મલેરિયાના મચ્છરોને દૂર ભગાડશે આ છ ચમત્કારી ઇસેન્શ્યલ તેલ

0
12019

ચોમાસામાં વરસાદ પડતાની સાથે ઠેર-ઠેર પાણી ભરાઇ જાય છે, અને આ પાણીની અંદર મલેરિયા અને ડેન્ગ્યુ જેવા ખતરનાક મચ્છરો ઉત્પન્ન થાય છે. આ મચ્છરોથી બચવા માટે સૌથી સરળ ઉપાય છે ઇસેન્શ્યલ ઓઇલનો ઉપયોગ કરવો. આપણે દરેક લોકો જાણીએ છીએ કે જ્યારે આપણને મચ્છર કરડી જાય છે ત્યારે આપણને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે, અને આથી જ હંમેશાં એ માટે આપણે મચ્છરોથી દૂર રહેવું જોઈએ. આજના સમયમાં લોકો મચ્છરોથી દૂર રહેવા માટે વિવિધ પ્રકારના ઉપાયો અપનાવતા હોય છે. પરંતુ અમુક કેમિકલયુક્ત ઉપાયો દ્વારા તમને આગળ જતાં નુકસાન થઈ શકે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ 6 એવા એસેન્શિયલ ઓઈલ વિશે કે જેના દ્વારા તમે મચ્છરોને દૂર ભગાડી શકો છો.

■ તુલસીનું તેલ

તુલસીએ અનેક પ્રકારના અસાધ્ય રોગોને ઠીક કરવા માટે ઉપયોગમાં આવતી છે મચ્છરને ભગાડવા માટે તુલસીનું તેલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તુલસીના તેલની અંદર જીવ જંતુ પ્રતિરોધી ક્ષમતા હોય છે. જેનો ઉપયોગ કરીને તમે મચ્છરોને ભગાડી શકો છો.

■ લેમન ગ્રાસ ઓઈલ

મચ્છરો અને માકડને ભગાડવા માટે લેમન ગ્રાસ ઓઈલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ તેલ કોઇપણ જગ્યાએ ખૂબ આસાનીથી મળી રહે છે અને તેનો ઉપયોગ કરવાના કારણે અમુક કલાકો સુધી મચ્છરો કે માંકડ તમારી પાસે આવતા નથી.

■ પીપરમેન્ટ તેલ

આ તેલની સુગંધ ના કારણે મચ્છરો તમારાથી દૂર રહે છે. તેનો ઉપયોગ કરવાથી તમે મચ્છરોને તમારાથી દૂર રાખી શકો છો. સાથે સાથે તેની સુગંધ ખુબ જ સારી હોવાના કારણે તમારો માથાનો દુખાવો પણ ઓછો થઇ શકે છે.

■ સીટ્રોનેલા ઓઇલ

ઘણા લોકો આ ઓઇલનો  ઉપયોગ મચ્છરને ભગાડવા માટે કરતા હોય છે. પરંતુ શરીર ઉપર આ ઓઈલ લગાવ્યા બાદ એકથી બે કલાક સુધી જ તેનો પ્રભાવ રહે છે. ઘણા લોકોને આવેલા કારણે એલર્જી પણ થઈ શકે છે.

■ વરિયાળીનું તેલ

રસોઈ બનાવવા માટે આ તેલનો વધુ માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. તેની અંદર સારી એવી એન્ટી-બેક્ટેરીઅલ પ્રોપર્ટી હોય છે. તેનો ઉપયોગ કરીને તમે મચ્છરોને પણ ભગાડી શકો છો.

■ લીંબુ અને યુક્લિટીપ્સનું તેલ

આ તેલના મિશ્રણની અંદર મચ્છરોને ભગાડવાનો અદભુત ગુણ હોય છે. આ તેલનો ઉપયોગ કરવાના કારણે કોઈપણ પ્રકારના મચ્છર તમારી આસ-પાસ ફરકતા નથી.

■ કઈ રીતે કરશો ઉપયોગ?

ડેન્ગ્યુ અને મલેરિયાના મચ્છરોથી દૂર ભાગવા માટે તમે આ તેલ નો ડિફ્યૂઝર તરીકે ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમે આ તેલને સીધું જ તમારા શરીર ઉપર પણ લગાવી શકો છો, પરંતુ આ ઉપાય વધુ કારગર સાબિત નહીં થાય અને તમારી ત્વચાને પણ નુકસાન થઈ શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Born Pedia દ્વારા હેલ્થને લગતા બીજા આર્ટીકલ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here