અને સાથે સાથે કફના દર્દીઓની એકદમ ધીમી હોય છે.

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here