મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ લાભકારી, જાણો તેના લાભ વિશે

0
25064

મૂળાની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન અને આયર્ન હોય છે. આ ઉપરાંત એની અંદર સોડિયમ ફોસ્ફરસ ક્લોરીન મેગ્નેશિયમ અને વિટામિન એ જેવા તત્વો પણ હોય છે. આથી જોતા જે તાજા મૂળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા શરીરની અંદર જરૂરી એવા બધા જ પોષક તત્વો મળી રહે છે અને સાથે સાથે આપણા પાચન શક્તિની અંદર પણ વધારો થાય છે. આ ઉપરાંત મૂળાનું સેવન કરવાના કારણે આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા પહોંચે છે.

પેટનું ભારેપણું કરે છે દૂર

મૂળાનું સેવન આપણા પેટ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મૂળો આપણા શરીરની અંદર પાચક તરીકેનું કામ કરે છે. મૂળાનું સેવન કરવાના કારણે આપણા પાચનશક્તિની અંદર વધારો થાય છે. જેથી કરીને આપણે ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે અને પેટની અંદર રહેલા ભારીપણાની અંદર ઘટાડો થાય છે.

શરીર સુડોળ બનાવે

મૂળાનું સેવન તમારા મોટાપાની સમસ્યાને દૂર કરે છે. જેથી કરીને તમારું શરીર સુડોળ બની શકે છે મૂળાના રસ ની અંદર થોડું મીઠું અને લીંબુનો રસ ભેળવી નિયમિત રૂપે સેવન કરવાથી તમારા શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થઈ જાય છે. અને તમે પણ મોટાપાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો,

યુરીન સંબંધી રોગમાં

જે લોકોને યુરીન કરતી વખતે કોઈ પણ પ્રકારની સમસ્યા થતી હોય, તેવા લોકો માટે મૂળાનો રસ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. યુરીનને લગતી કોઈપણ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે મૂળાનો રસ ફાયદાકારક સાબિત થાય છે,

સૌંદર્યવર્ધક

મૂળાને કુદરતી રીતે સૌંદર્યવર્ધક પણ માનવામાં આવે છે. જો નિયમિત રૂપે મૂળાનું સેવન કરવામાં આવે તેના કારણે તમારા લોહીમાં રહેલા બધા જ વિકારો દૂર થાય છે અને તમારા ચહેરા ઉપર કુદરતી નિખાર આવે છે.

હાડકાને કરશે મજબૂત

મૂળાનું સેવન તમારા શરીરની અંદર રહેલી ઝેરી ગેસને બહાર ફેંકી દે છે. અને સાથે સાથે તેની અંદર રહેલું કેલ્શિયમ તમારા શરીરના હાડકાને મજબૂત કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે

અસ્થમા માટે

સામાન્ય રીતે મૂળાને ઠંડી તાસીર ના માનવામાં આવે છે અને આથી જ જો મૂળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે અસ્થમા અને ઉધરસના દર્દીઓ માટે ખૂબ લાભકારી સાબિત થાય છે.

કેન્સરથી બચવા

મુળાની અંદર ભરપૂર માત્રામાં ફોલિક એસિડ અને વિટામિન સી હોય છે. જે તમારા શરીરની અંદર થયેલા કેન્સરને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. મૂળાનું સેવન તમારા મો, પેટ, આંતરડા અને કિડનીની અંદર થયેલા કેન્સરથી બચવામાં મદદરૂપ સાબિત થાય છે.

લીવરને આપે મજબૂતી

નિયમિત રૂપે મૂળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમને કમળા જેવી સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે. આ ઉપરાંત જો સવારમાં ભૂખ્યા પેટે કાચા મૂળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારુ લીવર પણ મજબુત બને છે અને તમને કમળાની સમસ્યામાંથી રાહત મળે છે.

આમ આ રીતે જો નિયમિત રૂપે મૂળાનું સેવન કરવામાં આવે તો તમારા શરીરને જરૂરી એવા પોષક તત્વો મળી રહે છે. અને સાથે-સાથે તમારા શરીરની અંદર થયેલા અનેક પ્રકારના રોગો પણ દૂર થઇ જાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here