૪૦ વર્ષ જૂના સાંધાના દુ:ખાવા માત્ર સાત દિવસમાં દૂર કરશે આ ચમત્કારી છોડ.

0
30438

આયુર્વેદમાં પારિજાતના ઝાડને એક ઔષધ તરીકે વર્ણવવામાં આવ્યો છે. પારિજાતના પાન આપણા સ્વાસ્થ્યને અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે. આયુર્વેદ શાસ્ત્ર કહે છે એ પારિજાતના પાનનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ પોતાના ઘુટણના દુઃખાવાને, કમરના દુઃખાવાને અને કોઈપણ પ્રકારના વાની સમસ્યાને દૂર કરી શકે છે. ઘણી વખત વાની સમસ્યામાં લોકો પોતાના શરીરને હલાવી ચલાવી પણ શકતા નથી. આવી પરિસ્થિતિમાં પણ પારિજાતના પાન ખુબ ઉપયોગી સાબિત થાય છે. જો કોઈપણ વ્યક્તિ ને 40 વર્ષ જેટલી જૂની આર્થરાઈટિસની સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે પણ પારિજાતના પાન ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

આર્થરાઈટિસની સમસ્યામાં

આર્થરાઈટિસના દર્દીઓ માટે પારિજાતના પાન રામબાણ ઇલાજ સાબિત થાય છે. આ માટે પારિજાતના ૫ થી ૭ પાન તોડી લઈ તેની ચટણી બનાવી એક ગ્લાસ પાણી ની અંદર ઉમેરી દો. ત્યારબાદ તે પાણી અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો, અને જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને ગાળી લઇ અને પીય લો. પાણીને રાત્રે ઉકાળી લઇ અને સવાર સુધી ઠંડુ થવા દો અને ત્યારબાદ સવારમાં ઉઠ્યા બાદ તેને પી જાઓ. આ ઉપાય આર્થરાઈટિસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ સમાન સાબિત થશે.

માત્ર ચાર થી પાંચ દિવસ સુધી આ રીતે સવારમાં આ પાણીનું સેવન કરવાના કારણે તમને ચાલીસ વર્ષ જૂની આર્થરાઈટિસની સમસ્યામાં ફાયદો થતો જોવા મળશે, અને જો સતત એકધારા સાત દિવસ સુધી આ રીતે આ પાણીનું સેવન કરવામાં આવે તો તમારી અર્થરાઈટિસની સમસ્યા જડમૂળમાંથી દૂર થઈ જશે. જો આર્થરાઈટિસની સમસ્યા ખૂબ જૂની હોય તો તે વ્યક્તિ દસથી પંદર દિવસ સુધી આ પાણીનું સેવન કરી શકે છે અને જો તે સમસ્યા ઓછી હોય તો માત્ર બે-ત્રણ દિવસ જ આ પાણીનું સેવન કરવાના કારણે તેને રાહત મળે છે.

આજના સમયમાં મોટાભાગના લોકોને સાંધાના દુઃખાવાની સમસ્યા થતી હોય છે. સાથે-સાથે ચિકનગુનિયા જેવી અનેક પ્રકારની બીમારીઓ છે કે જેની અંદર લોકોના સાંધામાં દુખાવો થતો હોય છે. આવી સમસ્યામાં પારિજાતના પાન રામબાણ ઇલાજ સાબિત થાય છે. જો માત્ર ત્રણ દિવસ સુધી પારીજાત ના પાન નો રસ પીવામાં આવે તો ગમે તેવા સાંધાના દુખાવામાં તરત જ રાહત મળે છે.

સાંધાના દુઃખાવામાં અકસીર છે પારિજાતનો છોડ

આ ઉપરાંત પારીજાત પેશાબને લગતી કોઈપણ પ્રકારની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. જો કોઈ પણ વ્યક્તિને પેશાબમાં બળતરા થતી હોય અથવા તો રોકાઈ-રોકાઈને પેસાબ આવતો હોય અથવા તો ટીપા ટીપા કરીને પેસાબ આવતો હોય તો તેવા વ્યક્તિઓ માટે પારીજાતના પાનનો રસ રામબાણ ઇલાજ સાબિત થાય છે. આ ઉપરાંત પારિજાતના પાન ને ચાવીને ખાઈ શકાય છે આમ કરવાથી પણ તે ખુબ ગુણકારી સાબિત થાય છે.

આમ જો પારીજાત ના પાનનો રસ પીવામાં આવે અથવા તો પારિજાતના પાન અને પાણીની અંદર ઉકાળી લઇ અને ત્યારબાદ તે પાણીનું સેવન કરવામાં આવે અથવા તો પારિજાતના પાન ને સીધા જ ચાવી લેવામાં આવે તો તેના કારણે વ્યક્તિ ગમે તેવી સાંધાની બીમારીથી પીડાતો હોય અથવા તો જૂનામાં જૂના આર્થરાઈટિસની સમસ્યા હોય તો તે ઠીક થઇ જાય છે.

આથી હંમેશાં ને માટે દરેક વ્યક્તિઓએ પોતાના ઘરમાં પારિજાતનો છોડ વાવવો જોઈએ. જેથી કરીને તમારા ઘરનું સુશોભન પણ વધે છે અને સાથે સાથે તમે આવી સાંધાની બીમારી માંથી પણ દૂર રહી શકો છો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here