પેટની ચરબી ઘટાડવા માટે અપનાવો આ આસાન અને કારગર ઉપાય.

0
9221

જો તમે પણ તમારા પેટની ચરબી અને વજનને દૂર કરવા માગતા હોય તો સૌપ્રથમ તમારે એ જાણવાની જરૂર છે કે હકીકતમાં તમારો વજન કેટલો છે. અને તેના આધારે તમે તમારા BMI ઇન્ડેક્ષને જાણી લો. કેમ કે, આ આંકડા પરથી જ તમે જાણી શકશો કે હકીકતમાં તમારે કેટલા વજનની જરૂર છે. દરેક વ્યક્તિને શરીરમાં પોતાની ઊંચાઈના આધારે યોગ્ય વજન હોવો જોઈએ. જે તમને આ BMI ઇન્ડેક્ષ પરથી જાણી શકાશે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા કારગર ઉપાય કે જેના દ્વારા તમે પણ તમારા શરીરનો વધારાનો વજન ઘટાડી શકો છો.

પેટની ચરબી અને વજન ઘટાડવાના કારગર ઉપાય

જો તમે પણ તમારા વજનને ઘટાડવા માગતા હો અને કોઈપણ ડાયટ પ્લાનને ફોલો કરતા હોય તો સૌપ્રથમ તમારે તમારે અમુક ઘરેલું ઉપાય અને ટિપ્સને અપનાવવી પડશે. સાથે સાથે યોગાસન અને એક્સરસાઇઝ પણ જરૂરી છે, કે જેથી કરીને તમે તમારા શરીરનું વજન ઝડપથી ઘટાડી શકો.

 1. રાત્રે ભોજન કરતી વખતે વધુ ભારે ખોરાક ન લેવો. સામાન્ય રીતે રાત્રે ભોજન કર્યા બાદ લોકો કોઈપણ જાતનું કામ કરતા નથી, અને સીધા જ સુઇ જતા હોય છે. અને આથી જ રાત્રે જમેલો ખોરાક ખૂબ આસાનીથી પચતો નથી, અને તે ચરબી સ્વરૂપે આપણા પેટમાં જમા થઈ જાય છે. આથી રાત્રે શક્ય હોય ત્યાં સુધી ખૂબ જ હળવો ખોરાક લો, અને જમ્યા બાદ થોડી વખત વોક કરવા માટે જાવ.
 2. સવારમાં ક્યારેય પણ નાસ્તા વગર ન રહેવું. સવારમાં થોડો પણ સમય મળે તો પણ નાસ્તો કરી લેવો. સામાન્ય રીતે લોકો પોતાનું વજન ઘટાડવા માટે ખાવા-પીવાનું છોડી દેતા હોય છે. પરંતુ વજન ઘટાડવા માટે સવારનો નાસ્તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સવારમાં નાસ્તામાં જો યોગ્ય રીતે વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમને આખો દિવસ દરમિયાન કાર્ય કરવાની ઉર્જા મળી રહે છે, અને આથી જ સવાર સવારમાં બ્રેકફાસ્ટ લેવો અનિવાર્ય છે.
 3. ભોજન કરતી વખતે હંમેશાં ને માટે દરેક બટકાને ચાવી ચાવીને ખાવો જોઈએ. ઝડપમાં ખાવાથી આપણે સીધા જ પેટમાં ઉતારી દઇએ છીએ, અને આથી જ તે આપણા પેટમાં ઝડપથી પચતો નથી અને ચરબીના સ્વરૂપે શરીરમાં જમા થઈ જાય છે. આથી જ શક્ય હોય તો દરેક કોળિયાને ૩૦ થી ૩૫ વખત ચાવીને ખાવો જોઈએ.
 4. વજન ઘટાડવા માટે સૌથી ઉપયોગી વસ્તુ છે ઉંઘ. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ. એક સ્વસ્થ વ્યક્તિ એ દિવસ દરમિયાન છ થી આઠ કલાક સુધી શાંતિથી ઊંઘ લેવી વજન ઘટાડવા માટે ખુબ ઉપયોગી સાબિત થાય છે.
 5. વજન ઘટાડવા માટે તમારા ખોરાકમાં અંકુરિત મગ દાળ, કાળા ચણા, સોયાબીન ની દાળ વગેરે જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જે તમારા શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે અને તમારા શરીરની ચરબીને ઘટાડે.
 6. વજન ઘટાડતા વ્યક્તિઓએ દિવસ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ થી ચાર લિટર પાણીનું સેવન કરવું જોઇએ, અને દર અડધા કલાકે એક ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ.
 7. મીઠા ખોરાકની અંદર ભરપૂર માત્રામાં કેલરી હોય છે અને આથી જ વજન ઘટાડતા વ્યક્તિઓએ બને ત્યાં સુધી મીઠી વસ્તુઓ થી દૂર રહેવું જોઈએ.
 8. વજન ઘટાડતા વ્યક્તિઓએ મેંદા વાળી બ્રેડ અને અન્ય વસ્તુઓ થી દૂર રહેવું જોઈએ. સાથે સાથે પોતાના ડાયટમાં બ્રાઉન બ્રેડ અને બ્રાઉન રાઈસ સામેલ કરવા જોઇએ.
 9. સામાન્ય રીતે વજન ઘટાડવા માટે ક્યારેય પણ ફાસ્ટ ફૂડ કે વધુ તળેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. ફાસ્ટ ફૂડ ની અંદર ભરપૂર માત્રામાં કેલરી હોય છે. જે તમારા શરીરમાં જરૂર કરતાં વધુ માત્રામાં ચરબી ઉત્પન્ન કરે છે. અને સાથે સાથે તમારા પાચનતંત્રને ઘટાડે છે.
 10. મોટાપો ઘટાડવા માટે એક્સરસાઇઝ કરવી સૌથી મહત્વની વસ્તુ છે. એક્સરસાઇઝ કરવાથી તમારા શરીરમાં જામેલી વધારાની ચરબી ધીમે ધીમે ઓગળવા લાગે છે, અને સાથે સાથે તમારું પાચનતંત્ર પણ મજબૂત બને છે. જેથી કરીને એક્સરસાઈઝ અને ડાયટ બંને એકસાથે કરવાથી તમારા શરીરનું વજન ખૂબ ઝડપથી ઘટે છે.

