લીંબુના માત્ર ફાયદા જ નહિ નુકસાન પણ છે, જાણી લો લીંબુ દ્વારા થતા નુકશાન વિશે.

0
21092

અત્યાર સુધી આપણે દરેક લોકોએ લીંબુના અનેક પ્રકારના ફાયદાઓ વિશે સાંભળ્યું છે. લીંબુની અંદર અનેક પ્રકારના એવા ઔષધિય ગુણો હોય છે, જે આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા પહોંચાડતા હોય છે. પરંતુ જો જરૂર કરતાં વધુ માત્રાની અંદર લીંબુનું સેવન કરવામાં આવે તો તે આપણા માટે ફાયદાકારકની જગ્યાએ બની શકે છે. નુકસાનકારક સામાન્ય રીતે ઘણા લોકો લીંબુપાણીને ફાયદાકારક માની બેસતા હોય છે. પરંતુ ઘણી વખત આ જ લીંબુ પાણી આપણા શરીર માટે બની શકે છે નુકસાનકારક તો ચાલો જાણીએ લીંબુના નુકસાન વિશે.

પેટ ખરાબ થવું

જો જરૂર કરતાં વધુ માત્રામાં લીંબુના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા પેટની અંદર એસિડનું લેવલ વધી જાય છે. જે જે તમારા પેટની અંદર દુખાવો અને એસિડિટીની સમસ્યા ને નોતરી શકે છે. આથી તમારા પેટને ખરાબ થતા બચાવવા માટે હંમેશાને માટે લીંબુ ના રસ ને પાણી સાથે ભેળવીને પીવો જોઈએ.

દાંતને નુકશાન

જો વારંવાર લીંબુના રસને દાંત સાથે સીધા સંપર્કમાં લાવવામાં આવે તો તેના કારણે દાંતના ઉપરના પડને નુકસાન પહોંચે છે. જો દાંતના ઉપરના પડમાં સીધું જ લીંબુ રાખવામાં આવે તો તેના કારણે તેના ઉપરના પડમાં ખવાણ થાય છે. આથી હંમેશાને માટે લીંબુના રસ અને પાણી સાથે ભેળવીને લેવો જોઈએ. જેથી કરીને લીંબુના રસ અને દાંતનો સીધો સંપર્ક ન થાય.

મોના ચાંદા

લીંબુની અંદર સાઈટ્રિક અને એસ્કોર્બિક એસિડ હોય છે. જે તમારા મોંની અંદર થતા સંક્રમણને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પરંતુ જો જરૂર કરતાં વધુ માત્રામાં લીંબુનું સેવન કરવામાં આવે તો તે તમારા મોં ની અંદર પડેલા ચાંદા માટે કારણભૂત બની શકે છે.

છાતીમાં બળતરા

જરૂર કરતાં વધુ માત્રામાં લીંબુનું સેવન  તમને હાર્ટ બર્ન એટલે કે છાતીની અંદર બળતરા ઉત્પન્ન કરી શકે છે. લીંબુ ની અંદર ભરપૂર માત્રામાં એસિડ હોય છે જે તમારા શરીરની અંદર જઈ એસિડના લેવલને વધારી દે છે. અને તમારા છાતીની અંદર બળતરા ઉત્પન્ન કરે છે.

શરીરમાં પાણીની કમી

જો લીંબુનું જરૂર કરતાં વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિના શરીરની અંદર યુરીન જરૂર કરતાં વધુ માત્રામાં બને છે. જે તમારા શરીરની અંદર રહેલા પાણીને મૂત્ર વાટે બહાર કરી દે છે. આથી વ્યક્તિના શરીરની અંદર પાણીની ઉણપ સર્જાય છે. આવા વ્યક્તિઓ ઘણી વખત ડિહાઇડ્રેશનનો શિકાર પણ બની શકતા હોય છે.

માઈગ્રેન અને અસ્થમા

જરૂર કરતાં વધુ માત્રામાં લીંબુનું સેવન વ્યક્તિઓને માઈગ્રેનનું કારણ પણ બની શકે. ઘણા લોકોને આમ કરવાથી એલર્જીની સમસ્યા પણ ઉત્પન્ન થઇ શકે છે અને સાથે સાથે અસ્થમાની સમસ્યા પણ થઈ શકે છે.

આયર્નનું શોષણ

લીંબુનો રસ શરીરની અંદર રહેલા આયનને શોષી લે છે. જેથી કરીને વ્યક્તિને ડાયેરિયા ઊલટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આથી જો જરૂર કરતાં વધુ લીંબુના રસનું સેવન કરવામાં આવે તો તમારા શરીરને અનેક રીતે નુકસાન પહોંચી શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here