લીમડાના દાંતણના ફાયદા જાણીને તે ટૂથબ્રશ કરવાનું બંધ કરી દેશો.

0
3231

🌿 આજથી વર્ષો પહેલાં કે જ્યારે ટૂથ બ્રશ ની શોધ પણ ન થઈ હતી એ સમયથી ભારત દેશની અંદર દાંતને સાફ કરવા માટે લીમડા ના દાતણ નો ઉપયોગ કરવામાં આવતો હતો. આજના સમયમાં પણ ઘણા ગામડાના લોકો પોતાના મોં ને સાફ કરવા માટે કેમિકલયુક્ત ટૂથપેસ્ટની ની જગ્યાએ કુદરતી રીતે મળી આવતા લીમડાના દાતણનો ઉપયોગ કરે છે. લીમડાના ઝાડ નો ઉપયોગ કરીને તમે તમારા મોં ને ખૂબ સારી રીતે સાફ કરી શકો છો અને સાથે સાથે દાત ને લગતી દરેક પ્રકારની સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો.

🌿 વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે લીમડાના ઝાડ ની અંદર 130 કરતાં પણ વધુ પોષક તત્વો હોય છે અને આથી જ લીમડાના ઝાડ ના દરેક અંગ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. લીમડાની છાલ, લીમડાના પાંદડા અને લીમડાની ડાળ દરેક વસ્તુઓનો ઔષધી બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. લીમડાની અંદર ઍન્ટિ-ઑક્સિડન્ટ, એન્ટિસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. આથી તેનો ઉપયોગ કરીને લોકો અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે સવાર સવારમાં લીમડાનું દાતણ કરવાના કારણે તમને કયા પ્રકાર ના ફાયદા થઈ શકે છે.

🌿 કઈ રીતે કરે છે કામ?

🌿 લીમડાની ડાળખીઓ માં ઔષધીય ગુણ હોય છે. લીમડાનું દાતણ કરવા માટે સૌપ્રથમ લીમડાની આ ડાળખીઓને દાંતથી બરાબર ચાવવી જોઈએ, અને ત્યારબાદ મો ના દરેક હિસ્સામાં તેના દ્વારા બરાબર સાફ સફાઇ કરવી જોઇએ. લીમડાનું દાતણ કરવાના કારણે તમારા મોં ને લગતી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

🌿 દાંતોની પીળાશ થશે દૂર

🌿 લીમડાના દાતણ ની અંદર રહેલા તત્વો તમારા દાંત ઉપર જામેલી પીડી પરત ને દૂર કરે છે. આથી જ લીમડાનું દાતણ કરવાના કારણે દાંતોની પીળાશ દૂર થાય છે.

🌿 કઈ રીતે કરશો દાતણ?

🌿 સામાન્ય રીતે લીમડાનું દાતણ કરવા માટે લીમડાની એકદમ કૂણી ડાળખીઓ નો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે આ ડાળખી ને એક બાજુ થી ધીમે ધીમે ચાવવામાં આવે છે, કે જેથી કરીને તેમાંથી ઝીણા ઝીણા તાર છૂટા પડે. લીમડાનું દાતણ કરતી વખતે તેને ખૂબ જ ચાવવાની જરૂર પડે છે. ખુબ વધુ વખત લીમડાનું દાતણ ચાવવાના કારણે તેની અંદર રહેલા બધા જ પોષક તત્વો આપણા લાળરસની અંદર ભળી જાય છે, જે તમારા મોં ની અંદર રહેલી દરેક પ્રકારની બીમારીઓ અને બેક્ટેરિયાનો નાશ કરે છે. જેથી કરીને મોંમાંથી આવતી વાસ માંથી પણ છુટકારો મળે છે. આ ઉપરાંત મોના અનેક પ્રકારના રોગોમાંથી પણ છૂટકારો મેળવી શકાય છે.

🌿 આ રીતે રાખો સાવધાની

🌿 લીમડાનું દાતણ કરતી વખતે હંમેશાં એ માટે એક વાતની ખાસ સાવધાની રાખવી કે જ્યારે પણ આપણે લીમડાને ચાવતા હોઈએ ત્યારે તેને ફેરવતી વખતે ખૂબ જ આરામથી ફેરવવું જોઈએ. નહિતર તેની અંદર રહેલા અમુક તાર તમારા મોં ના અંદરના ભાગમાં નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત એની અંદર રહેલા તમારા દાંતની વચ્ચે પણ ફસાઇ શકે છે.

🌿 આમ જો નિયમિત રૂપે લીમડાના દાતણનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા દાંત અને મોં ને લગતી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. લીમડાનું દાતણ ખુબ જ આસાનીથી મળી રહે છે અને સાથે સાથે તેનો ઉપયોગ કરવાના કારણે આપણા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ થતું નથી, તેની સામે જ જો ટૂથપેસ્ટનો ઉપયોગ કરવામાં આવે તો તે પ્રમાણમાં ઊંચી કિંમતનું હોય છે અને સાથે સાથે તેની અંદર રહેલા કેમિકલ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આમ તમારા મોં ને સફાઈ કરવા માટે એકદમ સરળ અને કારગર રસ્તો છે લીમડાનું દાતણ.

 

🌿 સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here