વૈવાહિક જીવનની પરેશાનીઓને દૂર કરવા માટે ઘરમાં લગાવો રાધા કૃષ્ણનો ફોટો, પછી જુઓ ચમત્કાર.

0
4051

જ્યારે પતિ અને પત્ની વચ્ચે તાલમેલ ની ઉણપ સર્જાય છે ત્યારે વૈવાહિક જીવનની અંદર અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉત્પન્ન થતી હોય છે. લગ્નના શરૂઆતના સમયમાં લોકો એકબીજા સાથે સૂઝબૂઝથી રહેતા હોય છે. પરંતુ આગળ જતા ધીમે ધીમે પતિ-પત્ની વચ્ચે નાની-મોટી તકરારોના કરતી હોય છે. જેથી કરીને તેના વૈવાહિક જીવનની અંદર અને પ્રકારની પરેશાનીઓ ઉત્પન્ન થાય છે.

જો કોઈપણ વ્યક્તિ ના લગ્નજીવન ની અંદર વિવિધ પરેશાની ઉત્પન્ન થતી હોય તો આવા વ્યક્તિઓ જો પોતાના બેડરૂમમાં રાધા કૃષ્ણ નો ફોટો લગાવો તો તેના કારણે તેની આ દરેક પરેશાનીઓ દૂર થઈ જાય છે. આમ કરવા પાછળ ધાર્મિક અને મનોવૈજ્ઞાનિક બંને કારણો છુપાયેલા છે. તો ચાલો જાણીએ કઈ રીતે રાધાકૃષ્ણ ના ફોટા દ્વારા પતિ પત્નીના વૈવાહિક જીવનની પરેશાનીઓ થાય છે દૂર.

🙏 આ વાતોનું રાખો ધ્યાન 🙏

રાધા-કૃષ્ણનો પ્રેમ

હિન્દુ ધર્મની અંદર રાધાકૃષ્ણના પ્રેમને આદર્શ માનવામાં આવે છે. ભારત દેશની અંદર અનેક એવા મંદિરો છે કે જ્યાં રાધાકૃષ્ણને મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિ દરરોજ રાધા કૃષ્ણની મૂર્તિ ના દર્શન કરે અથવા તો તેના ફોટાને જુઓ તો તેના કારણે તે વ્યક્તિને પોતાના જીવનસાથી પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે. રાધા કૃષ્ણ અને નિસ્વાર્થ પ્રેમ નો પ્રતીક માનવામાં આવે છે, અને આવો જ પ્રેમ પતિ-પત્નીના જીવનની અંદર રહેલી દરેક પરેશાનીઓને દૂર કરી દેશે.

ક્યાં લગાવવો જોઈએ ફોટો

પતિ પત્ની ના પ્રેમના પ્રતીક સમાન રાધા કૃષ્ણની છબી ને ઘરના બેડરૂમની દીવાલો પર રાખવી જોઈએ. શક્ય હોય તો રાધાકૃષ્ણની આ છબીને લાલ રંગની ફ્રેંમમાં બનાવવી જોઈએ. કેમકે, લાલ રંગને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. બેડરૂમમાં આ તસવીરને એવી જગ્યાએ લગાવવી જોઈએ કે જ્યાં સવાર-સાંજ તે છબીને જોઈ શકાય. જેથી કરીને પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે રાધા કૃષ્ણની આ છબીમાં અન્ય ગોપીઓ ન હોવી જોઈએ.

પતિ-પત્નીએ ધ્યાન રાખવી જોઈએ આ બાબતો

  • સુખી વૈવાહિક જીવન માટે પતિ-પત્નીએ ક્યારે એકબીજાનો ભરોસો તોડવો ન જોઈએ.
  • પતિ પત્ની એ ક્યારેય પણ એકબીજાની ભૂલને દોહરાવી ન જોઈએ, અને ક્યારેય પણ જુની થઇ ગયેલી ભૂલો વિશે ચર્ચા ન કરવી જોઈએ.
  • હંમેશાને માટે બેડરૂમમાં ક્યારેય કોઈ પણ ત્રીજા વ્યક્તિની વાત ન કરવી જોઇએ, અને હંમેશાને માટે એકબીજાનું માન સન્માન જાળવી રાખવું જોઈએ

આમ આ ઉપાય દ્વારા તમે પણ તમારા વૈવાહિક જીવનને બનાવી શકો છો સુખી, ને કોઈ પણ પતિ-પત્ની એકબીજા વચ્ચેનો પ્રેમ વધારી શકે છે.

રાધા-કૃષ્ણની પેઈન્ટીંગ મેળવવા માટે અહીં ક્લિક કરો.

અવનવી અને વિશેષ માહિતી મેળવવા માટે  Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here