તમારી નાભીમાં જ છુપાયેલું છે તમારા સ્વાસ્થ્યનું રહસ્ય, નાભિ દ્વારા કરો આ સમસ્યાઓનો ઈલાજ.

0
27748

ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના આખા શરીરનો ખૂબ સારી રીતે કાળજી લેતા હોય છે. પરંતુ આવા લોકો પણ ક્યારેય પોતાના નાભિનું યોગ્ય રીતે ધ્યાન રાખતા નથી, કે તેની યોગ્ય કાળજી લેતા નથી. કેમકે, આ લોકો નાભિના મહત્વ થી અજાણ્યા છે. જો આપણે પણ આપણી નાભિનું ધ્યાન અન્ય અંગોની જેમ જ રાખીએ તો તેના કારણે આપણે કાયમી માટે સ્વસ્થ રહી શકીએ છીએ. હકીકતમાં આપણા શરીરની અંદર રહેલી નાભિ આપણા શરીરનું સેન્ટર પોઇન્ટ છે કહેવાય છે. આપણા નાભિનું સીધું કનેક્શન આપણા ચહેરા સાથે હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે કઇ રીતે તમે નાભિ દ્વારા અનેક પ્રકારની બીમારીઓથી છુટકારો મેળવી શકો છો.

નાભિ કોઈપણ મહિલા માટે સૌથી મહત્વપૂર્ણ અંગ ગણવામાં આવે છે. જ્યારે કોઈ પણ બાળક પોતાના માતા ના પેટની અંદર હોય છે ત્યારે તેની માતા અને બાળક એકબીજા સાથે નાભિ દ્વારા જ જોડાયેલા હોય છે. નાભી એક એવી વસ્તુ છે કે જે માતા અને બાળક ની વચ્ચે યોગ્ય વસ્તુઓનો સંચાર કરી શકે છે. બાળકના જન્મ બાદ પણ સૌથી પહેલું કાર્ય એ કરવામાં આવે છે કે બાળકની ગર્ભ નાળ કાપવામાં આવે છે. આમ તો નાભિનો સીધો સંબંધ શરીરના દરેક અંગો સાથે હોય છે. પરંતુ નાભિ આપણા ચહેરાની સાથે વિશિષ્ટ સંબંધ ધરાવે છે. નાભિ દ્વારા આપણે ચહેરાની અનેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકીએ છીએ.

નાભિ માં કોઈપણ પ્રકારનું તેલ લગાવવા માટે સૌપ્રથમ તે તેલની અંદર રૂનું પૂમડું બોળી લો. ત્યારબાદ તેને તમારી નાભીમાં લગાવી અને ઉપરથી તમે બેન્ડેજ અથવા તો અન્ય કોઈ પણ વસ્તુ બાંધી દો. જેથી કરીને તે તેલ તમારા નાભી ની અંદર બરોબર રીતે ફેલાઇ જાય. ત્યારબાદ બેન્ડેજ કાઢી અને તેમાંથી રૂ નુ પુમડુ પણ કાઢી લો.

1. જો તમારા ચહેરા ઉપર ખીલ થયા હોય તો એ રૂનો ટુકડો લઇ તેને લીમડાના તેલની અંદર પલાળી લઈ નાભિ ઉપર લગાવી લો. થોડા દિવસો સુધી આમ કરવાથી તમને ચહેરા ઉપર થતા ખીલમાંથી છુટકારો મળે છે.

2. જો તમારા હોઠ ફાટી ગયા હોય અથવા તો હોઠ ધીમે ધીમે કાળા પડતા હોય તો તેના માટે સવારે સ્નાન કર્યા પહેલા સૌપ્રથમ તમારા નાભી ની અંદર સરસવનું તેલ લગાવી દો, અને ત્યારબાદ નાહી લો. આમ કરવાથી ક્યારેય તમારા હોઠ ફાટશે નહીં.

3. જો તમારા ચહેરાને ફરીથી ચમકદાર બનાવવો હોય તો તમારા નાભી ની અંદર બદામનું તેલ લગાવો. આમ કરવાથી તમારા ચહેરા પર કુદરતી ચમક આવશે.

4. તમારા ચહેરાને નાના બાળક જેવો મુલાયમ રાખવા માટે તમારા નાભી ની અંદર દેશી ઘી લગાવો. આમ કરવાથી તમારા ચહેરાની કડક થઇ ગયેલી ત્વચા ફરીથી મુલાયમ થઈ જશે.

5. જો ચહેરા ઉપર ખીલ ના ડાઘ ધબ્બા થઈ ગયા હોય તો લીંબુના રસને તમારા નાભીમાં લગાવો. આમ કરવાથી ચહેરા ઉપર કોઈપણ પ્રકારના ખીલ ના ડાઘ ધબ્બા હોય તો તે ધીમે ધીમે દૂર થવા લાગે છે, અને તમારો ચહેરો એકદમ નિખરવા લાગે છે.

6. જો ચહેરા ઉપર સફેદ રંગના ચકામાં થઇ ગયા હોય અથવા તો કરોળિયા થઈ ગયા હોય તો તેના માટે તમારી નાભીમાં લીમડાનું તેલ લગાવો. માત્ર દસથી પંદર દિવસની અંદર તમારા ચહેરા ઉપર થયેલા આવા સફેદ ડાઘ ધીમે ધીમે ઓછા થવા લાગે છે, અને એક સમયે તે ડાઘ દૂર થઈ જાય છે.

7. જો કાયમી માટે આપણે આપણી નાભિને સાફ રાખીએ તો તેના કારણે તમારા શરીરની અંદર આવતી ખંજવાળવાથી પણ રાહત મળે છે.

આમ જો નાભિ ની અંદર આ રીતે યોગ્ય ઉપાય કરવામાં આવે તો તેના કારણે આપણે અનેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકીએ છીએ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here