પેટની ચરબીને કાયમી માટે દૂર કરવા માટે અપનાવો આ 10 ઘરેલું નુસખા.

0
9637

આજના સમયમાં ઘણા લોકો એવા હોય છે કે જે મોટાપાની સમસ્યાથી પીડાતા હોય છે. આજના સમયમાં વધતા જતા જંકફૂડના ખોરાકના કારણે લોકો મોટાપાની સમસ્યાથી પીડાતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલુ નુસખા કે જેના દ્વારા તમે પણ ઘરે બેઠા તમારા પેટમાં જામેલી ચરબી અને તમારા વજનને કાયમી માટે ઘટાડી શકો છો. આમ કરવા માટે તમારે નિયમિત રૂપે આ અમુક કાર્યો કરવાની જરૂર છે.

લીંબુ પાણીથી કરો શરૂઆત

તમારા પેટની ચરબી ઘટાડવા માટે તમારે તમારા દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરવી જોઈએ. આમ કરવાથી તમારૂં પેટ સાફ થઈ જાય છે અને સાથે સાથે પેટ ની અંદર રહેલી વધારાની ચરબી પણ દૂર થઈ જાય છે. આથી સવાર સવારમાં એક ગ્લાસ નવશેકા પાણી ની અંદર એક ચમચી લીંબુનો રસ અને થોડું મીઠું ભેળવી પીવાથી તમારું પેટ સાફ રહે છે.

બ્રાઉન રાઈસ

જે વ્યક્તિઓ પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય તેવા વ્યક્તિઓએ હંમેશાને માટે સફેદ ચોખાથી દૂર રહેવું જોઈએ. જો તમે ચોખા ખાવા ઇચ્છતા હોય તો સફેદ ચોખા ની જગ્યાએ તમારે બ્રાઉન-રાઈસ ખાવા જોઈએ. આ ઉપરાંત તમે ખોરાકમાં બ્રાઉન બ્રેડ અને આખા અનાજ તથા ઓટ્સને પણ સામેલ કરી શકો છો.

મીઠાઈથી રહો દૂર

જો તમે પણ તમારા શરીરની ચરબી ઘટાડવા માગતા હોવ તો હંમેશાં ને માટે ખાવાની મીઠી વસ્તુઓ થી દૂર રહેવું જોઈએ. કેમકે, મીઠી વસ્તુ ની અંદર અનેક પ્રકારના તૈલીય અને ગળ્યા પદાર્થો હોય છે. જે તમારા શરીરની અંદર વધુ માત્રામાં ચરબી ને જમા કરે છે. આથી વજન ઘટાડવા ઇચ્છતા વ્યક્તિઓએ ક્યારે પણ મીઠી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

ખૂબ પાણી પીવો

તમારા પેટની અંદર જામેલી વધારાની ચરબીને દૂર કરવા માટે તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. દિવસમાં અંદાજે ૩ થી ૪ લીટર સુધી પાણીનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારી મેટાબોલિઝમ સિસ્ટમ સુધરે છે. જેથી કરીને તમારા શરીરની અંદર જમા થયેલા વધારાના તત્વો દૂર ફેંકાઇ જાય છે અને તમારો વજન ઘટી શકે છે.

કાચું લસણ ખાઓ

જો સવાર સવારમાં કાચું લસણ ખાવામાં આવે તો તેના કારણે તમારા શરીરને અનેક પ્રકારના ફાયદા પહોંચે છે. જો સવાર સવારમાં કાચા લસણની ત્રણથી ચાર કળીઓ ખાવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર જામેલી વધારાની ચરબી ઓગળી જાય છે. સાથે-સાથે તમારા શરીરની અંદર રક્ત પ્રવાહમાં પણ વધારો થાય.

માંસાહારથી રહો દૂર

માંસની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન અને ચરબી હોય છે. આથી જે વ્યક્તિઓ પોતાનું વજન ઘટાડવા ઈચ્છતા હોય તેવા વ્યક્તિઓએ બને ત્યાં સુધી માંસાહારથી દૂર રહેવું જોઈએ અને શક્ય હોય તો ફણગાવેલા કઠોળ અને બાફેલા શાકભાજીનું સેવન કરવું જોઈએ.

ખૂબ શાકભાજી ખાવ

જો તમે પણ તમારું વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો તમારા ભોજનની અંદર ભરપૂર માત્રામાં ફળ અને શાકભાજીને ઉમેરો. જો સવાર સાંજ એક કટોરી ફળ અને શાકભાજી ખાવામાં આવે તો તેના કારણે તમારું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે છે.

આ રીતે પકાવો ભોજન

ભોજન બનાવતી વખતે જો તમે અમુક એવા મસાલાનો ઉપયોગ કરો તો તેના કારણે તમારા શરીરનું વજન ઘટી શકે છે. આમ કરવા માટે તમે તજ, આદુ અને કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. જે તમારા શરીરની અંદર જામેલી વધારાની ચરબીને ઓગાળી દે છે.

ક્રેનબેરીનું જ્યુસ

ક્રેનબેરીના દિવસની અંદર ઓર્ગેનિક એસિડ હોય છે જે તમારા શરીરની અંદર ડાયજેસ્ટિવ સિસ્ટમને ફાયદો પહોંચાડે છે. જેથી કરીને તમારા પાચનતંત્રમાં સુધારો થાય છે અને તમે ખાધેલો ખોરાક આસાનીથી પચી જાય છે.

બદામ

બદામની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઇ અને પ્રોટીન હોય છે. આ ઉપરાંત એની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. આથી જો દરરોજ સવારમાં બદામનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારું પાચનતંત્ર મજબૂત બને છે. અને તમારા શરીરની ચરબી ઓગાળવામાં મદદરૂપ સાબિત થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે  Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here