આ આઠ રીતે તમે વધારી શકો છો તમારા મગજની ક્ષમતા (યાદ શક્તિ)

0
4060

આપણી સાથે વારંવાર એવું બનતું હોય છે કે આપણે ઘણી વખત કોઈ પણ વ્યક્તિનું નામ અથવા તો કોઈ પણ જગ્યાનું નામ ભૂલી જતા હોઈએ છીએ અને ઘણી કોશિશો કરવા છતાં આપણને તે વસ્તુ નું નામ યાદ આવતું નથી. હકીકતમાં આપણી ઉંમર વધતાની સાથે સાથે આપણે યાદ શક્તિ ધીમે ધીમે નબળી પડતી જાય છે. પરંતુ જો યોગ્ય રીતે સંભાળ લેવામાં આવે તો આપણે આપણા દિમાગ ને ચુસ્ત દુરસ્ત રાખી શકીએ છીએ અને સાથે સાથે કાયમી માટે આપણે યાદ શક્તિને મજબૂત રાખી શકીએ છીએ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તમારા મગજની શક્તિ અને યાદશક્તિ વધારવા માટેના અમુક એવા કારગર નુસખા.

વ્યાયામ

સામાન્ય રીતે કસરત કરવાના કારણે યાદ શક્તિ મજબૂત બને છે. કસરત કરવાના કારણે તમારા મગજની કોશિકાઓ નો અંદરો અંદર નો સંપર્ક વધારે સારો બને છે. જેથી કરીને નવી કોશિકાઓ નિર્માણ પામે છે અને તમારી યાદ શક્તિ વધુ મજબૂત બને છે.

મુવમેન્ટ ની સાથે યાદ કરવું

સામાન્ય રીતે મોટા ભાગના અભિનેતાઓ આ ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે તમે કોઇપણ વસ્તુને મુવમેન્ટની સાથે યાદ કરવાની કોશિશ કરો છો ત્યારે તે ખૂબ આસાનીથી યાદ રહી જાય છે. જો તમે ક્યારે કોઈ પણ વસ્તુનું પ્રેઝન્ટેશન અથવા તો સ્પીચ આપવા માટે તૈયાર થતા હો ત્યારે હંમેશાં એ માટે તે વસ્તુને હલન-ચલનની સાથે યાદ કરો. આમ કરવાથી તમારે વસ્તુને ઝડપથી યાદ કરી શકશો.

સંતુલિત ભોજન

તમે ભોજનની સાથે જે કંઈ પણ શુગર અને એનર્જી તમારા શરીરની અંદર લો છો તેનો 20 ટકા ભાગ તમારા મગજ દ્વારા વપરાય છે. સામાન્ય રીતે તમારી યાદશક્તિની ક્ષમતા તમારા શરીરની અંદર રહેલા ગ્લુકોઝના સ્તર ઉપર નિર્ભર કરે છે. જો તમારા શરીરમાં સુગરનું લેવલ નિયંત્રણમાં ન હોય તો તેના કારણે તમારું મગજ કન્ફયુઝ થઈ જાય છે અને જેથી કરીને તમારી યાદશક્તિ નબળી પડી જાય છે. આથી જ હંમેશાને માટે તમારી યાદ શક્તિ વધારવા માટે હંમેશાને માટે સંતુલિત ભોજન લેવું જોઈએ.

દુનિયાની ભાગદોડ થી દૂર રહેવું

સામાન્ય રીતે તળાવ આપણી યાદશક્તિ વધે સારો ગણવામાં આવે છે કેમકે આપત્તિના સમયે આપણું મગજ વધુ સારી રીતે કાર્ય કરી શકે છે. પરંતુ લાંબો સમય સુધી જો તણાવ રહે તો તેના કારણે આપણા મગજને નુકશાન પહોંચી શકે છે. આથી જ મેં શાને માટે તમારા મગજને ચુસ્ત દુરસ્ત રાખવા માટે તણાવથી દૂર રહેવું જોઈએ. આ માટે તમે દુનિયાની ભાગદોડથી થોડો સમય માટે દૂર રહો. આમ કરવાથી તમારો મગજ આરામ કરશે અને તમારી યાદ શક્તિ વધારે બહેતર બનશે.

નવી ચુનોતીઓની શોધખોળ

તમારા મગજને તંદુરસ્ત રાખવા માટે હંમેશાં એ માટે તમારા મગજને નવી નવી ચેલેન્જ આપતી રહેવી જોઈએ ફૉર એક્ઝામ્પલ નવી નવી ભાષાઓ શીખવી અથવા નો નવી નવી કળાઓ શીખવાના કારણે તમારી મગજની શક્તિ વધે છે. આમ કરવા માટે તમે તમારા મિત્રો સાથે ઓનલાઇન ગેમ પણ રમી શકો છો.

સંગીત સાંભળવું

એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે સંગીત આપણા મગજ ઉપર જાદુઈ અસર કરે છે. જ્યારે તમે કોઇપણ વ્યક્તિને ગાતા અથવા તો વગાડતા જુઓ છો ત્યારે તમારું શરીર એક્ટિવ થઇ જાય છે અને સાથે-સાથે તમારું મગજ પણ એક્ટિવ થઈ જાય છે. જેથી કરીને તમારા મગજને ખૂબ જ ફાયદો થાય છે અને તમારી યાદશક્તિમાં વધારો થાય છે.

વાંચો અને વિચારો

જ્યારે તમે દિવસે કંઈક નવું આપતા હોવ ત્યારે તમારા મગજના બે તારો એકબીજા સાથે જોડાઈ જતા હોય છે અને જ્યારે તમે તે વસ્તુ વિશે વિચારો છો ત્યારે તે તાર વધુ મજબૂત બને છે અને જેથી કરીને તમે વાંચેલું વધુ સારી રીતે યાદ રહી શકે છે અને તમારી યાદ શક્તિ વધે છે.

સવારે આ રીતે ઉઠવું

આપણે દરેક લોકો જાણીએ છીએ કે આપણા મગજની ક્ષમતા વધારવા માટે ઊંઘ ખૂબ જ મહત્વની વસ્તુ છે. જો તમે પાંચ કલાક કરતા ઓછી ઊંઘ મેળવતા હોવ તો તેના કારણે તમારો મગજ એટલો બધો કાર્યક્ષમ બની રહેતો નથી, અને આ જ વસ્તુ જો તમે 10 કલાક કરતા વધુ ઊંઘ મેળવો તો પણ થાય છે. આથી હંમેશાને માટે પૂરતા પ્રમાણમાં ઊંઘ મેળવવી જોઇએ અને જ્યારે સવારે ઊઠ્યો ત્યારે સૂર્યના કિરણો આપણા શરીર ઉપર પડે અને આપણી આંખો ધીમે ધીમે ખૂલે તે રીતે ઊઠવું જોઈએ. આમ કરવાથી સૂર્યની રોશની તમારી આંખોથી સીધી તમારા મગજમાં પહોંચે છે અને તે તમારા મગજને એક્ટિવ કરી દે છે જેથી કરીને તમારી યાદ શક્તિ વધે છે.

આમ આ પ્રકારે આ 8 ઉપાય દ્વારા તમે પણ તમારા મગજની ક્ષમતા વધારી શકો છો કે જેથી કરીને તમે કોઈપણ વસ્તુ વધુ સારી રીતે યાદ રાખી શકો અને તમારી યાદશક્તિ વધી શકે છે.

સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here