શું તમે પણ બની શકશો મોટા અધિકારી? તમારી તર્જની આંગળી અને મધ્યમા આંગળી પરથી જાણો તમારા ભવિષ્ય વિશે.

0
5094

સમુદ્ર શાસ્ત્ર અનુસાર હથેળીના અંગૂઠા બાદની પહેલી આંગળીને એટલે કે ઇંડેક્સ ફિંગરને (તર્જની આંગળી) કહેવામાં આવે છે. આ આંગળીની નીચે હથેળીમાં જે જગ્યા હોય છે તેને ગુરુ પર્વત કહેવામાં આવે છે, અને આથી જ આ આંગળી ને ગુરૂની આંગળી પણ કહેવામાં આવે છે. અન્ય આંગળીઓની જેમ જ આ પહેલી આંગળી ત્રણ ભાગ ની અંદર વહેંચાયેલી હોય છે. જેને સમુદ્રની અંદર પર્વ અથવા તો પોર ના નામથી ઓળખવામાં આવે છે.

  • તર્જની આંગળી ના પહેલા પર્વ ની અંદર મેષ રાશિ, બીજા ની અંદર વૃષભ રાશી અને ત્રીજા ની અંદર મિથુન રાશિ હોય છે. સામાન્ય રીતે આપણી તર્જની આંગળી મધ્યમા અને ફિંગર રીંગ કરતા નાની હોય છે.
  • જો કોઈપણ વ્યક્તિ ની પહેલી આંગળી તેની ત્રીજી આંગળી ની લંબાઈ જેટલી જ હોય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે આ આંગળી ને જોઈ કોઈપણ વ્યક્તિ ભવિષ્યમાં મળનાર પોતાના પૈસા પદ અને સ્વાભિમાન વિશે જાણી શકે છે.

  • જો તમારી તર્જની આંગળી મધ્યમા આંગળી ની લંબાઈ ના બરોબર હોય તો તે વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ સફળતા મેળવી શકે છે, અને આવા વ્યક્તિઓના જીવનની અંદર રાજયોગ પણ બનતો હોય છે.
  • જો તમારી તર્જની આંગળી મધ્યમા આંગળી કરતાં વધુ લાંબી હોય તો તે વ્યક્તિ સ્વભાવ માં વધુ ઘમંડી હોય છે, અને આવા વ્યક્તિઓ તાનાશાહ નો વિચાર રાખતા હોય છે. આવા વ્યક્તિઓ બીજા કોઈ પણ વ્યક્તિની વાત સાંભળી શકતા નથી.

  • જો તમારી તર્જની આંગળી અનામિકા આંગળી કરતા મોટી હોય તો તેવા વ્યક્તિઓ વધુ મહત્વકાંક્ષી હોય છે. આવા વ્યક્તિઓ સખત મહેનત કરી પોતાના લક્ષ્યને મેળવે છે.

  • જો તર્જની આંગળી અને અનામિકા આંગળી બંને સમાન આકારની હોય તો તે વ્યક્તિને જીવનની અંદર માન-સન્માન અને પૈસા મળે છે. આવા વ્યક્તિઓને સમાજની અંદર પ્રતિષ્ઠા મળે છે.

  • જો તમારી તર્જની અને અનામિકા આંગળીની અંદર લંબાઇમાં વધુ ફેરફાર હોય તો તેવા વ્યક્તિઓ પોતાના જીવનમાં ખૂબ સફળ બિઝનેસમેન બની શકે છે. આ સંયોગ તમને ભવિષ્યમાં વેપાર-ધંધા દ્વારા મળતા ધન ને દર્શાવે છે.
  • જો તર્જની ફિંગર નો પહેલો પર્વ અન્ય બે પર્વ કરતા નાનો હોય તો તેવા વ્યક્તિઓ અન્ય લોકોની ભાવના ના શિકાર બની જતા હોય છે. આવા વ્યક્તિઓ સમાજની અંદર સારી એવી પદવી મેળવી શકે છે. અને સાથે સાથે માન-સન્માન પણ મેળવી શકે છે.
  • આમ તમે પણ તમારી તર્જની આંગળી અને મીડલ ફિંગર એટલે કે મધ્યમા આંગળી પરથી જાણી શકો છો કે ભવિષ્યમાં તમને માન-સન્માન મળશે કે નહીં? તો આ ટિપ્સ પરથી જાણો તમે પણ તમારા ભવિષ્ય વિશે.

અવનવી અને વિશેષ માહિતી મેળવવા માટે  Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here