મસાની સમસ્યામાંથી છુટકારો અપાવે છે આ 9 ઘરેલુ ઉપચાર, સ્કીન થઈ જશે સાફ.

0
4682

દરેક વ્યક્તિને સુંદર દેખાવાની ઈચ્છા થતી હોય છે. પરંતુ સુંદર ચહેરા ઉપર જ્યારે કોઈ પણ વ્યક્તિને મસા થાય છે ત્યારે તેની સુંદરતા ઓછી થઈ જતી હોય છે. મસા ત્વચા ઉપર રહેલા પેપિલોમા નામના વાયરસના કારણે થતા કાળા રંગના કઠોર પીંડ હોય છે. સામાન્ય રીતે તે ગરદન, હાથ, પીઠ, ગાલ અને પગ વગેરે જગ્યાઓએ જોવા મળે છે. પરંતુ જ્યારે આ મસા ચહેરા ઉપર થાય છે ત્યારે તમારી સુંદરતા દૂર થઈ જાય છે.

આજે ઘણા લોકો એવા હશે કે જે પોતાના ચહેરા ઉપર થયેલા આ મસાથી છુટકારો મેળવવા ઈચ્છતા હોય છે. આ માટે તે વિવિધ પ્રકારની સર્જરી અને ઉપાયો કરતા હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલુ નુસખા કે જેના દ્વારા તમે પણ ખૂબ આસાનીથી તમારા ચહેરા ઉપર થયેલા આ મસાને કરી શકો છો દૂર.

ડુંગળી

મસાને સમાપ્ત કરવા માટે ડુંગળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એક ડુંગળીનો રસ લઇ તેને નિયમિત રૂપે દિવસમા એક વખત મસા ઉપર લગાવવાથી મસાની સમસ્યા દૂર થઈ જાય છે.

અગરબત્તી

મસાની સમસ્યાને દૂર કરવા માટે અગરબત્તી પણ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. આ માટે અગરબત્તી સળગી આબાદ વધેલી રાખને દરરોજ મસા ઉપર લગાવવાથી માત્ર ૮ થી ૧૦ દિવસમાં મસાની સમસ્યા દૂર થઈ જાય છે.

બટેટા

બટેટાનો ઉપયોગ કરીને તમે માત્ર થોડાક દિવસોની અંદર તમારા ચહેરા ઉપર રહેલા મસાને દૂર કરી શકો છો. આ માટે બટેટાને ખમણી તેનો છુંદો મસા ઉપર લગાવી રગડો. આમ કરવાથી થોડા દિવસોની અંદર તમારા મસા ગાયબ થઈ જશે.

સફરજન

જો ખાટા સફરજનનો જ્યુસ નિયમિતરૂપે મસા ઉપર લગાવવામાં આવે તો ધીમે ધીમે ચહેરા ઉપર અને અન્ય જગ્યાએ રહેલા મસા સુકાતા જાય છે, અને થોડા દિવસોમાં આ મસાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

 

વિનેગર

જો દિવસમાં બે વખત વિનેગાર ને મસા ઉપર લગાવવામાં આવે તો થોડા દિવસોની અંદર મસાની આ સમસ્યામાંથી છુટકારો મળે છે. આ માટે કોટન બોલ દ્વારા વિનેગાર લઇ મસા ઉપર લગાવી દેવું ત્યાર બાદ ગરમ પાણીથી મોં ધોઈ લેવું.

લીલી ધાણા ભાજી

મસાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે લીલી ધાણા ભાજી પણ કારગર ઉપાય સાબિત થાય છે. આ માટે ધાણા ભાજીની પેસ્ટ બનાવી દરરોજ મસા ઉપર લગાવવાથી મસા ની સમસ્યા દૂર થઈ જાય.

એલોવેરા

મસાની સમસ્યામાંથી ઝડપથી છુટકારો મેળવવા માટે તમે એલોવેરાના પણ ઉપયોગ કરી શકો છો. સૌપ્રથમ એલોવેરાના નાના ટુકડા કરી ત્યારબાદ તેને મસા ઉપર લગાવવાથી એલોવેરાની આ સમસ્યામાંથી છુટકારો મળે છે.

લસણ

જો લસણનો ઉપયોગ મસા ઉપર કરવામાં આવે તો માત્ર થોડા દિવસોની અંદર તમારા ત્વચા ઉપર થયેલા મસામાંથી છુટકારો મળે છે. રાત્રે સૂતી વખતે લસણની કળીને પેસ્ટ બનાવી મસા ઉપર લગાવી સવારે તેને સાફ કરી લેવું. આમ કરવાથી માત્ર એક જ અઠવાડિયામાં મસાની સમસ્યામાંથી છુટકારો મળશે.

અંજીર

અંજીરના ઉપયોગથી માત્ર ત્રણથી ચાર અઠવાડિયાની અંદર તમારા ચહેરા ઉપર રહેલા મસાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

બેકિંગ સોડા અને એરંડીનું તેલ

બેકિંગ સોડાની અંદર એરંડીનું તેલ ભેળવી ત્યારબાદ તેની પેસ્ટ અને ધીમે ધીમે મસા ઉપર લગાવવામાં આવે તો તેના કારણે મસાની સમસ્યા દૂર થઈ જાય છે. રાત્રે સૂતી વખતે મસાની જગ્યાએ જો આ પેસ્ટ લગાવી દેવામાં આવે અને ત્યારબાદ સવારમાં તેને સાફ કરી લેવામાં આવે તો માત્ર દસથી બાર દિવસની અંદર મસાની આ સમસ્યા દૂર થઈ જાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here