પગના અંગૂઠા અને આંગળીઓના આકાર પરથી જાણો ભવિષ્યમાં મળનારા પૈસા અને સ્ત્રી સુખ વિશે

0
3666

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પગના અંગૂઠા અને આંગળીઓ ને જોઈ અને તમે તમારા જીવનની અંદર ભવિષ્યમાં મળનારા પૈસા અને સ્ત્રી સુખ વિશે ઘણું બધું જાણી શકો છો. પગના અંગૂઠા અને આંગળીઓની લંબાઈના આધારે તથા તેના આકાર ના આધારે કોઈપણ વ્યક્તિ જાણી શકે છે કે ભવિષ્યમાં તેને પૈસા મળશે કે નહીં? સામુદ્રિક શાસ્ત્ર કહે છે કે જો પગના અંગૂઠા અને તેની પાસેની આંગળી બરાબર લંબાઈ ના હોવા જોઈએ. આ ઉપરાંત પગ ની છેલ્લી આંગળી ની લંબાઈ પણ તમારા ભવિષ્યના સંકેત આપે છે.

જાણો પગના અંગૂઠા અને અંગની આંગળીઓની લંબાઈ પરથી તમારૂ ભવિષ્ય

 • જો પગનો અંગૂઠો અને તેની બાજુમાં રહેલી આંગળી બંને એકબીજા સાથે મળી જતા હોય તો તેવા વ્યક્તિઓની કિસ્મત તેનો સાથ ઓછો આપે છે.
 • જે વ્યક્તિઓની આંગળી લાંબી અને અંગૂઠો નાનો હોય તેવા વ્યક્તિઓને પોતાના જીવનમાં સંતાનો પ્રત્યે વધુ ખર્ચ કરવો પડે છે.

 • પગના અંગૂઠા અને તેની પાસે રહેલી આંગળી જો બરાબર લંબાઇની હોય તો તે વ્યક્તિ કાયમી માટે સુખ-સમૃદ્ધ રહી શકે છે, અને સાથે સાથે તે વ્યક્તિ જીવનમાં અઢળક ધનસંપત્તિ પણ કમાઈ શકે છે.
 • અંગુઠો અને આંગળીની સમાન લંબાઈ ધરાવતા વ્યક્તિઓ પોતાના જીવનમાં સ્ત્રી સુખ મેળવી શકે છે, અને સાથે સાથે પોતાના સંતાન અને પરિવાર તરફથી પણ તેને ખૂબ પ્રેમ મળે છે.

 •  જો પગનો અંગૂઠો મોટો અને તેની પાસે રહેલી આંગળી નાની હોય તો આવા વ્યક્તિઓ હંમેશાને માટે બીજા વ્યક્તિઓના ગુલામ રહેતા હોય છે આવા વ્યક્તિઓ હંમેશા બીજાની વાત માનતા હોય છે અને આજ્ઞાકારી હોય છે
 • અંગુઠાની પાસે રહેલી આંગળી બીજી આંગળી કરતા લંબાઈ માં નાની હોય તો તેવા વ્યક્તિઓની પત્ની ગરીબ પરિવારની હોય છે. અને આવા વ્યક્તિઓને પોતાના જીવનમાં ઓછું સુખ મળે છે.

 • જો અંગુઠાની પાસે રહેલી આંગળી ખૂબ લાંબી હોય તો તે વ્યક્તિ ની પત્ની બચત કરનારી હોય છે. અને સાથે સાથે કમાણી કરનારી પણ હોય છે.
 • નાની આંગળી ની પાસે રહેલી આંગળી જો પગની વચ્ચેની આંગળી કરતા નાની હોય તો તેવા વ્યક્તિઓને જીવનમાં સ્ત્રી સુખ મળતું નથી.

 • પગ ની છેલ્લી આંગળી ઓ જો બરાબર લંબાઇની હોય તો તે વ્યક્તિઓને સારું એવું સંતાનસુખ મળે છે. પરંતુ આવા લોકોની ઉંમર ઓછી હોય છે.
 • જો પગનો અંગૂઠો અને બધી જ આંગળીઓ બરાબર લંબાઇની હોય તો તેવા વ્યક્તિઓ સામાન્ય જીવન ધરાવતા નથી. આવા વ્યક્તિઓ હંમેશા ખૂબ વધુ ફેમસ થાય છે અને સમાજની અંદર તેનું માન-સન્માન વધે છે.

 • જો પગની સૌથી છેલ્લી આંગળી તેની બાજુમાં રહેલી આંગળી કરતાં વધુ લાંબી હોય તો તેવા વ્યક્તિઓ હંમેશાને માટે ભાગ્યશાળી હોય છે. આવા વ્યક્તિઓ જીવનની અંદર અનેક મામલાની અંદર પોતાની કિસ્મતથી જીતી જતાં હોય છે.

અવનવી અને વિશેષ માહિતી મેળવવા માટે  Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here