આ પાંચ કારણોથી પગના તળિયા નીચે રાખવી જોઈએ ડુંગળી. આ છે તેના ફાયદા.

0
9342

તમે ઘણી વખત જોયું હશે કે ઘણા લોકો રાત્રે સુતા પહેલા પોતાના પગના તળિયામાં મોજા પહેરી તેમાં ડુંગળી રાખે છે. ઘણા લોકો આવા વ્યક્તિઓને પાગલ સમજે છે. પરંતુ હકીકતમાં સૂતી વખતે પગના તળિયામાં ડુંગળી રાખીને સુવાના કારણે આપણને અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. આ કોઈ ઊટ વૈઇદા જેવી વાત નથી, પરંતુ આ વાતનો વૈજ્ઞાનિક પૂરાવો પણ મળેલો છે. વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે રાત્રે સૂતી વખતે પગના તળિયામાં ડુંગળી રાખવાના કારણે તેની અંદર રહેલા પોષક તત્વો તમારી ત્વચાની અંદર શોષાઈ જાય છે. જેથી કરીને તમારી ત્વચાને અનેક પ્રકારના ફાયદા પહોંચે છે.

હકીકતમાં આપણા પગ ના તળિયાની અંદર અમુક એવી કોશિકાઓ હોય છે જે આપણા શરીર ની વિવિધ કોશિકાઓ સાથે સીધી જ જોડાયેલી હોય છે. આથી જ જો પગના તળિયાની આ કોશિકાઓને પોષણ પૂરું પાડવામાં આવે તો તેના કારણે આપણા શરીરના વિવિધ અંગો ને આપમેળે જ પોષણ મળી રહે છે. આથી જ રાત્રે સૂતી વખતે જો પગ ના તળિયા ની અંદર ડુંગળી રાખીને સૂવામાં આવે તો ડુંગળીના પોષક તત્વો આપણા શરીરના દરેક અંગો સુધી પહોંચી જાય છે અને આપણા શરીરને અનેક પ્રકારના ફાયદાઓ પહોંચાડે છે.

આ છે વૈજ્ઞાનિક આધાર

વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર પગના તળિયાની અંદર અલગ-અલગ પ્રકારની 7000 કોશિકાઓ આવેલી હોય છે, જે આપણા શરીરના વિવિધ અંગો સાથે જોડાયેલી હોય છે. આ કોશિકાઓ સતત ને સતત ચપ્પલ અને શુઝ પહેરવા ના કારણે નિષ્ક્રિય થઇ જાય છે, અને આથી જ આપણા શરીરના અંગો ને યોગ્ય ઊર્જા મળતી નથી. આટલા માટે જ ઘણી વખત ડોક્ટરો આપણને ખુલ્લા પગે ચાલવાની સલાહ આપતા હોય છે કે જેથી કરીને આપણા પગ ના તળિયા ને યોગ્ય ઉર્જા મળી રહે.

સામાન્ય રીતે ડુંગળીને હવા શુદ્ધ કરનાર અને જીવ-જંતુઓ વિનાશક ગણવામાં આવે છે. આ ઉપરાંત ડુંગળી ની અંદર ભરપૂર માત્રામાં ફોસ્ફરિક એસિડ હોય છે. પગ ના તળિયા ની અંદર ડુંગળી રાખી ને સુવા ના કારણે તેની અંદર રહેલું એસિડ આપણા લોહીની અંદર પ્રવેશે છે અને આપણા લોહીને શુદ્ધ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ડુંગળીનો પ્રયોગ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે એક વખત ઉપયોગમાં લીધેલી ડુંગળીનો બીજી વખત ક્યારેય ઉપયોગ ન કરવો. કેમ કે, આમ કરવાથી ડુંગળી ની અંદર જમા થયેલા બધા જ કીટાણુઓ બીજી વખતે ડુંગળીનો ઉપયોગ કરવાના કારણે તમારા શરીરમાં ફરીથી પ્રવેશ કરી જાય છે. જે આગળ જતાં તમને નુકસાન પહોંચાડી શકે છે.

ડુંગળીનો ઉપયોગ કરવાની રીત

પગના તળિયામાં ડુંગળી રાખવા માટે સૌપ્રથમ ઓર્ગેનિક ડુંગળીને સ્લાઈસ ની અંદર કાપી લો. ઓર્ગેનિક ડુંગળીનો ઉપયોગ કરવાના કારણે પગ ના તળિયા ની અંદર રહેલા બધા જ જીવ જંતુઓ નાશ પામે છે. સાથે સાથે આ ડુંગળી કેમિકલ થી મુક્ત હોય છે. જેથી કરીને તે તમારા પગ ના તળિયા ને નુકશાન પહોંચાડતી નથી. ડુંગળીની સ્લાઈસ કરી તેને તમારા પગ ના તળિયા ની અંદર લગાવી દો અને ડુંગળીને પોતાનું કામ કરવા દો.

ડુંગળીની આ સ્લાઇસને તમારા પગના તળિયામાં ટકાવી રાખવા માટે તેની ઉપર મોજા પહેરી લો. ત્યારબાદ ડુંગળીની અંદર રહેલા પોષક તત્વો ધીમે-ધીમે તમારા શરીરની અંદર શોષાતા જશે અને તમારા શરીરની અંદર રહેલા બધા જ કીટાણુઓ ધીમે ધીમે નાશ પામવા લાગશે.

પગના તળિયે ડુંગળી મુકવાના ફાયદાઓ

લોહીને શુદ્ધ કરવામાં

આજના સમયમાં આપણે વિવિધ પ્રકારની એવી વસ્તુઓનું સેવન કરીએ છીએ કે જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. સાથે સાથે તેની અંદર વિવિધ પ્રકારની ઔષધિઓ પણ હોય છે જે આપણા શરીરને બિમાર પાડે છે. ડુંગળી ની અંદર ભરપૂર માત્રામાં ફોસ્ફરિક એસિડ હોય છે જે તમારા લોહી સાથે ભળી અને તેને શુદ્ધ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

બેક્ટેરિયાને જીવાણુઓથી રાખશે દૂર

ડુંગળી ની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણોને છે. આથી જ પગના તળિયાની અંદર ડુંગળી રાખવાના કારણે તમારા શરીરની અંદર રહેલા બધા જ બેક્ટેરિયા અને જીવાણુઓ નાશ પામે છે. આ ઉપરાંત અમુક પ્રકારના જીવાણુઓ ડુંગળી ની અંદર ચોટી જાય છે. જેથી કરીને તમે અને પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો.

હવાને શુદ્ધ કરશે

રાત્રે સૂતી વખતે પગના તળિયામાં ડુંગળી રાખવાના કારણે તેની સુગંધ આસપાસની હવા ને શુદ્ધ કરે છે. સાથે-સાથે હવા ની અંદર રહેલા ઝેરી પદાર્થોને આ ડુંગળી શોષી લે છે આથી જ આપણને શુદ્ધ હવા મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here