દરરોજના માત્ર 10 મિનિટ દોડવાથી સામાન્ય થાય છે તમારું બ્લડ શુગર અને બ્લડ પ્રેસર, જાણો અન્ય લાભ વિશે.

0
3522

આજના સમયમાં લોકો કાયમી માટે પોતાનું સ્વાસ્થ્ય સારું જાળવવાની કોશિશ કરતા હોય છે. જેથી કરીને લોકો સવાર સવારમાં એક્સરસાઇઝ, યોગાસન અને વોક ઉપર જતા હોય છે. ઘણા લોકો સવાર સવારમાં પોતાના શરીરને ફિટ રાખવા માટે દોડવાનું પસંદ કરતા હોય છે. જો બહારનું વાતાવરણ યોગ્ય ન હોય તો ઘણા લોકો પોતાના ઘરે ટ્રેડમિલ ઉપર દોડવાનું પસંદ કરતા હોય છે. ટ્રેડ મિલ ઉપર દોડવા માટે લોકોને અનેક પ્રકારના વિકલ્પો મળી રહે છે. જેની અંદર ગતિ, પ્રતિરોધ અને જુકાવ ને વધારી ઘટાડી શકાય છે. હકીકતમાં દોડવું એ એક ઉત્તમ વર્ક-આઉટ માનવામાં આવે છે. જેથી કરીને તમને શારીરિક અને માનસિક રીતે અનેક લાભ થાય છે.

દોડવું શા માટે જરૂરી

દોડવાથી કાર્ડિયોવાસ્ક્યુલર (હૃદય અને રક્તવાહિની) તથા ફેફસાની ફિટનેસમાં સુધારો થાય છે. દોડવાના કારણે તમારા શરીરની અંદર દરેક ભાગમાં યોગ્ય પ્રમાણમાં રક્ત પ્રવાહ વધે છે, અને સાથે સાથે તમારા શરીરની અંદર વધુ માત્રામાં ઓક્સિજન પહોંચે છે. જે તમારા ધમનીઓ અને ફેફસાને ફિટ રાખવા માટે મદદરૂપ સાબિત થાય છે.

દોડવું એ ખૂબ જ વધુ એનર્જી વાળી ગતિવિધિ છે. જેની અંદર ખૂબ વધુ માત્રામાં કેલરીની જરૂર પડે છે. આથી જો ખૂબ ઝડપથી દસ મિનિટ સુધી તોડવામાં આવે તો તેના કારણે વ્યક્તિને પોતાના શરીરની વધુ એનર્જી તથા કેલેરી બર્ન કરવી પડે છે. આથી વધુ વજન ધરાવતા વ્યક્તિઓ માટે દરરોજની દસ મિનિટ ની દોડ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આમ કરવાથી વ્યક્તિ પોતાના વધારાના વજન માંથી છુટકારો મેળવી શકે છે.

દરરોજના દસ મિનિટ સુધી દોડવાના કારણે તમારા શરીરની માંસપેશીઓ વધુ મજબૂત બને છે, અને સાથે-સાથે તમારા હાડકા પણ મજબૂત બને છે. જેથી કરીને તમને સાંધા અને વાની સમસ્યામાં પણ રાહત મળે છે.

જો નિયમિત રૂપે દસ મિનિટ સુધી દોડવામાં આવે તો તેના કારણે શરીરની સમગ્ર તંત્ર પ્રણાલી યોગ્ય રીતે કાર્ય કરે છે. જેથી કરીને તમારા પાચનતંત્રને લગતી અને અન્ય અનેક પ્રકારની બીમારીઓથી છુટકારો મળે છે. દરરોજની 10 મિનિટની દોડ તમારા વધતી જતી ઉંમર ના નિશાનને પણ ઘટાડી દે છે.

ઉબડખાબડ રસ્તા ઉપર દોડવા માટે તમારા શરીરને વધુ સંતુલન ની જરૂર પડે છે. જેથી કરીને વ્યક્તિ પોતાના શરીરનું સંતુલન જાળવતા શીખી શકે છે. જે તેને આગળ જતા કોઈપણ પ્રકારની રમતમાં અથવા તો જીમ કે એક્સરસાઈઝ ની અંદર મદદરૂપ સાબિત થઈ શકે છે.

જ્યારે કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર દોડવા માટે જાય છે, ત્યારે તે અન્ય વ્યક્તિઓ સાથે મેલ-જોલ વધારી શકે છે. જેથી કરીને વ્યક્તિ વધુ ખુશ રહે છે જે તેના સ્વાસ્થ્યને અને ફિટનેસને વધુ ફાયદો પહોંચાડે છે.

દરરોજની 10 મિનિટની દોડના કારણે તમને અનેક પ્રકારના મનોવૈજ્ઞાનિક લાભ પણ થાય છે. દોડવાના કારણે તમારા શરીરની અંદર અમુક એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે તમારા હૃદય અને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે મદદરૂપ સાબિત થાય છે. આમ કરવાથી વ્યક્તિને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યામાંથી પણ છુટકારો મળી શકે છે.

દોડતી વખતે ન કરો આ ભૂલ

વધુ ગરમ વાતાવરણની અંદર બહાર દોડવા ન જોવું જોઈએ. કેમ કે, આમ કરવાથી તમારી ઉર્જા અને ક્ષમતા ઓછી થઈ જાય છે. સાથે સાથે તમે ડિહાઇડ્રેશનનો પણ શિકાર બની શકો છો.

જો ખૂબ વધુ ઠંડીની ઋતુ હોય તો પણ બહાર દોડવા ન જવું જોઈએ. કેમ કે, આમ કરવાથી તમને શરદી અને અન્ય બીમારીઓની સંભાવના વધી શકે છે. આથી હંમેશાં ને માટે બહાર દોડવા માટે સામાન્ય તાપમાન અથવા તો સામાન્ય કરતાં થોડું નીચું તાપમાન ઉત્તમ માનવામાં આવે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here