માંસપેશીઓ અકળાઈ (નસો ખેંચાઈ) જાય તો કરો આ ઘરેલુ ઉપચાર, નહીંતર આગળ જતા થશે ખૂબ મોટી સમસ્યા.

0
10145

ફ્રોઝન શોલ્ડર એક એવી સમસ્યા છે, કે જેની અંદર તમારા ખભાની આસપાસ સોજો આવી જાય છે. આ ઉપરાંત ખભા ના સાંધાની વચારે આવેલ એક કેપ્સ્યુલ ની અંદર પણ સોજો આવી જાય છે. અને જેથી કરીને ખભાના આસપાસના વિસ્તારમાં ખૂબ જ તીવ્ર દર્દ ઉત્પન્ન થાય છે.

જ્યારે મનુષ્ય પોતાની યાદશક્તિ અથવા તો ઓળખાણ ભૂલી અને અચાનક જ નીચે પડી જાય છે, ત્યારે તેની માસપેશીઓ અકળાઈ જતી હોય છે. અને ધીમે ધીમે તેના હાથ-પગની માંસપેશીઓ પણ ખેંચાઈ જતી હોય છે. મનુષ્ય જાગતો હોય અથવા તો સૂતો હોય કોઈપણ પરિસ્થિતિ ની અંદર આ પ્રકારની સમસ્યા સર્જાઇ શકે છે, અને ત્યારે તેને આ પ્રકારનો દુખાવો થાય છે.

જ્યારે કોઈ પણ વ્યક્તિના હાથ-પગની માંસપેશીઓ અથવા તો નશો ખેંચાઈ જતી હોય, ત્યારે તેને અસહ્ય દુખાવા નો સામનો કરવો પડતો હોય છે, અને આગળ જતા તે સમસ્યા વધુ અને વધુ વિકટ બનતી જતી હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલુ ઉપચાર કે જેના દ્વારા તમે હાથ-પગના આ જકડનને કરી શકો છો દૂર.

વિવિધ ઔષધીય ઉપચારો

અજમા

લગભગ એક ગ્રામના ચોથા ભાગ જેટલા ખુરાસાની અજમો સવાર-સાંજ ખાવાના કારણે વાઈ, માસપેશીઓનો ખેંચાવ અને અને અનિંદ્રા જેવી સમસ્યામાં રાહત મળે છે.

લસણ

દૂધની અંદર લસણ અને વાવડિંગ ને ઉકાળી અને સવાર-સાંજ રોગીને પીવડાવવાથી આ સમસ્યામાં ઘણો લાભ થાય છે.

વળીયાળી

એક ભાગ વળીયાળી ચાર ભાગ જટામાંસી એક ભાગ તજ અને એક ભાગ ખાંડ તથા ૮ ભાગ સાકર લઈ અને તેનું ચૂર્ણ બનાવી લો. ત્યારબાદ દરરોજ સવાર-સાંજ ત્રણથી નવ ગ્રામ જેટલું ચૂર્ણ જો રોગીને આપવામાં આવે તો તેની ફ્રોઝન શોલ્ડર ની સમસ્યા દૂર થાય છે.

તેલની માલિશ

કોઈપણ માંસપેશી ની આસપાસ તેની માલિસ કરવાના કારણે માસપેશીઓમાં રક્તનું પરિભ્રમણ વધુ સારું થઈ જાય છે, અને જેથી કરીને માંસપેશીમાં ગરમી ઉત્પન્ન થાય છે. જે ત્યાં રહેલ લેક્ટિક એસિડને દૂર કરે છે, અને માંસપેશી ના દુખાવામાં રાહત મળે છે.

મેગ્નેશિયમ

જ્યારે શરીરની અંદર મેગ્નેશિયમની માત્રા ઘટે છે, ત્યારે માંસપેશીઓ ની અંદર દુખાવો થતો હોય છે. આથી જ તમારા ભોજનની અંદર ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ મળી રહે તેવા ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમારે બને ત્યાં સુધી પાલક અળસી તલ સૂરજમુખીનું તેલ અને બદામ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

ચેરીનો રસ

કોઈપણ પ્રકારની કસરત બાદ જો માંસપેશીઓ ની અંદર દુખાવો થતો હોય, તો ત્યારે ચેરીના રસનું સેવન કરવું જોઈએ. ચેરી ની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, અને જે તમારા દુખાવાને ઓછો કરે છે.

આમ આ રીતે જ્યારે કોઈપણ વ્યક્તિને કોઈપણ કારણોસર પોતાના પગ ની અંદર અથવા તો શરીરના કોઈપણ ભાગની અંદર માંસપેશીઓ ની અંદર અકળ આવી ગઈ હોય તો તેના દુખાવામાંથી છુટકારો મેળવવા માટે તમે આ ઉપાય કરી શકો છો.

 

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here