લવિંગના આ 5 ચમત્કારી ફાયદાઓ નહીં જાણતા હો તમે, દરેક સમસ્યાઓ થશે દૂર.

0
4965

ભારતીય મસાલાની અંદર લવિંગનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે. લવિંગ સ્વાદમાં તીખા હોય છે અને ભારતીય રસોડાની અંદર દરરોજનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને તેની રસોઈના સ્વાદમાં વધારો થાય. લવિંગની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ હોય છે કે જે તમારા શરીરની અંદર રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પુરુષો માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ લવિંગના અમુક એવા ફાયદાઓ કે જેના વિશે નહી જાણતા હોવ તમે.

ગેસમાં ફાયદાકારક

આજના ભાગદોડ ભર્યા જીવનની અંદર લોકો ખાવા-પીવાની અંદર પુરતું ધ્યાન રાખતા નથી અને આથી જ લોકોને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પેટની સમસ્યાઓ માં ગેસ એ સૌથી સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકો ગેસની સમસ્યાથી પીડાતા હોય છે, તું સવારમાં ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી ની અંદર લવિંગના તેલના અમુક ટીપાં નાખી તેનું સેવન કરવામાં આવે તો પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી રાહત મળે છે.

શરદી ઉધરસમાં ફાયદાકારક

બદલાતા મોસમની અંદર લોકોને શરદી અને ઉધરસની સમસ્યા થતી હોય છે. આવામાં જો ખરાબ મોસમમાં મોમાં એક લવિંગ રાખવામાં આવે તો તેના કારણે તમને શરદી ઉધરસની સમસ્યામાં રાહત મળે છે, અને સાથે સાથે ગળામાં થતાં દુખાવામાં પણ રાહત મળે છે.

મોમાંથી આવતી દુર્ગંધ દુર કરવા

જે વ્યક્તિઓના મોમાં પાયોરિયાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓ ના મોં માંથી દુર્ગંધ આવતી હોય છે. મો માથી આવતી આ દુર્ગંધને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો 40 થી 45 દિવસો સુધી સતત મો ની અંદર આખું લવિંગ રાખવામાં આવે તો તેના કારણે મોમાંથી આવતી આ દુર્ગંધ અને પાયોરિયાની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળે છે.

ચહેરાના ડાઘ ધબ્બા દૂર કરવા

લવિંગનો ઉપયોગ તમારા ચહેરાની સુંદરતા વધારવા માટે પણ કરી શકાય છે. જો ચેહરા માં કોઈપણ પ્રકારના ડાઘ-ધબ્બા અથવા તો ડાક સર્કલ હોય તો તેને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે લવિંગના પાઉડરનો તમે ફેસપેક તરીકે ઉપયોગ કરી શકો છો. લવિંગના પાવડર ની અંદર થોડો ચણાનો લોટ ઉમેરી ત્યારબાદ તેને તમારા ચહેરા પર લગાવી લો આમ કરવાથી ચહેરા ઉપરની દરેક સમસ્યાઓમાંથી રાહત મળે છે.

ખરતા વાળ અટકાવે

મોટાભાગના લોકો ખરતા વાળની સમસ્યાથી પીડાતા હોય છે. પરંતુ લવિંગ ખરતાં વાળની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. આ માટે થોડા લવિંગને ગરમ પાણીની અંદર ઉકાળી લો અને ત્યારબાદ તમારા વાળને એ પાણીથી ધોઈ લો. આમ કરવાથી તમારા વાળમાં કુદરતી ચમક આવે છે અને સાથે સાથે તમારા વાળ જડમૂડથી મજબૂત બને છે. જેથી કરીને ખરતા વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે.

આમ રસોડાની અંદર ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાતો લવિંગ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here