ભારતમાં આ જગ્યાએ ઘૂમવું છે ખૂબ જ સસ્તું જાણો તેનું લીસ્ટ..

0
5035

દરેક લોકોને નવી નવી જગ્યાએ ફરવા જવાનું મન થતું હોય છે. દરેક લોકોએ ઈચ્છતા હોય છે કે તે કાયમી માટે નવી નવી જગ્યાએ ફરવા જતા રહે. પરંતુ જ્યારે પૈસાની વાત કરવામાં આવે તો જ્યારે કોઈ પણ વ્યક્તિ ને બહાર ફરવા જવું હોય ત્યારે તેને પૈસાની જરૂર પડતી હોય છે, અને આથી જ કોઈપણ સામાન્ય વ્યક્તિ વારંવાર ફરવા જઈ શકતો નથી. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારતમાં આવેલી અમુક એવી જગ્યાએ વિશે કે જ્યાં ફરવું છે ખૂબ જ સસ્તું.

 

ઋષિકેશ

તમે વિચારી રહ્યા હશો કે ઉત્તરાખંડની આ પાવન ધરતી માં માત્ર મંદિરોના દર્શન કરી શકાય છે. હકીકત કંઈક વિપરિત જ છે. ગંગાના કિનારે વસેલા ઋષિકેશ ની અંદર ધાર્મિક મહત્વ તો છે, પરંતુ આ જગ્યાએ અનેક લોકો રિવર રાફ્ટિંગ ની મોજ માણી શકે છે. જો તમે દિલ્હીમાં હો તો ફરવા માટેની આનાથી વધુ સસ્તી જગ્યા બીજી કંઈ ન હોઈ શકે.

કસૌલિ

હિમાચલ પ્રદેશ ની અંદર આવેલુ સીટી કસૌલી પોતાની બેજોડ સુંદરતા માટે સમગ્ર ભારત દેશની અંદર પ્રખ્યાત છે. લોકો આ જગ્યાએ સફાઈ અને સુંદરતા ને જોઈ ફરવા માટે આવે છે. આ જગ્યાને મીની સીમલા પણ કહી શકાય છે. આ જગ્યાએ પહાડી વિસ્તારના નજારાને જોવા માટે તમારે વધુ પૈસાની જરૂર નથી પડતી, અને આ જગ્યાએ તમને રહેવા માટે સસ્તા હોટેલ પણ મળી જાય છે.

વૃંદાવન

જો તમે પણ તમારા ઘર પરિવાર સાથે ફરવા જઈ રહ્યા હોવ તો તમારા માટે વૃંદાવન એ સર્વશ્રેષ્ઠ જગ્યા છે. ખુબ જ સુંદર વૃંદાવન પોતાની દરેક ગલીઓ ની અંદર કૃષ્ણની યાદ સંભાળીને રાખેલી છે. આ જગ્યાએ તમને મંદિરોની સાથે સંસ્કૃતિ પણ જોવા મળશે દિલ્હીમાં રહેતા લોકો માટે આ સર્વ શ્રેષ્ટ જગ્યા છે.

કન્યાકુમારી

જો તમારે સાઉથ ઇન્ડિયા માં ફરવા જવું હોય તો કન્યાકુમારી એ સૌથી સસ્તી જગ્યા છે. ત્રિવેન્દ્રમથી અંદાજે 85 કિલોમીટર દૂર કન્યાકુમારી સાઉથ ઇન્ડિયા નો સૌથી છેડાનો ભાગ છે. આ જગ્યાએ તમને 600 થી 700 રૂપિયામાં જ હોટલ ભાડે મળશે, અને આ જગ્યાએ તમે અનેક ફરવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકશો.

મેકલોડગંજ

હિમાચલ ની અંદર કાંગડા જીલ્લાની અંદર આવેલું મેકલોડગંજ પોતાની અનેરી સુંદરતા માટે ભારતની અંદર પ્રખ્યાત છે. શિયાળાની ઋતુમાં આ જગ્યાની સુંદરતા વધી જાય છે, અને આ જગ્યાએ પણ પ્રવાસ કરવો ખૂબ સસ્તો છે.

બનારસ

વિશ્વભરની અંદર કાશીના નામથી પ્રખ્યાત બનારસ ગંગા માતાની આરતી માટે પ્રખ્યાત છે. આ જગ્યાએ તમને માત્ર 200 રૂપિયામાં જ રૂમ ભાડે મળી જશે, અને સાથે સાથે બનારસી પાન ખાઈ તમે પણ ગંગાકિનારા નો આનંદ ઉઠાવી શકો છો.

આવી જ અવનવી અને વિશેષ માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here