ડાઈ વગર માત્ર 7 દિવસની અંદર તમારા સફેદ વાળને કરો કાળા અને રેશમી, અપનાવો આ ઘરેલુ ઉપાય.

0
22913

દરેક વ્યક્તિને ઘટાદાર કાળા વાળ ગમતા હોય છે. પરંતુ જેમ-જેમ વ્યક્તિને વૃદ્ધાવસ્થા આવતી જાય છે તેમ તેમ તે વ્યક્તિના વાળ સફેદ થતા જાય છે. આજના સમયમાં તો બદલાતા જતા પ્રદૂષિત વાતાવરણના કારણે નાની ઉંમરે લોકોને સફેદ વાળ આવતા જતા હોય છે. શું તમે જાણો છો વાળ સફેદ થવા પાછળનું કારણ શું છે?  જ્યારે આપણા વાળની અંદર મેલેનીન પિગ્મેન્ટેશનની ઉણપ સર્જાય છે ત્યારે આપણા વાળનો કલર ધીમે-ધીમે જતો રહે છે, અને કાળા ઘટાદાર વાળ પણ સફેદ થઈ જતાં હોય છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલુ ઉપાય કે જેના દ્વારા તમે પણ તમારા સફેદ વાળને માત્ર 7 દિવસની અંદર બનાવી શકશો એકદમ કાળા.

વાળ કાળા કરવા અને રેશમી બનાવવા

આમળા

આમળા કે તેનો પાઉડર બન્ને આપણા વાળને કાળા કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આમળાના રસને બદામના તેલ સાથે ભેળવી અને વાળમાં લગાવવામાં આવે તો તેના કારણે તમારા સફેદ થતાં વાળ અટકી જાય છે, અને સાથે સાથે નવા વાળ એકદમ કાળા અને કોમળ થઈ જાય છે.

ચા

એક વાસણ ની અંદર પાણી ઉમેરી તેની અંદર બે ચમચી જેટલી ચાય પતિ ઉમેરી તેને બરાબર ઉકાળી લો. ત્યારબાદ તે પાણીને ગાળી અને વાળમાં લગાવવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે.

મીઠા લીમડાના પાન

તમારા ભોજનની અંદર મીઠા લીમડાના પાનને ઉમેરો તમે તેને ચટણી બનાવીને પણ ખાઈ શકો છો. તેનું સેવન કરવાના કારણે તમારા સફેદ થતાં વાળ અટકી જાય છે.

હેર ઓઇલ

નારીયલ તેલની અંદર મીઠા લીમડાના પાન અને આમળા ઉમેરી ને તેને બરાબર ગરમ કરો. ત્યારબાદ તે તેલ ને વાળમાં લગાવવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે.

અન્ય ઉપાય

 1. આમલકી રસાયણની અડધી ચમચી રોજ સેવન કરવામાં આવે તો તમારા વાળ કુદરતી રૂપે કાળા અને મજબૂત બને છે.
 2. આમળાના નાના નાના ટુકડા કરી નારીયલ તેલની અંદર ઉમેરી ઉકાળવામાં આવે અને ત્યારબાદ તેને વાળમાં માલીશ કરવામાં આવે તો તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે.
 3. સૂરજમુખી ઘઉં અને પાલક જેવી લોહતત્વ ભરપૂર વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તેના કારણે પણ તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે.
 4. આદુના રસની અંદર મધ ભેળવી અને વાળમાં લગાવવામાં આવે અને ત્યારબાદ એક કલાક બાદ વાળને ધોઈ લેવામાં આવે તો તેના કારણે નાની ઉંમરે થતા સફેદ વાળની સમસ્યા દૂર થઈ જાય છે.
 5. લીંબુ અને પાણીને બરાબર માત્રા ની અંદર લઇ વાળમાં લગાવવામાં આવે તો તેના કારણે વાળમાં ઘણા ફાયદા થાય છે.
 6. નારીયલ તેલની અંદર લીંબુનો રસ મેળવી વાળમાં માલિશ કરવામાં આવે તો તમારા સફેદ થઈ ગયેલા વાળ પણ કાળા થઈ જાય છે.
 7. અઠવાડિયામાં બે વખત ગાયના દૂધમાંથી બનેલી છાશ વાળમાં લગાવવામાં આવે તો નાની ઉંમરે થતા સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે.
 8. વાળને કાયમી માટે સ્વસ્થ રાખવા માટે હંમેશાં એ માટે તેને ઠંડા અને સાફ પાણીથી ધોવા જોઈએ.
 9. કાળા અખરોટને પાણીની અંદર ઉકાળી લઇ તે પાણીથી વાળ ધોવાથી નાની ઉંમરે થતા સફેદ વાળની સમસ્યામાં રાહત મળે છે.
 10. દૂધીને સૂકવી લઈ નારીયલ તેલની અંદર ઉમેરી ઉકાળી અને તેલને ગાળીને એક બોટલમાં ભરી લો. ત્યાર બાદ તે તેલ થી મસાજ કરવાના કારણે તમારા વાળ કુદરતી રીતે કાળા બની જાય છે.
 11. કાચી ડુંગળીનો રસ વાળમાં લગાવવાના કારણે વાળ મૂળમાંથી મજબૂત બને છે. સાથે-સાથે ખરતા વાળની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.
 12. બે ચમચી મહેંદી નો પાવડર, એક ચમચી દહીં, એક ચમચી મેથીના દાણા નો પાઉડર, ત્રણ ચમચી કોફી અને બે ચમચી તુલસી નો પાવડર આ બધી જ વસ્તુઓનું મિશ્રણ કરી વાળમાં લગાવવામાં આવે અને ત્યારબાદ ત્રણ કલાક પછી તેને ધોઈ લેવામાં આવે તો વાળને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
 13. વાળ ધોતા પહેલા વાળની અંદર એલોવેરા જેલ દ્વારા મસાજ કરવામાં આવે તો તમારા વાળ એકદમ ઘટાદાર અને કાળા થઈ જાય છે.
 14. જામફળના પાનની પેસ્ટ બનાવી વાળમાં લગાવવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા બની જાય છે.

 

જો તમે કોઈ ઘરેલું ઉપચાર જાણતા હોય તો અમને અચૂક જણાવો મેસેજ દ્વારા અથવા મેઈલ bornpedia@gmail.com પર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

મિત્રો તમને આ માહિતી સાચી અને સારી લાગી હોય તો અચૂક આ લેખ શેર કરો અને કોમેન્ટમાં પણ આપના પ્રતિભાવ જણાવો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here