ત્વચાની બધી જ સમસ્યાઓનો નાશ કરે છે મડ થેરાપી, જાણો તેના પાંચ લાભ વિશે.

0
2768

પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિની અંદર માટીનો ઉપયોગ અને પ્રકારની સમસ્યાઓના નિવારણ માટે પ્રાચીનકાળથી જ કરવામાં આવી રહ્યો છે. નવી વૈજ્ઞાનિક શોધો એ પણ આજકાલ સાબિત કરી દીધું છે કે માટી દ્વારા થતી ચિકિત્સા પદ્ધતિ તમારા શરીરને અનેક રીતે લાભ પહોંચાડે છે. માટીની ચિકિત્સા પદ્ધતિ તમારા શરીરને તરોતાજા કરી જીવંત કરી દે છે અને સાથે સાથે તમારા શરીરને ઊર્જાવાન બનાવી દે છે.

માટીની આ ચિકિત્સા પદ્ધતિ દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાના ચામડીને લગતા કોઈપણ પ્રકારના રોગ તથા સૌંદર્ય સંબંધી દરેક સમસ્યાઓને દૂર કરી શકે છે. મડ થેરાપી એક નેચરોપથી છે જેના દ્વારા તમારા શરીરને અનેક રીતે લાભ પહોંચે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મડ થેરાપી કરવાના કારણે તમારા શરીરને થતા અમુક ફાયદાઓ વિશે.

ખીલના ઈલાજમાં

એકદમ મુલાયમ અને ચીકણી માટી જેવી કે મુલતાની માટીની પેસ્ટ બનાવી તમારા ચહેરા ઉપર લગાવી શકાય છે. મુલ્તાની માટીનો આ ફેસ પેક તમારા ચહેરા ઉપર રહેલા ખીલ અને તેના ડાઘાથી છુટકારો અપાવવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ થેરાપી દ્વારા તમારી ત્વચાને પ્રાકૃતિક ચમક મળે છે.

પાચનશક્તિ વધારવા

પેટના નીચેના ભાગમાં મડ પેક લગાવવા ના કારણે તમારા પાચનતંત્રની અંદર સુધારો થાય છે. મડ થેરાપી તમારા આતરડા ની અંદર રહેલી કોઈપણ સમસ્યાને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. જેથી કરીને તમને પેટને લગતી દરેક સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો અને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે.

કબજિયાત

પેટ ઉપર આ મડ પેક લગાવવા ના કારણે તમારા આતરડા ની અંદર અદભુત પ્રાકૃતિક ઉપચાર થાય છે. જે નેચરોપેથી દ્વારા તમારા કબજીયાતની સમસ્યાને દૂર કરે છે.

ડાયરિયા અને ઊલટી

કોઈપણ વ્યક્તિને ડાયેરિયા થયા હોય તો તેના માટે મડ પેક ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો ડાયરિયા અથવા તો ઊલટીની સમસ્યા થવા ઉપર પેટ પર મડ પેક લગાવવામાં આવે તો તેના કારણે આ સમસ્યામાંથી તરત જ રાહત મળે છે.

ડ્રાય સ્કિન માટે

ડ્રાય સ્કિન અને માંસપેશીઓના દુખાવામાંથી છુટકારો મેળવવા માટે મડ થેરાપી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ થેરાપી તમને આ સમસ્યાઓમાં તરત જ રાહત અપાવે છે. મડ થેરાપી દ્વારા તમારા સૌંદર્યની અંદર વધારો થાય છે અને સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા અનેક રોગો દૂર થઈ જાય છે.

માથાના દુઃખાવા અને તણાવ માટે

મડ થેરાપી માથાના દુખાવા માટે પણ ખૂબ જ કારગર ઉપાય સાબિત થાય છે. મડ થેરાપી દ્વારા તમે ગમે તેવા તણાવમાંથી છુટકારો મેળવી શકો છો. આ થેરાપી દ્વારા તમારા મગજની અંદર રહેલી ગરમી દૂર થઇ જાય છે. જેથી કરીને તમને તણાવમાંથી છુટકારો મળે છે.

તાવ અને ઘાવના ઉપચારમાં

તાવથી રાહત મેળવવા માટે પણ મડ પેક ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે મડ પેકને તમારા પેટ અને માથા ઉપર લગાવવાથી રાહત મળે છે. માટીની અંદર એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. આથી જ કોઈપણ જગ્યાએ ચોટ ના નિશાન હોય તો તેને દૂર કરવા માટે પણ મડ થેરાપી ઉપયોગી સાબિત થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here