પુરુષો કરો આ 5 કામ માત્ર એક અઠવાડિયામાં બંધ થઇ જશે ખરતા વાળ.

0
4399

આજના સમયમાં ખરતા વાળ એ એક સામાન્ય બાબત બની ગઈ છે. આજના સમયમાં લોકોની બદલાતી જતી રહેણી કહેણી અને ખોરાકના કારણે તેના વાળને યોગ્ય પ્રમાણમાં પોષણ મળતું નથી. જેથી કરીને લોકોના વાળ કમજોર થઈ જતા હોય છે. અને અંતે તે ખરતાં જાય છે આજે મોટી ઉંમરના લોકો જ નહીં પરંતુ નાની ઉંમરના બાળકોને પણ આ સમસ્યા વધી રહી છે. નાની નાની ઉંમરના બાળકો અને યુવાન લોકોને પણ વાળ ખરવાની સમસ્યામાં વધારો થતો જોવા મળે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે છુટકારો મેળવી શકો છો ખરતા વાળની આ સમસ્યામાંથી.

દરરોજ શેમ્પૂ ન વાપરો

જો તમે પણ તમારા ખરતા વાળની સમસ્યામાંથી છુટકારો મેળવવા માંગતા હોય તો હંમેશાં એ માટે તમારા વાળને વધુ વખત ન ધોવા જોઈએ. સામાન્ય રીતે લોકો દરરોજ પોતાના વાળને કેમિકલયુક્ત શેમ્પૂથી ધોતા હોય છે પરંતુ તેની જગ્યાએ અઠવાડિયામાં માત્ર બેથી ત્રણ વખત જ તમારા વાળ ધોવા જોઈએ. વાળ ધોતી વખતે ક્યારેય પણ તેને રગડીને વાળ ધોવા જોઈએ. હમેશાંને માટે પુરુષોએ ખૂબ જ હળવે હાથે પોતાના વાળ ધોવા જોઈએ જેથી કરીને તેના વાળ મજબૂત બની રહે.

હેર ડ્રાયરનો ન કરો ઉપયોગ

આજકાલ લોકો પોતાના વાળને સેટ કરવા માટે વારંવાર હેર ડ્રાયરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હેર ડ્રાયરનો ઉપયોગ તમારા વાળને નુકસાન પહોંચાડે છે જેથી કરીને તમારા વાળ કમજોર બની જાય છે. આથી જ ક્યારે પણ તમારા વાળની હેરડ્રાયર દ્વારા સૂકવવા ન જોઈએ.

કેમિકલયુક્ત પ્રોડક્ટથી બચો

આજે બજારની અંદર વિવિધ એવા કેમિકલ યુક્ત પદાર્થો મળે છે. જે લોકો પોતાના વાળની અંદર લગાવતા હોય છે. પરંતુ આમ કરવાથી તેના કારણે તેનું પોષણ મળવાની જગ્યાએ તમારા વાળને ઊલટાનું નુકસાન થાય છે. જો આ વસ્તુઓનું વધુ માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારા વાળની મજબૂતી ઓછી થઈ જાય છે. આથી જ ધીમે ધીમે વાળ ખરવાની સમસ્યામાં વધારો થાય છે.

ક્લોરિનથી બચાવો તમારા વાળને

ક્લોરીન તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. આથી પુરુષોએ હંમેશાને માટે ક્લોરિનના હાનિકારક પ્રભાવ થી દૂર રહેવું જોઈએ અને હંમેશાને માટે સાફસુથરા પાણીથી પોતાના વાળ ધોવા જોઈએ.

સ્વસ્થ વાળ માટે પૌષ્ટિક આહાર

તમારા વાળની દેખભાળ રાખવા માટે તમારે ઉપર બતાવેલા આ પાંચ કામ તો કરવાના જ છે. પરંતુ સાથે સાથે જો તમે પૌષ્ટિક આહાર લો તો તેના કારણે તમારા વાળને જરૂરી એવું પોષણ મળી રહે છે. અને તમારા વાળની મજબૂતી પણ બની રહે છે. તમારા વ્યસ્ત જીવન ની અંદર થોડો સમય ફાળવી વ્યાયામ અને કસરત કરવામાં આવે સાથે સાથે યોગ્ય અને સંતુલિત આહાર લેવામાં આવે તથા ભરપુર માત્રામાં પાણીનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા વાળને કુદરતી મજબૂતી જળવાઈ રહે છે. અને તમે પણ ખરતાં વાળની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે  Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here