જાણો કેવી સ્થિતિમાં સૂવાથી સ્વાસ્થ્યને થાય છે ફાયદાઓ, ક્યારેય ન સુવું આ રીતે.

0
5609

સ્વાસ્થ્ય માટે ખાવું-પીવું જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી છે ઊંઘવું. જો તમે રાત્રી દરમિયાન યોગ્ય રીતે અને શાંતિથી ઉંઘતા હોવ તો તેને કારણે તમારું મગજ શાંત રહે છે, અને તમારા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ઉર્જા મળી રહે છે. જેથી કરીને તમે દરરોજના કાર્ય ખૂબ સારી રીતે કરી શકો છો. જે વ્યક્તિઓ સારી ઊંઘ મેળવતા હોવ તે લોકો નું સ્વાસ્થ્ય અપૂરતી ઊંઘ મેળવતા લોકો કરતા વધુ સારું હોય છે.

વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે, કે જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય તેવા લોકો અનેક પ્રકારની બીમારીઓથી ઘેરાતા હોય છે. આથી જ આપણે કાયમી માટે યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં ઊંઘ મેળવવી જોઈએ. પરંતુ ઘણા લોકો સૂતી વખતે યોગ્ય પોઝિશન ની અંદર સુતા નથી અને આથી જ તે વિવિધ પ્રકારની બીમારીઓને પણ નોતરું આપી દે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સુવાની અમુક એવી પોઝિશન કે જેના કારણે તમે પણ લઈ શકો છો સ્વસ્થ.

ડાબી બાજુ સૂવું

આપણા શરીરની અંદર આપણું પાચનતંત્ર અને હોજરી સહેજ ડાબી તરફ નમેલા હોય છે, અને આથી જ કહેવાય છે કે જમ્યા બાદ હંમેશા ને માટે ડાબા પડખે સૂવું જોઈએ. કેમ કે, આમ કરવાથી તમારું ભોજન જઠરની અંદર યોગ્ય રીતે પચી જાય છે, વૈજ્ઞાનિકો દ્વારા આ વાતને સાબિત કરી દેવામાં આવી છે કે જમણી બાજુ સુવાની જગ્યાએ ડાબા પડખે સુવા ના કારણે તમારું સ્વાસ્થ્ય વધુ સારું રહે છે, અને સાથે સાથે તમારા શરીરમાં લોહીનો સંચાર પણ વધે છે, અને જેથી કરીને તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો.

ગોઠણ વાળીને ન સુવુ

વૈજ્ઞાનિકોના એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે ૪૦ ટકા લોકો પોતાના પગના ઘુંટણને વાળી અને સુતા હોય છે. આ રીતે સુવાના કારણે લોકોના ગોઠણ અને તેના જોઈન્ટ પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે, અને લાંબા સમયે તેની અંદર દુખાવાની સમસ્યા થાય છે, અને આથી જ આયુર્વેદને શાસ્ત્ર અનુસાર અને વૈજ્ઞાનિકોના અનુસાર ક્યારે પણ ગોઠણને વાળીને ન સૂવું જોઈએ. અને જો ગોઠણ વાળીને સુવું હોય તો પગની વચ્ચે તકિયો રાખવો જોયે.

કઈ દિશામાં રાખવું જોઈએ માથું

આપણું હદય આપણા શરીરના ઉપરના ભાગમાં રહેલું હોય છે કે જેથી કરીને શરીરના નીચે ના ભાગમાં રક્ત સંચાર વધુ સારી રીતે થઇ શકે. શરીરમાં ઉપર તરફ જતી રક્તવાહિનીઓ નીચે જતી રક્તવાહિનીઓ કરતા પ્રમાણ માં ખુબ પાતળી હોય છે. આથી જ ગુરુત્વાકર્ષણ ના નિયમ અનુસાર આપણે ક્યારેય પણ ઉલટું ન સૂવું જોઈએ. સૂતી વખતે હંમેશા માથા નીચે મધ્યમ આકારનું ઓશિકું રાખવું જોઈએ, અને ક્યારે પણ આપણા પગની નીચે કોઈપણ પ્રકારનો તકિયો અથવા તો ઊંચી વસ્તુ ન રાખવી જોઇએ. કેમ કે, આમ કરવાથી તમારા પગ સુધી થતાં રક્તસંચારની અંદર ઘટાડો થાય છે અને તેના કારણે તમારા શરીરની અંદર વિવિધ પ્રકારની સમસ્યાઓ સર્જાઇ શકે છે.

દક્ષિણ દિશામાં માથુ રાખવાના ફાયદા

દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ રીતે સુવાના કારણે તમારા પગ ઉત્તર દિશાની અંદર રહે છે, અને શાસ્ત્રો અનુસાર એક એવી માન્યતા છે કે ઉત્તર દિશાની અંદર પગ રાખીને સુવાના કારણે તમને ઉંઘ સારી આવે છે, અને સાથે સાથે તમને અનેક પ્રકારની બીમારીઓથી બચવાનું મોકો પણ મળી જાય છે.

 

ઉત્તર દિશામાં ન રાખવું માથું

પૃથ્વીમાં ચુંબકીય શક્તિ હોય છે જે દક્ષીણ થી ઉત્તર તરફ સતત વહેતી હોય છે અને આથી જ દક્ષીણ તરફ માથું રાખવાથી આ ચુંબકીય ઉર્જા આપડા માથા માંથી પ્રવેશી પગ માંથી બહાર નીકળે છે અને આથી જ સવારે ઉઠતા વેત આપદને તાજગી મહેસુસ થાય છે. અને તેની વિપરીત ઉત્તર તરફ માથું રાખવાથી આપડી ઉર્જા ઘટી જતી હોય છે.

પૂર્વ તરફ પણ રાખી શકો છે માથું

રાત્રે સુતી વખતે પૂર્વ તરફ માથું રાખવાથી આપણને ઘણા ફાયદા થાય છે. આ ઉપરાંત એક એવી માન્યતા છે કે પૂર્વ દિશા તરફથી સૂર્ય ઉગતો હોવાના કારણે અને તે આપડા દેવતા ના સ્થાને હોવાના કારણે તે તરફ પગ રાખી ને ન સુવી જોઈએ.

ક્યારે ન સૂવું જોઈએ

શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું છે કે સંધ્યા સમયે અથવા તો આરતી થતી હોય ત્યારે ક્યારેય પણ ન સૂવું જોઈએ. આ ઉપરાંત જમ્યા બાદ તરત જ ન સૂઈ જવું જોઈએ, અને જમ્યા બાદ અંદાજે બે કલાક બાદ જ આપણે સુવું જોઈએ. જો તમારે રાત્રે કોઈ જરૂરી કામ ન હોય તો રાત્રે ખૂબ મોડે સુધી ન જાગવું જોઈએ.

આમ જો આ અમુક બાબતોનું ધ્યાન રાખી અને રાત્રે ઊંઘ લેવામાં આવે તો તેના કારણે તમે પણ કાયમી માટે સ્વસ્થ રહી શકો છો.

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

અવનવી વિશેષ માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here