વજન ઘટાડતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો

 • કોઈપણ ડાયેટ ચાર્ટ અને અપનાવતી વખતે હંમેશાં એ માટે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ભોજનને યોગ્ય સમયે કરી લેવો સામાન્ય રીતે આપણે કોઇ પણ સમયે કોઇ પણ વસ્તુ નું સેવન કરતા હોઈએ છીએ. જે તમારા પાચનતંત્રને બગાડી નાખતું હોય છે.
 • આપણા શરીરની અંદર રહેલું બ્રાઉન ફેટ આપણા શરીરના વજનને નિયંત્રિત રાખે છે. બ્રાઉન ફેટ આ કેલેરી ઘટાડવાની સાથે સાથે બોડીના ટેમ્પરેચરને પણ કન્ટ્રોલ કરે છે, અને આથી જ શરીરમાં હંમેશાને માટે આ ફેટ હોવો જરૂરી છે..
 • ભોજનમાં વધુ માત્રામાં પ્રોટીનનું સેવન તમારા પેટને લાંબો સમય સુધી ભરેલું રાખે છે, અને તમને વારંવાર ભૂખ લાગતી નથી. જેથી કરીને તમે પ્રમાણમાં ઓછી માત્રામાં ભોજન લો છો અને તમારો શરીરનું વજન ઘટાડી શકો છો.

વજન ઘટાડવા માટે આ વસ્તુઓથી રહો દૂર

 • મીઠાઈઓ,
 • ચરબીવાળા દૂધની બનાવટો,
 • કેક, ચોકલેટ, પેસ્ટ્રી, ફાસ્ટ ફૂડ અને તળેલું ભોજન,
 • બટેટા વટાણા અને અન્ય કંદમૂળ,
 • ધુમ્રપાન અને તંબાકુ,
 • શરાબ, આઈસ્ક્રીમ, ઈંડા, અથાણું, મુરબ્બો અને લાલ માંસ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે  Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here