જીવન રેખા પરથી જાણો તમને ભવિષ્યમાં થનારી બીમારીઓ અને દુર્ઘટનાઓ વિશે

0
3514

હસ્તરેખા શાસ્ત્રની અંદર તમારા હથેળીમાં રહેલી જીવનરેખાની સ્થિતિના આધારે તમે તમારા ભવિષ્ય ની અંદર થનારી બીમારીઓ અને દુર્ઘટનાઓ વિશે પહેલેથી જ જાણી શકો છો. સમુદ્ર શાસ્ત્રની અંદર આપણી જીવનરેખાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. આપણા હથેળીની અંદર આ રેખા આપણી પહેલી આંગળી અને અંગુઠાની વચ્ચે થી શરૂ થઈ અને અંગૂઠાના નીચેના ભાગ સુધી ફેલાયેલી હોય છે. આ લાઇન ને લાઈફલાઈન પણ કહેવામાં આવે છે.

તમારા હથેળીની અંદર રહેલી આ જીવનરેખાને આધારે તમારા જીવનની અંદર ઘટનારી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ અને સાથે સાથે તમારા મૃત્યુ વિશે પણ ઘણી બધી જાણકારી મળી શકે છે. આ રેખા ઉપર બનેલા ત્રિભુજ ના નિશાન ને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત જીવનરેખા ઉપર ધ્વજ ચક્રને સ્વસ્તિકના નિશાનને પણ શુભ માનવામાં આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ જીવન રેખા સાથે જોડાયેલી અમુક એવી ખાસ બાબતો કે જે તમારા માટે થશે ઉપયોગી.

જીવનરેખા પર થી જાણી શકાતી વાતો

 • જે વ્યક્તિની જીવનરેખા નાની હોય છે તે વ્યક્તિના શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે. અને આથી તે વ્યક્તિની શારીરિક શક્તિ પણ ઓછી થઈ જાય છે. અને તે વારંવાર બીમાર પડ્યા કરે છે.
 • જો કોઈપણ વ્યક્તિ નહિ જીવનરેખા સાકરના આકારમાં હોય તો તે વ્યક્તિ પોતાના જીવન દરમિયાન કોઈને કોઈ રોગથી પીડાય કરે છે.

 • જો કોઈપણ વ્યક્તિ ની જીવન રેખા એકદમ પાતળી અને આછી હોય તો તે વ્યક્તિ લાંબો સમય સુધી બીમાર રહી શકે છે.
 • જો જીવનરેખા સીડીદાર હોય તો જાતકે પોતાના જીવનમાં ઘણા બધા સંઘર્ષ કરવા પડે છે અને તેને પોતાના જીવન દરમ્યાન અનેક ખતરનાક બીમારીઓનો સામનો કરવો પડે છે.
 • જો વ્યક્તિની જીવનરેખાના અંતમાં ગાયના પૂંછડી જેવો આકાર હોય તો તે વ્યક્તિ જીવનભર નુકસાન અને દુર્ઘટનાઓથી પરેશાન રહેતો હોય.

 • જો કોઈપણ રેખા મંગળ થી આવી જીવનરેખાને કાપે તો તે વ્યક્તિઓને પોતાના જીવનમાં દુશ્મનો દ્વારા હાનિ પહોંચે છે.
 • આક્રમક મંગળ થી કોઈ રેખા આવી અને જીવનરેખાને કાપે તો તે વ્યક્તિ વધુ માત્રામાં માનસિક તણાવનો ભોગ બને છે. અને તેને વારંવાર માથાના દુખાવાની સમસ્યા થયા કરે છે. આગળ જતા માઈગ્રેનની સમસ્યા ને આમંત્રણ આપે છે.
 • જે વ્યક્તિના જીવનરેખાની શરૂઆતમાં વધુ રેખાઓ હોય તેવા વ્યક્તિના જીવનમાં કાયમી માટે અસ્થિરતા બની રહે છે
 • જો જીવનરેખા હથેળીના અંત ભાગમાં બે રેખા ની અંદર ફસાઈ જતી હોય તો તે વ્યક્તિ નુ મૃત્યુ પોતાના ઘરથી ઘણે દૂર જઈને થાય છે
 • જો જીવનરેખાના અંતમાં ચોકડી અથવા તો ગુણાકારનો નિશાન હોય તો તે વ્યક્તિ નુ મૃત્યુ ખૂબ જ દુઃખદ હોય છે.
 • જો જીવનરેખા કોઈપણ જગ્યાએ તૂટેલી હોય તો તે વ્યક્તિના જીવનમાં તે સમયે અનેક પ્રકારની દુર્ઘટનાઓ થવાના યોગ હોય છે. આ ઉપરાંત જાતકને કોઈ ગંભીર બીમારી પણ થઈ શકે છે.

આમ તમે પણ તમારા હથેળી ની અંદર રહેલી જીવનરેખાને આધારે જાણી શકો છો કે, ભવિષ્યમાં તમને કયા પ્રકારની બીમારીઓ થઈ શકે છે અને ભવિષ્યમાં તમારી સાથે ક્યારે દુર્ઘટના ઘટવાની છે.

સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

 

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here